આ 5 અભિનેત્રીઓ પાસે છે કરોડોની સંપત્તિઓ, તેમ છતા આ કારણોને લઇને રહે છે દુખી

આ અભિનેત્રીઓ કરોડોની સંપત્તિઓ ધરાવે છે છતાં રહે છે દુઃખી

બોલીવૂડ એક ચકાચોંધ ભરી દુનિયા છે. અહીં લોકો પોતાના સ્વપ્નો પુરા કરવા આવે છે. પણ કેટલાકે પોતાના સુખના ભોગે સ્વપ્નો પુરા કરવા પડે છે. તેઓ નામના કમાવી લે છે કરોડો રૂપિયા કમાવી લે છે પણ તેની સરખામણીએ તેમને સુખ નથી મળતું. આજે અમે તમારી સમક્ષ તેવીજ કેટલીક બોલીવૂડ અભિનેત્રીઓની જાણકારી લઈને આવ્યા છે કે જેમણે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી લીધી છે પણ તેમ છતાં તેઓ સુખી નથી કારણ કે તેઓ માતા નથી બની શકતી.

સંગીતા બિજલાની

image source

સંગીતા બિજલાની પૂર્વ મિસ ઇન્ડિયા બની ચૂકી છે અને સલમાન ખાનની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. સલમાન ખાન સાથેના બ્રેકઅપ બાદ તેણી ભારતીય ક્રીકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનના પ્રેમમાં પડી હતી અને તે બન્નેએ લગ્ન પણ કર્યા હતા. 1996માં તેમણે લગ્ન કર્યા હતા પણ લગ્નના થોડા જ વર્ષો બાદ તેમણે છુટ્ટાછેડા પણ લઈ લીધા હતા. પણ આ દરમિયાન તેણીને સંતાન પ્રાપ્ત નહોતુ થયું.

જયાપ્રદા

image source

જયા પ્રદાનું સાચુ નામ લલિતા રાની છે પણ ફિલમોમાં આવ્યા બાદ તેણીએ પોતાનું નામ જયાપ્રદા રાખી લીધું હતું. જયાપ્રદાનો જન્મ 3જી એપ્રિલ 1962માં આંધ્ર પ્રદેશના રાજાહમુંડરી જિલ્લામાં થયો હતો. 1986માં જયા જ્યારે પોતાની કેરીયરની ટોચ પર હતી ત્યારે તેણીએ નિર્માતા શ્રીકાંત નાહટા સાથે લગ્ન કરી લીધા પણ લગ્ન બાદ પણ તેણી સંતાન પ્રાપ્ત નથી કરી શકી.

શાયરા બાનુ

image source

વિતેલા જમાનાની અત્યંત સફળ અને સ્વરૂપવાન અભિનેત્રી અને દીગ્ગજ અભિનેતા દીલીપ કુમારની પત્ની એટલે સાયરા બાનુ પણ માતા બનવાનું સુખ પ્રાપ્ત નથી કરી શકી. તેમના લગ્નને 51 વર્ષ થઈ ગયા પણ તેણી માતા ન બની શકી. આજે આ બન્ને પતિ-પત્ની વૈભવી જીવન જીવે છે કરોડોની સંપત્તિ ધરાવે છે પણ સંતાન સુખ પામવામાં પાછળ રહી ગયા.

image source

કીરણ ખૈર – કીરણ ખૈરે અનુપમ ખેર સાથે લગ્ન કર્યા છે પણ આજ સુધી તેણી માતા નથી બની શકી. તેણીએ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. ટેલિવિઝન રિયાલીટી શોઝ પર પણ અવારનવાર જજ તરીકે જોવા મળે છે. આમ તેણે રૂપિયો તો અઢળક કમાવી લીધો પણ માતા બનવાનું સુખ નથી પામી શકી.

શબાના આઝમી

image source

શબાના આઝમીના લગ્ન જાણીતા ગીતકાર જાવેદ અખ્તર સાથે થયા છે. તેમના લગ્નને 34 વર્ષનો સમય થઈ ગયો પણ તેણી ક્યારેય માતા ન બની શકી. જો કે તેના પતિના પૂર્વ પત્નીના બે સંતાનોને તે માતા જેટલો જ સ્નેહ આપે છે. તમે જાણતા જ હશો કે એક્ટર ડીરેક્ટર ફરહાન અખ્તર અને ડીરેક્ટર ઝોયા અખ્તર શબાના આઝમીના સોતેલા સંતાનો છે. શબાના ઘણા લાંબા સમયથી બોલીવૂડમા સક્રિય છે કરોડો રૂપિયા પણ તેણી કમાઈ ચૂકી છે પણ સંતાન સુખ નથી પામી શકી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.