જે લોકો સફળ સાઇડ બિઝનેસ ચલાવે છે તેમની પાંચ ખાસીયતો જાણો…

માત્ર એક જ દાયકામાં ફ્રિલાન્સરો યુએસ વર્કફોર્સનો મોટો ભાગ બની જવાના છે.

જે લોકો સાઇડ બિઝનેસ ધરાવે છે એટલે કે પોતાની 9થી 5ની જોબ સીવાય અન્ય વ્યવસાય કરે છે તેઓ સતત પોતાના પ્રોજેક્ટ પર કામ કરતા રહે છે.

સાઇડ બિઝનેસ ચલાવવો તે કંઈ સરળ નથી અને તેને સફળ કરવા માટે તમારી પાસે કેટલીક ગુણવત્તા હોવી જરૂરી છે. આજના આ લેખમાં અમે તેમની પાંચ ખાસિયતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

ફ્રિલાન્સ પ્લેટફોર્મ અપવર્ક, દ્વારા કરવામાં આવેલા સંશોધન પ્રમાણે આવનારા દાયકામાં ફ્રિલાન્સરો યુએસનું મેજોરીટી વર્કફોર્સ બનવાના છે. તો ચાલો જાણીએ સફળ સાઇડ બિઝનેસ

image source

ચલાવતા લોકોની પાંચ ખાસીયતો વિષે.

1. તેઓ 9થી 5 ઉપરાંત પણ કામ કરવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે

દરેક મહાન વસ્તુઓ ઇચ્છાથી શરૂ થાય છે, અને સાઇડ બિઝનેસ તે કંઈ અલગ નથી. કેટલાક તેને એક્સ્ટ્રા ઇન્કમ તરીકે ગણે છે અને જે સારું જ કહેવાય – પણ તે તેથી પણ વિશેષ હોઈ શકે છેઃ તે તમારા જીવન માટે નવા જ દરવાજા ખોલી આપનાર સાબિત થઈ શકે છે. સાઇડ બિઝનેસ એ જોખમ રહીત ઉદ્યમ છે.

image source

તેઓ ક્યારેય પોતાની ચાલુ કારકીર્દીને વળગેલા નથી રહેતા. તેઓ પોતાની સ્વતંત્રતા અને સફળતા તરફ હંમશા નજર ગડાયેલી રાખે છે અને તેમની આ જ ટેવ તેમને પ્રોત્સાહિત કરે છે.
જો તમે છેલ્લા 12 મહિનાથી સાઇડ બિઝનેસ વિષે વિચારતા હોવ તો તમે તેના માટે લગભગ તૈયાર છો. પહેલાં તમે તેને ખુબ ટાળ્યું છે હવે તમારા નિર્ણયોને અમલમાં મુકવાનો સમય થઈ ગયો છે.

2. તેઓ પોતાની કાબેલીયત સારી રીતે જાણે છે

તમે શેમાં નિષ્ણાત છો તે બાબત તમે જ્યારે સાઇડ બિઝનેસ શરૂ કરો ત્યારે ખુબ જ નિર્ણાયક બની જતી હોય છે. તમારા આ નવા સાહસમાં તમારી કાબેલિયત જ તેની સફળતાની ચાવી રહેશે, કારણ કે ધંધો ચલાવવો તે એક નહીં તો બીજા સમયે હંમેશા પડકારજનક જ રહે છે.

How To Lessen The Effects Of Stress On Your Health? – Upper Hand ...
image source

ઘણા બધા લોકો પોતાનો સાઇડ બિઝનેસ શરૂ કરી તો દે છે કે તેમને ઝડપથી તેમાંથી પૈસા મળવા લાગે, પણ જો તેમાં તેમને મુશ્કેલી પડે તો તેઓ તરત જ તેને પડતો મુકે છે કારણ કે તેઓ પોતાની કુદરતી શક્તિનો ફાયદો નથી ઉઠાવી શકતા.

તમારી પ્રતિભાનો ઉપયોગ પછી તે લખવું, બોલવું, કોઈ કળા કે પછી આયોજન હોય – તે જ તમને સફળતા તરફ લઈ જશે. બાકીનું બધું તમે બહારથી કરાવી શકો છો.

3. તેઓ માર્કેટને સમજે છે

નફાકારક સાઇડ બિઝનેસનું સૌથી મહત્ત્વનું પાસુ છે લોકો ઇચ્છાથી તમારા ઉત્પાદન કે સેવા બદલ ચૂકવણી કરે. એમ પણ તમે સાઇડ બિઝનેસ વધારે પૈસા બનાવવા માટે જ કરતા હોવ છો.

Let Go Of Interpersonal Office Tension | Ellevate
image source

તેઓ પોતાનો કેટલોક સમય માર્કેટ પર રીસર્ચ કરવા પાછળ ખર્ચે છે કે તમારા જેવા બીજા બજારમાં કેટલા ઉપલબ્ધ છે અને તેઓ શું ચાર્જ કરે છે. તે કંઈ અઘરુ નથી તે ગુગલ સર્ચ જેટલું જ સરળ છે.

4. તેઓ અલગ જ ઉપસી આવે છે

સાઇડ બિઝનેસ હોવો એ હવે સામાન્ય થવા લાગ્યું છે અને તેમાં કંઈ ભયભીત થવા જેવું નથી – ખાસ કરીને ત્યારે જ્યારે તમે એક સારા નોકરીયાત હોવ અને તમારો સાઇડ બિઝનેસનો રસ અને તમારી મુખ્ય જોબ વીરોધાભાસી ન હોય તો.

image source

સાઇડ બિઝનેસ સ્વાભાવિક રીતે જ તમને અલગ તારવે છે – અને મારા અભિપ્રાય પ્રમાણે, તે તમને વધારે રસપ્રદ બનાવે છે. તમારે માત્ર થોડા દૃશ્યમાન થવાની જરૂર રહે છે.

5. તેઓ અત્યારે જ શરૂઆત કરે છે

image source

ઉત્તમ અને સફળ લોકો વધારે પડતો વિચાર કર્યા વગર મોટા પગલા લે છે. જો તમે ખરેખર સાઇડ બિઝનેસ ચલાવવા માગતા હોવ તો વધારે પડતો વિચાર ન કરો જો તમારી પાસે શક્ય બધી જ તૈયારીઓ હોય તો તમારે તેને અત્યારે જ શરૂ કરી દેવો જોઈએ.

તમને આ પણ જાણવું ગમશે.

તમે ક્યા્રે વિર્ચાયુ છે કે 5 સેકન્ડ માટે જો ઓક્સિજન ગાયબ થઇ જાય તો શું થાય?

જો લાંબા સમય સુધી ઉભેલી ગાડી ચાલુ ના થતી હોય તો કરો આ મહત્વપૂર્ણ કામ

કેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.