આ શાકભાજી વાળાને હેલ્મેટ ન પહેરવું ભારે પડ્યું, પોલીસે ફટકાર્યો મસમોટો દંડ, બે મીટર લાંબુ ચલણ જોતા યુવકના ઉડી ગયા હોંશ

ટ્રાફિક ચલણને લઈને કોઈ ને કોઈ નવા સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હવે એક યુવકને એટલો દંડ ફટકાર્યો કે તે જોતો રહ્યો છે. તો આવો કે શા માટે પોલીસે આ યુવકને આટલો મસમોટો દંડ ફટકાર્યો છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોર માં એક શાકભાજી વેચનારને હેલ્મેટ વગર સ્કૂટર ચલાવવું ભારે પડી ગયું હતું. પોલીસે સ્કૂટરના ભાવ કરતા વધુ દંડ આપતા યુવકનું ચાલન કાપી નાખ્યું હતું.. ટ્રાફિકના ભંગ બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

image soucre

માડીવાલાના રહેવાસી અરૂણ કુમારે જણાવ્યું હતું કે હેલ્મેટ ન પહેરતાં શુક્રવારે ટ્રાફિક પોલીસે તેમને અટકાવ્યો હતો. પરંતુ જ્યારે તેણે બે મીટર લાંબુચું ચાલન જોયું ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. તેના પર રૂપિયા 42,500 નો દંડ ફટકાર્યો હતો. અરુણે કહ્યું કે આ દંડ તેના સેકન્ડ હેન્ડ સ્કૂટરની કિંમત કરતા વધારે છે.

image source

તો વળી આ મામલે માડીવાલા પોલીસના કહેવા મુજબ, ઉક્ત અરુણ કુમારે 77 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના માટે હવે તેમને કોર્ટમાં 42,500 નો ચાલન દાખલ કરવો પડશે. પોલીસે તેનું સ્કૂટર કબજે કર્યું છે. વિભાગ તરફથી આ જવાબ મળ્યા પછી, અરુણ કુમારે પૈસાની વ્યવસ્થા કરવા અને કોર્ટમાં ચૂકવવા માટે થોડો સમય માંગ્યો છે.

image soucre

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસને વધુ આધુનિક બનાવવા અને સરળતાથી કામ થઈ શકે તે હેતુથી અમદાવાદ ટ્રાફિક વિભાગને 65 બુલેટ આપવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ હાઈ ટેકનોલોજી સિસ્ટમ પણ ફિટ કરવામાં આવી છે. અમદાવાદના રોડ પર નવી બુલેટ સાથે હવે ટ્રાફિક પોલિસ નવા રંગ રૂપમાં જોવા મળશે.

image source

ટ્રાફિક પોલીસને કુલ 65 બુલેટ આપવામાં આવ્યા છે. જેનાથી કોરોના કાળમાં પણ લોકોને જાગૃત કરવા માટે ઉપયોગ કરી શકાશે. સાથો સાથ VIP મુવમેન્ટ અને ટ્રાફિક નિયમન માટે પોલીસ ઉપયોગ કરી શકશે. મહત્વની વાત તો એ પણ છે કે ટ્રાફિક પોલિસ દ્વારા હવે સ્થળ ઉપર દંડ આપવાનું પણ શરૂઆત કરી દેવાયું છે.

image source

લૉકડાઉનનામાં થોડા સમય માટે આ મેમો આપવાનું બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તે રાબેતા મુજબ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોએ ટ્રાફિકના તમામ નિયમો પાળવાની આદત શરૂ કરવી પડશે. પોલીસે 1 જુલાઈથી શરૂઆત કરી અને એક જ દિવસમાં કુલ આશરે ₹ 2.5 લાખ નો દંડ વસૂલવામાં આવ્યો છે. સાથો સાથ ઇ -મેમોની પણ શરૂઆત થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.