હિન્દૂ પરિવારે મુસ્લિમ પાડોશીને કરી આવી જોરદાર મદદ, દીકરીને દફનાવવા આપી જમીન
કોમી એખલાસનું ઉદાહણ પુરુ પાડતો કિસ્સો – હિન્દૂ પરિવારે મુસ્લિમ દીકરીને દફનાવવા માટે આપી જમીન
જીંદ ના એક ગામમાં સાંપ્રદાયિક એખલાસનું ઉદાહરણ પુરુ પાડતી એક ઘટના તાજેતરમાં ઘટી ગઈ છે. અહીંના એક હિન્દૂ પરિવારે મુસ્લિમ પાડોશીની મદદ માટે પહેલ કરી છે. મુસ્લિમ પરિવારમાં થોડા દિવસો પહેલાં એક 13 વર્ષીય દીકરીનું મૃત્યુ થયું હતું જેને દફનાવવા માટે હિન્દુ પરિવારે પોતાની જમીનનો એક ટુકડો આપ્યો છે. વાસ્તવમાં કબ્રસ્તાનમાં પાણી ભરાઈ ગયું હોવાના કારણે તેણીને ત્યાં દફનાવી શકાય તેમ નહોતી, તેવામાં હિન્દુ પરિવારે મદદ માટે હાથ લંબાવ્યો હતો. ત્યાર બાદ મૃત કીશોરીને ત્યાં દફનાવામાં આવી હતી.

આ આખીએ ઘટના જીંદના ગુલ્ફાની ગામની છે, અહીં ઘણા બધા મુસ્લિમ સમુદાયોએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા દસ વર્ષથી તેઓ પોતાના મૃત પરિજનોને દફનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પણ બધા જ સરપંચ તેમજ જિલ્લા પ્રશાસને તેને લઈને કશું જ કર્યું નથી.
શવ દફનાવવા માટે જમીન નહોતી મળી રહી

મુસ્લિમ પરિવાના લોકોનું કેહવું છે કે કીશોરીનું મૃત્યુ થઈ ગયા બાદ ઘણી જગ્યાએ સંપર્ક કરવામાં આવ્યા તેમ છતાં બપોર થવા સુધી તેના અંતિમ સંસ્કાર માટે જગ્યાની વ્યવસ્થા નહોતી થઈ રહી. છેવટે હિન્દુ સમુદાયના એક વ્યક્તિએ દીકરીના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન પાસે જમીનનો એક ટુકડો આપીને તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો.
મુશ્કેલીઓ છતાં મદદ કરી

કીશોરીના પિતા જોગિંદરે જણાવ્યુ કે જિલ્લા પ્રશાસન અમારી માંગોને પુરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. અમે એક નાનકડો જમીનનો ટુકડો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ કોઈ પણ આ મુદ્દાનું નિરાકરણ લાવવા તૈયાર નથી. આ દરમિયાન એક હિન્દુ પરીવારે આગળ આવીને અમને સ્મશાન પાસે એક જમીનનો ટુકડો આપીને મદદ કરી. પાડોસી ખેડૂતને નહેરનું પાણી મળવાના વારા બાદ પોતાના ખેતરની સિંચાઈ કરવી પડે છે, તેમ છતાં તેણે પોતાની જમીન આપી. જ્યારે અધિકારીઓ આટલા લાંબા સમય સુધી આ મુદ્દાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ સ્થીર સમાધાન ઇચ્છે છે.
સરપંચે સમાધાનનો ભરોસો આપ્યો

તો બીજી બાજુ આ ગામના સરપંચ જયદીપ સિંહે જણાવ્યું, ગામમાં 16 જાતીઓ રહે છે અને બધા જ સૌહાર્દ તેમજ ભાઈચારાની ભાવના સાથે એક સાથે રહે છે. એકધારા વરસાદથી કબ્રસ્તાનમાં પાણી ભરાઈ ગયું છે. પંચાયતે પાણીના નિકાલ માટે બે વ્યક્તિઓને નજીકના ખેતરમાં પાઈપ દ્વારા પાણી નીકાળવા માટે નિયુક્ત કર્યા છે. તેઓ જલદી જ એક વ્યવસ્થા કરશે જેથી કરીને ગામના મુસ્લિમ પરિવારોને ભવિષ્યમાં ગામમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.