હેલ્થ માટે તાજી ગિલોય કે ગિલોયની ગોળી વધારે કઇ છે સૌથી અસરકારક, જાણો તમે પણ અહિં….

ગિલોયમાં ઘણા એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે અને જ્યારથી કોરોના કાળ શરુ થયો છે ત્યારથી ગિલોયના સેવનની જોરશોરથી ચર્ચા થાય છે. ગિલોય શરીરને ડેકોક્સ પણ કરે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હવે જ્યારે શિયાળાની શરુઆત થઈ છે ત્યારે આ મોસમમાં શરદી અને ખાંસી સૌથી વધુ થાય છે. આ સીઝનલ સમસ્યાથી ગિલોય રાહત આપે છે.

image source

કોરોના વાયરસથી બચવા માટે નિષ્ણાતોએ તેનું સેવન કરવાની સલાહ આપે છે. જો કે ગિલોયની દવા ઉપરાંત છોડમાંથી તાજો રસ પણ પીવામાં આવે છે. જો કે લોકો બજારમાં મળતી ગોળીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે. પરંતુ ધ્યાનમાં એ રાખવું પણ જરૂરી છે કે તાજી ગિલોયનો રસ વધુ લાભ કરે છે કે ગિલોયની ગોળીઓ. તો ચાલો તમને જણાવીએ કે શું વધુ લાભકારક સાબિત થઈ શકે છે.

ગિલોયથી થતા લાભ

image source

અગાઉ જણાવ્યું તેમ ગિલોયમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ ગુણ હોય છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે. શરીરની રોગ પ્રતિરક્ષા શક્તિ નબળી પડે તો વ્યક્તિ જલ્દી રોગનો શિકાર બને છે. તેનાથી બચવા માટે ગિલોયનો ઉકાળો તૈયાર કરીને પીવો ફાયદાકારક રહે છે. આ સિવાય શરીર માટે ગિલોય કેવી રીતે લાભકારક સાબિત થાય છે તે પણ તમને જણાવીએ.

– ગિલોયનું સેવન કરવાથી સીઝનલ રોગ સામે રક્ષણ મળે છે. ખાસ કરીને શિયાળા દરમિયાન તેનું સેવન કરવાથી શરદી, ખાંસી, તાવ વગેરેથી બચી શકાય છે. આયુર્વેદિક ગુણધર્મોથી સમૃદ્ધ ગિલોયનો ઉકાળો પીવાથી તે શરીરના કોષો સ્વસ્થ રહે છે.

– તેના ઉપયોગ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે.

image source

– લોહી સાફ થાય છે અને શરીરમાંથી બેક્ટેરિયા બહાર નીકળી જાય છે.

– ડેન્ગ્યુ, મેલેરિયા, સ્વાઇન ફ્લૂની સમસ્યા હોય તો પણ ગિલોય ખાવાથી ફાયદો થાય છે.

શું છે વધારે લાભકારી

image source

જો તમે તાજી ગિલોયનું સેવન કરવા ઈચ્છો છો તો તેની દાંડીને ચાવીને અથવા તેનાથી ઉકાળો બનાવીને પી શકાય છે. પરંતુ તેને તૈયાર કરવામાં કાળજી લેવી પડે છે. તેનો સ્વાદ પણ કડવો હોય છે. તેવામાં મોંનો સ્વાદ ખરાબ ન થાય તેવી ઈચ્છા હોય તો ગિલોય ટેબ્લેટનું સેવન કરવું.

તાજી ગિલોયનું સેવન આ રીતે કરવું

તાજી ગિલોયને પાણીમાં ધોઈને સારી રીતે ઉકાળો. તૈયાર કરેલા પાણીને ફિલ્ટર કરો અને દિવસમાં 1-2 વખત તેનું સેવન કરો. આ રીતે ગિલોયનું સેવન કરશો તો શરીર પર તરત જ તેની અસરો દેખાવા લાગશે. તેની સામે ગિલોયની એક કેપ્સ્યુલ અથવા ટેબ્લેટ 250 એમજીની હોય છે. તેનું સેવન પણ દિવસમાં 2 વખત કરવું જોઈએ. પરંતુ તેની અસર થતાં સમય લાગે છે.

ગિલોયની આડઅસરો

image source

ગિલોય વધારે પ્રમાણમાં લેવાથી કે દિવસમાં 2 કરતા વધારે વખત લેવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે અને સુગર લેવલ પણ ઓછું થઈ શકે છે. આ ઉપરાંત સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.