લોકડાઉનમાં ઘરે બેઠા-બેઠા આ ભાઇનુ વજન થઇ ગયુ 280 કિલો, જોઇ લો તસવીરમાં

આત્યારે આખાય વિશ્વમાં કોરોનાનું સંકટ જ્યારે સતત ઘટવાના સ્થાને વધી રહ્યું છે, ત્યારે કોરોનાના કારણે લાગેલા લોકડાઉનના કારણે અનેક ચોકાવનારા સમાચાર આવી રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ અનેક લોકો માટે આ લોકડાઉન અભિશ્રાપ બની ચુક્યું છે. એક તરફ કોરોના મહામારીના કારણે લોકડાઉન અને ડરના કારણે લોકો બહાર નથી જઈ રહ્યા, ત્યારે બીજી તરફ ઘરમાં રહીને આવનારી શારીરક સમસ્યાઓ પણ વધી રહી છે. આવા સમયે વજન વધવું, ગેસ અને એસીડીક સમસ્યાઓ સિવાય અનેક શારીરિક સમસ્યાઓ જોવા મળી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના વુહાનમાં જોવા મળી છે.

ચાલી ફરી કે ઠીકથી ઉભો થઇ શકતો નથી

image source

એક તરફ જયારે વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે લોકોને ન ઇચ્છવા છતાં લોકોને લોકડાઉન દરમિયાન ઘરે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આવામાં સ્વાસ્થ્યને લગતી ચોકાવનારી સમસ્યાઓ સામે આવી રહી છે. અમુક લોકો ઘરે રહીને સતત ખાવાની આદતોને કારણે જાડા થઇ રહ્યા છે. આ કારણે તેઓ મેદસ્વીતાનો શિકાર બનીને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યા છે. આવું જ કઈક ચીનના વુહાન શહેરમાં રહેતા એક વ્યક્તિ સાથે થયું છે. 5 મહિનાના લોકડાઉન દરમિયાન આ વ્યક્તિનું વજન એટલું વધી ચુક્યું છે, કે તે હવે ચાલી ફરી કે ઠીકથી ઉભો પણ થઇ શકતો નથી.

લોકડાઉનમાં વજન 100 કિલોગ્રામ વધી ગયું

image source

કોરોનાના કારણે લાગેલા લોકડાઉનમાં વુહાન શહેરમાં પોતાના જ ઘરમાં કેદ થયેલા એક 26 વર્ષના વ્યક્તિનું વજન અચાનક 100 કિલોગ્રામ જેટલું વધી ગયું. શહેરમાં કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે આ વ્યક્તિએ પણ પોતાની સારવારમાં ઘણું મોડું કરી નાખ્યું હતું. ડેલી મેલમાં છપાયેલી ખબર મુજબ આ વાતનો ખુલાસો ત્યારે થયો છે, જ્યારે આ વ્યક્તિનું વજન 280 કિલોગ્રામ થઇ ગયું. હાલમાં ઝોઉ નામના આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે કોરોનાના કારણે ઝોઉ હવે વુહાન શહેરનો સૌથી વધુ વજન વાળો વ્યક્તિ બની ગયો છે. ડૉક્ટરોએ પણ કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઝોઉનું વજન 280 કિલોગ્રામ જેટલું છે.

કોરોનાના કારણે સારવાર કરાવી ન શક્યો

image source

ઝોઉ શહેરના એક ઇન્ટરનેટ કેફેમાં કામ કરતો હતો, જો કે સંપૂર્ણ લોકડાઉનના કારણે એણે 5 મહિના સુધી ઘરે જ રહેવું પડયું. આ સમયે તેના વજનમાં વિચિત્ર પણે વધારો જોવા મળ્યો હતો. ઝોઉના પરિવારના લોકોએ આ અંગે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ઓચિંતા વધેલા વજનના કારણે એણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તે ઘરમાં પણ હરી ફરી શકતો નથી.

જો કે વર્ષ 2019ના અંત સુધી ઝોઉનું વજન 177 કિલોગ્રામ હતું. જો કે જાન્યુઆરી માસમાં વુહાન શહેરમાં કોરોના સંક્રમણના સતત વધતા ચેપના કારણે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર પછી ઝોઉનું વજન 100 કિલોગ્રામ જેટલું વધ્યું હતું. કોરોનાના કારણે તે પોતાની સારવાર સમયસર કરાવી શક્યો નહી અને સ્થિતિ વધારે ખરાબ થઇ ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.