જાણી લો બોલિવૂડની આ ફેમસ અભિનેત્રીઓ વિશે, જે ખાઇ ચુકી છે જેલની હવા

બોલીવૂડના અભિનેતાઓ જ નહીં પણ અભિનેત્રીઓ પણ ખાઈ ચૂકી છે જેલની હવા.

બોલીવૂડ સતત લાઈમ લાઇટમા રહેતી ઇન્ડસ્ટ્રી છે. ક્યારેક કોઈ હીટ ફીલ્મના કારણે તો ક્યારેક બે સ્ટાર્સ વચ્ચેની કોન્ટ્રાવર્સીના કારણે તો ક્યારેક હિરોઈનો વચ્ચે થતી કેટ ફાઈટના કારણે. પણ ઘણીવાર બોલીવૂડ ગંભીર મામલાથી પણ ચકચાર મચાવી દે છે. જેમ કે ફિલ્મોમાં હીરો તરીકે વિલનને ઢોર માર મારતા અને હંમેશા સત્યને પક્ષે લડતા હીરો પોતાના વાસ્તવિક જીવનમાં નાના-મોટા ગૂના બદલ જેલની હવા પણ ખાઈ આવ્યા હોય છે. જેમ કે બોલીવૂડ સૂપર સ્ટાર સલમાન ખાન, સંજય દત્ત, શાહીની આહુજા વિગેરે. પણ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે જેલની હવા માત્ર અભિનેતા જ નહીં પણ કેટલીક અભિનેત્રીઓ પણ ખાઈ આવી છે. તો આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવવા જઈ રહ્યા છીએ.

મધુબાલા –

image source

આ યાદીમાં મધુબાલાનાનું નામ વાંચતા જ ઘણા લોકોને આશ્ચર્ય થયું હશે. લાખો દીલોની ધડકન અને જે આજે પણ લોકોમાં અત્યંત પ્રિય છે તેવા સ્વરૂપવાન સ્વ મધુબાલા જેલની હવા ખાઈ ચુક્યા છે. તેમના પર આરોપ એ હતો કે તેમણે બીઆર ચોપડાની ફિલ્મ માટે પૈસા લીધા હતા પણ પાછળથી ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અને આ જ આરોપ હેઠળ ફરિયાદ કરીને બીઆર ચોપડાએ તેમને જેલ ભેગા કરી દીધા હતા. અને ત્યાર બાદ મધુબાલાને ફિલ્મોમાં કામ મળવાનું ખૂબ ઓછું થઈ ગયું હતું.

મમતા કુલકર્ણી

image source

મમતા કુલકર્ણી 90ના દાયકાની બોલીવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક હતી. પણ તે જ દરમિયાન તેણીનું નામ ડ્રગ્સની હેરફેર માં જોડાઈ ગયું આ ઉપરાંત પણ તેના પર બીજા ઘણા બધા આરોપો મૂકવામાં આવ્યા હતા. અને ધીમે ધીમે તેણી ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. હાલ તેણી દેશની બહાર છે અને હાલ પણ તેણી આ આરોપોનો સામનો કરી રહી છે.

શ્વેતા બાસુ

image source

શ્વેતા બાસુ એક અવોર્ડ વિનિંગ અભિનેત્રી છે પણ તેણીનું નામ દેહ વ્યાપારના ધંધામાં આવી ગયું હતું તેણી એક હોટેલ પર પેલીસ દ્વારા જે રેડ પાડવામાં આવી હતી તેમાં પકડાઈ ગઈ હતી. ત્યાર બાદ તેણીનું કેરિયર બરબાદ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે શ્વેતા બાસુ એટલે શબાના આઝમી અભિનિત ફિલ્મ મકડીની બાળક કલાકાર જે આજે યુવાન થઈ ગઈ છે.

સોનાલી બેન્દ્રે

image source

સોનાલી બેન્દ્રે હજુ થોડા સમય પહેલાં જ કેન્સર જેવી જીવલેણ બીમારીને મ્હાત આપીને સ્વસ્થ થઈ રહી છે. સોનાલી બેન્દ્રેના પણ જે તે જમાનામાં ખૂબ ચાહકો હતા. સુનીલ શેટ્ટી સાથે તેના અફેરની ખબરો પણ તે વખતે ખૂબ ઉડી હતી. એક વાર સેનાલી બેન્દ્રેને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપસર જેલ થઈ હતી, સોનાલી બેન્દ્રેએ એક ફોટો શૂટમાં એક કુર્તો પહેર્યો હતો જેના પર ॐ नमः शिवाय લખ્યું હતું. અને તે વસ્ત્રો પણ અસભ્ય હતા જેના કારણે હિન્દુ સમાજે તેનો ખૂબ વિરોધ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.