શું તમે ક્યારે વાંચેલુ છે અમેરિકાની ચર્ચિત આ મર્ડરમિસ્ટ્રી વિશે?

ક્રાઈમ એટલે કે ગુન્હા આ વિશ્વમાં લગભગ દરેક જગ્યાઓએ થતા જ રહે છે. અગણિત હત્યાઓના કેસ પણ એવા છે જેનો ભેદ હજુ સુધી અકબંધ છે અને તેના આરોપીઓ પકડાયા નથી. આવો જ એક ચર્ચિત કેસ અમેરિકાનો છે જે કેસને ” બ્લેક દાહીલા મર્ડર કેસ ” તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1947 માં થયેલા મર્ડરના આ કેસે તે સમયે આખા અમેરિકામાં ચર્ચા જગાવી હતી અને તેને લોસ એન્જીલીસના સૌથી જુના અનડિટેકટ કેસો પૈકી એક ગણવામાં આવે છે કારણ કે આ ઘટના લોસ એન્જીલીસમાં ઘટી હતી.

image source

કેસની વિગત મુજબ અમેરિકાના બોસ્ટનની વતની એવી એલિઝાબેથ શોર્ટ જેને બ્લેક દાહીલાના નામથી પણ ઓળખવામાં આવતી તે 9 જાન્યુઆરી 1947 ના દિવસથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. અને પાંચ દિવસ બાદ એટલે કે 15 જાન્યુઆરી 1947 માં તેની મૃત લાશ મળી આવી. નવાઈની વાત તો એ હતી કે તેની લાશને કમરના ભાગેથી અડધી કાપી નાખવામાં આવી હતી. એટલું જ નહીં પણ તેના શરીરના અનેક ભાગોમાં ઉંડા ઘા લાગેલા હતા. વળી હત્યારાએ તેના મોઢાને પણ કાન સુધી ચીરી નાખ્યું હતું.

TRACKS ABBEVILLE 17 janvier 2020
image source

સામાન્ય રીતે કોઈપણ હત્યારાઓ હત્યા કર્યા બાદ પોતાનો ગુન્હો છુપાવવા નાસતા ફરતા હોય છે પણ એલિઝાબેથના કેસમાં એવું નહોતું. કારણ મર્ડરની શરૂઆતની તપાસમાં જ 60 જેટલા લોકોએ એલિઝાબેથ શોર્ટની હત્યાની કબૂલાત કરી લીધી જેમાં મોટાભાગના પુરુષો હતા. જો કે ગુન્હો સાબિત ન થવાને કારણે તે તમામને છોડી મુકવામાં આવ્યા હતા.

image source

એટલું જ નહીં એ પછી પણ તેની હત્યાનો ગુન્હો કબુલવા વાળા લગભગ 500 જેટલા લોકો સામે આવ્યા. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ગુન્હો કબુલનારા પૈકી અમુક તો એવા પણ હતા જેનો જન્મ પણ હત્યાની ઘટના બાદ થયો હતો. આવા લોકો પૈકી અમુક લોકો સામે પોલીસે પોલીસને ગેરમાર્ગે દોરવાનો કેસ પણ કર્યો હતો.

The Artisan - The Cases of Charles Splints - Medium
image source

આ હત્યાકાંડ પર અનેક પુસ્તકો પણ લખાઈ ચુક્યા છે. વળી, એલિઝાબેથ શોર્ટની હત્યાને અમેરિકાના ઇતિહાસમાં સૌથી ક્રૂર અને અનડિટેકટ કેસો પૈકી એક ગણવામાં આવે છે કારણ કે આ હત્યાનો મુખ્ય આરોપી કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. એ સિવાય પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિન દ્વારા દુનિયાના સૌથી કુખ્યાત અને અનડિટેકટ કેસોના લિસ્ટમાં પણ આ ઘટનાને સ્થાન આપ્યું છે.

Source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.