હાઈવે પર લિફ્ટ ના બહાને યુવતી કરતી આવું વિચિત્ર કૃત્ય, કોઇને બેસાડતા પહેલા રાખજો ખાસ ધ્યાન નહિં તો થશે ‘આવું’

રસ્તામાં કોઈને લિફ્ટ આપવી ઘણીવાર ભારે પડી શકે છે. અન્યની ભલાઈ કરવામાં આપણે ક્યારેક મુશીબતમાં ફસાઈ જઈએ છીએ. ઘણી વાર ઠગ ટોળકી લિફ્ટના બહાને લોકોને લૂંટતી હોય છે. આવી જ ઘટના સામે આવી છે બિહારમાં. આ અંગે બિહારમાં કૈમૂર પોલીસને મોટી સફળતા મળી છે. કૈમૂર જિલ્લાના NH-2 પર છોકરીઓ દ્વારા લિફ્ટ માંગવાની આડમાં વાહન ચાલક ડ્રાઇવરોને લૂંટનારી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક દેશી કટ્ટા, બે જીવંત કારતુસ અને ચાર મોબાઇલ ફોન મળી આવ્યા છે. જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આ રીતે ખેલ પાડવામાં આવતો

image source

આ ઘટના અંગે માહિતી આપતાં કૈમૂરના એસપી દિલનવાજ અહમદે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી એવી માહિતી મળી રહી હતી કે છોકરીઓ દ્વારા લિફ્ટ માંગવાનાં નામે કેટલાક ગુનેગારો ટ્રક ચાલકોને લૂંટી રહ્યા છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તેમનો પીછો કર્યો, પરંતુ આ લોકો પોલીસના હાથે ઝડપાયા ન હતા. ત્યારબાદ પોલીસે એક ટીમ બનાવી કુદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ લોકોની ધરપકડ કરી હતી. જેમાં આ લોકો યુવતીને લિફ્ટ માંગવા રાત્રિના સમયે રસ્તામાં એકલી ઉભા રાખતા હતા. ટ્રક ચાલક જેવા વાહન રોકતા હતા તેમની પર છેડખાનીનો આરોપ લગાવીને ટ્રકચાલકને માર મારતા હતા. તેમના પૈસા અને મોબાઈલ છીનવી લેતા હતા. જેને લઈને પોલીસ હરકતમા આવી હતી.

3 લોકોની ધરપકડ

image source

આ ગેંગના કુલ 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક હોમગાર્ડનો યુવક પણ હતો. તેણે હોમગાર્ડ તરીકેની નોકરી છોડી અને ગુનાહિત દુનિયામાં જોડાઈ ગયો હતો. આની ઉપર, હત્યા, લૂંટ, ડાકુગીરી જેવા 20 થી વધુ કેસ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. બીજો પંચ પતિનો છે. ત્રીજો ટ્રક ડ્રાઈવર છે. આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ અગાઉ જેલમાં જઇ ચૂક્યા છે.

પંજાબમાં પણ સામે આવી ચુકી છે આવી ઘટના

image source

પંજાબના પટિયાલાનું એક હેરાન થઈ જાવ તેવી હાનીટ્રેપ બ્લેકમેલિંગ રૌકેટ સામે આવ્યું હતું. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે માતા અને છોકરી બંને સાથે મળીને રસ્તા નું બાનું બનાવીને લિફ્ટ માગતા હતા. અને ચા પીવાના બાણે ઘરે લઈ જતા હતા.અને ત્યારબાદ ત્યાં હની ટ્રેપમાં ફસાવતા. માતા અને છોકરીઓ પહેલા તેમની પાડોસી વ્યક્તિઓને વાતોમાં વ્યસ્ત કરતી હતી.અને પછી શારીરિક સંબંધ બનાવતી હતી.અને હની ટ્રીપ માં ફસવતી હતી.અને આ મામલામાં પોલીસે મહિલાઓએ તેની સાથે ત્રણ મહિલાઓને ગિરફ્તાર કરી હતી. પોલીસે કહ્યું કે 7 ઑક્ટોબર ની રાતે પીડિત યુવક બળદેવસિંહ આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.અને ત્યારે આ મહિલાએ તેની પાસેથી લિફ્ટ પણ માંગી હતી.અને પછી ચા અને પાણી ના બાણે ઘરે લઇ ગયા હતા.

બલદેવ સિંહ થાકેલા હોવાથી રાત્રે ત્યાં રોકાઈ ગયા

image source

બલદેવ સિંહ થાકેલા હોવાથી રાત્રે ત્યાં રોકાઈ ગયા.મહિલાએ પોતાની છોકરીની ઉળખાં બલદેવ સિંહ જોડે કરવી.અને પછી થોડા દિવસો પછી તેણે બલદેવ સિંહ વાતોમાં લલચાવ્યો અને ફરીથી ઘરે બોલાવ્યો.

image source

પછી મહિલાની પુત્રીએ તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતા.અને જેની મહિલાએ વીડિયો બનાવ્યો હતો. અને ત્યારબાદ બળદેવનો મોબાઈલ અને આધારકાર્ડ અને એક હજાર રૂપિયા છીનવી લીધા.અને પછી પચાસ હજાર રૂપિયાની માંગણી કરી.જો પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

ત્રણેય આરોપીઓની ધરપકડ

image source

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રણબીરસિંહે જણાવ્યું હતું કે બલદેવસિંહે બદનામીના ડરથી 25 હજાર સોદો નક્કી કર્યો હતો.બલદેવ સિંહ તેમણે પૈસા આપ્યા હતા. પૈસા આપવા છતાં મહિલા અને તેની પુત્રી તે વિડિયો પરત નહીં કર્યો. ઘરે પહોંચ્યા પછી બલદેવે સિંહ આ વાત પોતાના જીજાજી ને બતાવી હતી.અને પછી તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધ કરવી હતી.પછી બલદેવ સિંહને 10 હજાર રૂપિયા લઈને મહિલાઓના ઘરે મોકલ્યા હતા.અને આ દરમિયાન પોલીસે રેડ પાડીને આરોપીને ગિરફ્તાર કર્યા હતા.અને આરોપી પાસેથી બલદેવનું આધારકાર્ડ અને અન્ય સામાન પરત લીધો.અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.