યુવતીને ‘કોરોના’ કહીને જાહેરમાં માર્યો માર, જાણી લો તમે પણ ક્યાં બની આ શરમજનક ધટના

ભારત સહિત ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જીવલેણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મોદી સરકાર દ્વારા ૧૭મી મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હકીકતમાં લૉકડાઉનના પગલે દેશમાં જરૂરી સેવાઓ પૂરી પાડતા વાહનોને છૂટ આપવામાં આવી છે. એમાં પણ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, તો કેટલાક વિસ્તારોને બફર ઝોન બનાવવામાં આવ્યા છે. કોરોના વાયરસ મુદ્દે વૈજ્ઞાનિકોએ મોટો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટંન્સિંગથી કોરોનાને રોકી શકાશે. આ બે વાતોનું ધ્યાન રાખવાથી કોરોનાનું સંક્રમણ ૮૦ ટકા ઘટી શકશે તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે.

image source

લોકડાઉન દરમિયાન હરિયાણામાં નોર્થ-ઈસ્ટની એક યુવતીને ‘કોરોના’ કહીને તેના પર હુમલાની એક ઘટના સોશિયલ મિડિયામાં વાયરલ થઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ, હરિયાણાના ગુરુગ્રામમાં રહેતી મણિપુરની ચોંગ હોઈ મિસાઓ નામની ૨૦ વર્ષની યુવતી પર કેટલાંક સ્થાનિક લોકોએ નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મણિપુરની આ યુવતી તેના એક મિત્રને મળવા માટે ગઈ હતી ત્યારે એક વૃદ્ધ મહિલાએ આ યુવતીને રોકીને કહ્યું કે આ રસ્તો પ્રાઈવેટ છે અને તેને કેટલાંક અપશબ્દો પણ કહ્યા. જ્યારે આ યુવતીએ વિરોધ કર્યો ત્યારે તેને ખરાબ રીતે ‘કોરોના’ કહેવામાં આવી. બાદમાં આ યુવતી પર કેટલાંક લોકોએ હુમલો કર્યો.

image source

આ દરમિયાન કેટલાંક લોકોએ પોલીસને ત્યાં બોલાવી. પણ, પોલીસે આ યુવતીને સમાધાન કરવાનું જણાવ્યું. બાદમાં મણિપુરની આ યુવતીએ નોર્થ-ઈસ્ટ સપોર્ટ સેન્ટર અનેહેલ્પલાઈન (NESCH)નો સંપર્ક કર્યો અને તેના સભ્યો ઘટનાસ્થળે આવી પહોંચ્યા. જ્યારે હરિયાણાના ગુરુગ્રામમાં મણિપુરની આ યુવતી પર સ્થાનિક લોકોએ લાકડીઓ વડે હુમલો કર્યો તો તેને ભારે ઈજા પહોંચી હતી. બાદમાં DCPનો સંપર્ક કરીને મણિપુરની યુવતી પર હુમલાની ઘટનાના મુદ્દે તાત્કાલિક એક્શન લેવાનું જણાવવામાં આવ્યું. હવે આ ઘટનાના મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Two from Manipur face racism in Hyderabad yet again | Events Movie ...
image source

મિસાઓને ટીમે મેડિકલ કેરમાં લઇ જઇ હતી. મેડિકલ સેન્ટરમાં એફઆઈઆર નોંધાઈ હતી. તેણી હાલમાં તબીબી સારવાર લઈ રહી છે અને તેના સીટી સ્કેન પરિણામોની રાહ જોઈ રહી છે. કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે ભારતમાં વંશીય જૂથો અને લઘુમતી લોકોમાં હિંસાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. મણિપુરની આ ૨૦ વર્ષીય યુવતીને ‘કોરોના’ કહીને હેરાન કરવી અને તેની સાથે મારપીટના મુદ્દે રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ (NHRC)એ હરિયાણા સરકાર અને ગુરુગ્રામ પોલીસને નોટિસ પાઠવી છે. તેમજ આ વિશે ચાર અઠવાડિયામાં આ મુદ્દે રિપોર્ટ સોંપવાનું જણાવવામાં આવ્યુ છે.

Coronavirus increases racism against Indians from northeast
image source

ઓછામાં ઓછું કહીએ તો મોંગોલોઇડ લોકોની આ વંશીય રૂપરેખા હૃદયરોહક છે, અને તે આવનારા સમય માટે જોખમી દાખલો બેસાડે છે. આપણે આશા રાખીએ કે કોરોનાવાયરસનો ઇલાજ શોધી શકીશું, પરંતુ કોઈ રસી માણસની અંદરના દ્વેષની સારવાર કરી શકશે નહીં!

source:- iamgujarat

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.