લોકડાઉન : પતિની સાથે નવો શો હમ, તુમ ઔર ક્વોરેન્ટાઇન લઈને આવી રહી છે ભારતી…
ભારતી-હર્ષ લોકડાઉન : પતિની સાથે નવો શો હમ, તુમ ઔર ક્વોરેન્ટાઇન લઈને આવી રહી છે ભારતી
કોમેડિયન ભારતી સિંહ પોતાના પતિ હર્ષ લીંબાચીયા સાથે એક કોમિક શો લઈને આવી રહી છે. કલર્સ પર આ શોને પ્રસારિત કરવામાં આવશે. ‘હમ,તુમ ઔર ક્વોરેન્ટાઇન’માં હસવાની વાતો થશે જે સીધી જ તેમના ઘરેથી આવશે.
કોરોના વાયરસના લીધે દેશમાં ચાલી રહેલ લોકડાઉનની વચ્ચે ટીવી પર નવા શોઝ પ્રસારિત નથી થઈ રહ્યા. ત્યારે ટીવી પર જુના શોઝ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે પરંતુ દર્શકો કઈક નવું અને સારું જોવા ઈચ્છે છે તો કોમેડિયન ભારતી સિંહ પોતાના પતિની સાથે એક નવો શો લઈને આવી રહી છે જે આપના માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

રીપોર્ટસનું માનીએ તો કોમેડિયન ભારતી સિંહ પોતાના હર્ષની સાથે એક કોમિક શો લઈને આવી રહી છે. આ શોને કલર્સ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. ‘હમ, તુમ ઔર ક્વોરેન્ટાઇન’માં હસવાની વાતો થશે જે સીધી તેમના ઘરેથી આવશે.
શોમાં શું બતાવવામાં આવશે.
આ કોમેડી શોને ટીવી ઇન્ડસ્ટ્રીના આ કપલના ઘરેથી જ શૂટ કરવામાં આવ્યો છે. શો ‘હમ, તુમ ઔર ક્વોરેન્ટાઇન’ના પ્રોમોમાં ભારતી અને હર્ષ દર્શકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. તેઓ એ પણ બતાવી રહ્યા છે કે કેવી રીતે તેમણે આ શોને શૂટ કરવામાં આવે છે. તેઓ શોના કેમેરાપર્સનને પણ દેખાડી રહ્યા છે.
આ શોમાં આ કપલ પોતાના ફેંસની સાથે પોતાની ક્વોરેન્ટાઇન ડાયરી શેર કરશે અને આ લોકડાઉનના સમયમાં પોતાને કેવી રીતે વ્યસ્ત રાખવામાં આવે, એના વિષે જણાવવામાં આવશે.
View this post on Instagram
કેટલાક સ્ટાર્સ પણ બતાવશે પોતાની ક્વોરેન્ટાઇન લાઈફ.:
ભારતી સિંહના કોમેડી શો ‘હમ, તુમ ઔર ક્વોરેન્ટાઇન’ સિવાય કલર્સ ટીવીના કેટલાક અન્ય ટીવી શોઝના એક્ટર્સ પોતાની ક્વોરેન્ટાઇન લાઈફને બતાવવામાં આવશે.
વાયોકોમ 18ના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષ શર્માએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, અમે પોતાના લોયલ ફેંસની સાથે કનેક્શન મજબુતાઈ બનાવી રાખવા ઈચ્છીએ છીએ. વિડીયો દ્વારા એક્ટર્સ દર્શકોની સાથે જોડાશે. લોકડાઉનની પરિસ્થતિમાં તેઓ પોતાની જિંદગી વિષે પણ જણાવશે. સોશિયલ ડીસ્ટનસિંગ નો મેસેજ આપવામાં આવશે. આવા વાતાવરણમાં પણ દર્શકોને બેસ્ટ આપવું અમારી ફરજ છે.