આને કહેવાય નસીબ, 10 વર્ષ સુધી બસમાં કર્યુ કન્ડકટરનું કામ, અને યુવકે ટ્રક ડ્રાઇવરોના જીવન પર બનાવી ફિલ્મ, પછી લાઇફમાં આવ્યો આવો યુટર્ન

ભારતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવું ક્ષેત્ર છે જ્યાં ક્યારે કઇ અને કેવી ફિલ્મો હિટ થઈ જાય એ નક્કી નહીં. જો કે જે ફિલ્મો હિટ થાય એ એવોર્ડ વડે પણ સન્માન પામે એ નિશ્ચિત નથી હોતું.

કોઈપણ ફિલ્મ ડાયરેક્ટર માટે તેની બનાવેલી ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળે એ તેના માટે ગૌરવની અને ઉત્સાહવર્ધક વાત છે. પરંતુ કોઈ ફિલ્મ ડાયરેક્ટરને તેની પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળે તો ? જો કે આવા બનાવો બહુ જૂજ જ બનતા હોય છે પણ મણીપુરના ઇમ્ફાલ ખાતે રહેતા અમર માઈબામ આ બાબતે નસીબદાર છે કારણ કે તાજેતરમાં જ તેની ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

image source

નોંધનીય છે કે અમર માઈબામ એક એવો વ્યક્તિ છે જેણે લગભગ 10 વર્ષ સુધી બસ કંડકટરની નોકરી કરી હતી. વર્ષ 2014 થી 2018 એમ ચાર વર્ષ સુધી તે ઇમ્ફાલથી મોરે જતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રક ડ્રાઇવરો સાથે પ્રવાસ કરતા કરતા વિડીયો શૂટિંગ કર્યું.

image source

ત્યારબાદ એ વીડિયોને એક ડોક્યુમેન્ટરી સ્વરૂપે કન્વર્ટ કરી અને હાલમાં જ તેની એ ડોક્યુમેન્ટરીને આઠમા ડોકફેસ્ટ એવોર્ડમાં ઇન્ટરનેશનલ કેટેગરીમાં (ઇન્ટરનેશનલ શ્રેણી) બેસ્ટ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નામ ” હાઇવેઝ ઓફ લાઈફ ” છે. તેને પ્રોડ્યુસ કરવામાં ફિલ્મ ડિવિઝન ઓફ ઇન્ડિયા જ્યારે એડિટિંગ કરવામાં બિજ્જુ દાસે સહયોગ આપ્યો છે.

image source

નવાઈની વાત તો એ છે કે આ ડોકફેસ્ટ એવોર્ડમાં 124 દેશોની 1799 ફિલ્મો લિસ્ટમાં હતી જે પૈકી અમર માઈબામની હાઇવેઝ ઓફ લાઇફે બાજી મારી એવોર્ડ મેળવ્યો હતો. વળી, ડોકફેસ્ટ એવોર્ડમાં ભાગ લેનારી આ ભારતની એકમાત્ર ફિલ્મ હતી અને અમર માઈબામની તો પ્રથમ જ ફિલ્મ હતી. એટલું જ નહીં આ ફિલ્મ ફેસ્ટિવલમાં અમર માઈબામની ફિલ્મને અન્ય ચાર એવોર્ડ 1). બેસ્ટ નોન ફીચર ફિલ્મ, 2). બેસ્ટ ડાયરેક્શન, 3). બેસ્ટ સીનેમેટોગ્રાફી અને 4). બેસ્ટ એડિટિંગ માટે પણ એવોર્ડ મળ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે અમર માઈબામની હાઇવેઝ ઓફ લાઈફ ફિલ્મ 52 મિનિટની છે. તેમાં મુખ્યત્વે ટ્રક ડ્રાઇવરોના જીવન પર ફોક્સ કરવામાં આવ્યું છે કે કઈ રીતે ટ્રક ડ્રાઇવરો પોતાના જીવને જોખમમાં મૂકીને હાઇવે પર ટ્રક ચલાવવાનું કામ કરે છે. તેઓની પથારી પણ ક્યારેક ટ્રકની નિચે હોય છે અને જ્યાં જેવું ભોજન મળે તે પણ ખાવું પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.