ઓછા રૂપિયામાં ફરી લો હિમાચલના આ નાનકડા ગામમાં, જ્યાં તમે લઇ શકશો કુદરતી સૌંદર્યની ભરપૂર મજા

કુદરતી સૌંદર્યને પોતાના હૃદય સમાવીને વસેલા હિમાચલ પ્રદેશનું કસોલ ગામ રાજ્યના પ્રસિદ્ધ ફરવાલાયક સ્થળો પૈકી એક છે. કસોલ ગામની ખૂબસૂરતી અને ખાસિયતોને કારણે અહીં ભારત દેશના લોકોની સાથે સાથે વિદેશી પર્યટકો પણ આવતા હોય છે. નાનકડા એવા આ ગામમાં તમને ફરવા માટે કોઈ મુશ્કેલી નથી પડતી. અહીં પર્યટકોને જરૂર પડે તેવી લગભગ તમામ સવલતો અને સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે આજના આ ટ્રાવેલ સંબંધી લેખમાં આપણે આ ગામ વિશે વિસ્તૃત વિગત જાણીશું.

image soucre

કસોલ ગામ પાર્વતી નદીના કિનારે વસેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે હાલનું કસોલ ગામ પહેલા માત્ર એક બસ સ્ટોપ હતું અને બાદમાં લોકોએ અહીં વસવાનું શરૂ કરી દીધું. વર્ષ 2014 થી અહીં એડવેન્ચરના શોખીન લોકો આવવા લાગ્યા અને તેઓને આ જગ્યા પસંદ આવવા લાગી. આ જગ્યા અન્ય સ્થળોથી કઈંક અલગ જ છે અહીં તમને અન્ય ટ્રાવેલ પોઇન્ટની જેમ ફેમિલી મેમ્બર્સ અને કપલ્સ જોવા નહીં મળે.

image source

અહીં જમવાની વાત કરીએ તો તમને ખાવામાં વિદેશી આઇટમોનો ટચ અને સ્વાદ મળશે. કારણ કે અહીં વિદેશથી આવતા પર્યટકોની સંખ્યા નોંધપાત્ર હોય છે. વળી, હોટલ સિવાય અહીંના સ્થાનિક જમવાનાં પણ વિદેશી ટચ હોય છે. આ જગ્યાનો અનેક ટ્રાવેલ બ્લોગમાં પણ ઉલ્લેખ કરાયો છે.

image source

હિમાચલ પ્રદેશના અન્ય ટુરિસ્ટ પોઇન્ટમાં જેમ પર્યટકોની ભીડ હોય છે તેવી ભીડ અહીં જોવા નથી મળતી. અને એટલા માટે જ અહીં પ્રવાસીઓને શાંતિ સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો જોવાનો પણ લ્હાવો મળે છે. અહીંથી જ પાર્વતી વેલી શરૂ થાય છે. ખાસ કરીને એડવેન્ચરના શોખીન લોકો અહીં પોતાનો શોખ પૂરો કરવા આવતા હોય છે અને તેમાંય યુવાનો માટે આ જગ્યા બેસ્ટ ચોઇસ છે.

image source

કસોલ ગામ આમ તો બહુ મોટું નથી અને એટલા માટે જ અહીં ફરવા માટે તમારે વધારે સમય પણ નહીં લાગે. સાથે જ અહીં તમારે કોઈ અસુવિધાનો સામનો પણ નહીં કરવો પડે. કસોલમાં ઈન્ટરનેટની સ્પીડ પણ હાઇસ્પીડ હોય છે જેથી નેટવર્ક અને સર્ફિંગ સંબંધી ફરિયાદ પણ નથી રહેતી. જો તમે કોઈ હિલ સ્ટેશન ફરવા જવાની ઈચ્છા રાખતા હોય તો આ સ્થાને જરૂર જવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.