શું તમે જોયો શાહરુખની દીકરી સુહાનાનો આ લેટેસ્ટ સ્લો મોશન વિડીયો?

`બોલીવુડનાં કિંગ ખાન તરીકે જાણીતાં અભિનેતા શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના જેમ-જેમ યુવાનીમાં ડગ માંડી રહી છે એમ-એમ એને ચાહનારા લોકોનો એક અલાયદો વર્ગ ઊભો થતો જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનાં લાખો ફોલોવર ધરાવતી સુહાનાની પ્રસિદ્ધિ એની ઉંમરના અન્ય સ્ટાર કિડ કરતાં ક્યાંય વધું છે.

image source

શાહરૂખ ખાન અને ગૌરી ખાન ઘણી વાર પોતાની પુત્રી સુહાનાની તસવીરો શેર કરતા હોય છે. સુહાના ખાને વર્ષ 2018 માં જબરદસ્ત હેડલાઇન્સ બનાવ્યા, જ્યારે એક ફોટો મેગેઝિનના કવર પેજ પર પહેલીવાર તેની તસવીર સામે આવી હતી. સુહાનાનો આ ફોટો વાયરલ થયો હતો. આ તસવીર સામે આવ્યા પછી જ લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે જલ્દીથી ફિલ્મોમાં દેખાશે, પરંતુ આવું બન્યું નહીં.

image source

શાહરૂખ ખાનની વ્હાલી પુત્રી સુહાના ખાન 22 મેના રોજ 20 વર્ષની થઈ છે. આ પ્રસંગે સુહાનાને તેના મિત્રો અને ચાહકોએ સોશિયલ મીડિયા દ્વારા અઢળક શુભેચ્છા પાઠવી હતી. સુહાનાના ચાહકો તેના જન્મદિવસ પર તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા અને આખરે સુહાનાએ તેમની ઇચ્છા પૂરી કરી હતી.

સુહાનાએ પોતાનાં વીસમા જન્મદિવસના વિશેષ પ્રસંગે એક સુંદર મજાનો વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાની ફિટનેસને નિખારતી જોવા મળી રહી છે. સુહાનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં તેનો એક સ્લો મોસમ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સુહાના ખૂબ જ સુંદર અને કામણગારી લાગી રહી છે.

suhana khan birthday special shahrukh khan daughter suhana ...
image source

આ વીડિયોમાં સુહાનાએ ગોલ્ડન એન્ડ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં એનો નાજુક દેહાકાર સ્પષ્ટ નજરે પડે છે. માત્ર આઠ-દસ સેકંડનો આ વીડિયો સુહાનાની ખુબસુરતીને કંડારવામાં સફળ રહ્યો છે. વીડિયોમાં હવામાં લહેરાતા તેના વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. આ વીડિયો તેના ઘર મન્નતની છત પર લેવાયેલો છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. પોતાની ખુશી પોતાનાં ચાહકો સાથે શેર કરતાં કેપશનમાં લખ્યું છે કે ‘હું 20 વર્ષની થઈ ગઈ છું.

Suhana Khan Birthday: सुहाना खान ने शेयर कीं ...
image source

તાજેતરમાં જ ઘરે સુહાનાનો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેની માતા ગૌરી ફોટોગ્રાફર બની હતી. આ તસવીરો તેના ઘરની બાલ્કનીમાં લેવામાં આવી હતી. તે જ દિવસે ગુરુવારે સુહાનાએ તેના ઘરમાંથી સમુદ્ર પર નજર નાખતી એક તસ્વીર શેર કરી હતી, જેમાં તેની સામે પુસ્તકો અને ઇયરફોન જોવા મળ્યા હતા. નોંધનીય છે કે સુહાનાએ થોડા મહિના પહેલા પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાર્વજનિક કર્યું હતું. તેના એકાઉન્ટમાં અત્યાર સુધીના 8 લાખથી વધુ ફોલોઅર્સ છે.

image source

સુહાનાનો આ વીડિયો તેના ફેન પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે જે એકદમ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સુહાના ખાને બોલીવુડમાં પ્રવેશ ન કર્યો હોવા છતાં તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

 

સુહાના જે હદે સ્ટારડમ ભોગવી રહી છે અને પોતાનાં પિતાની જે રીતે બોલિવુડનાં મોટાં પ્રોડક્શન હાઉસ સાથે ઓળખાણ છે એ પરથી નજીકમાં સુહાના કોઈ મોટી ફિલ્મમાં જોવા મળે તો આશ્ચર્ય ના થવું જોઈએ. કિંગ ખાનની પુત્રીને જલસા કરો જેન્લીલાલની ટીમ તરફથી પણ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

Source: Webdunia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.