વિશ્વના આ 5 “હીરો ડોગ” વિશે જાણીને તમને પણ લાગશે નવાઇ, કે જેમને પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવ્યો છે માલિકનો જીવ

આપણી આસપાસ એવા અનેક જીવો રહે છે જેની કોઈકને કોઈક ખાસ વિશેષતા હોય છે. તેમાંય ખાસ કરીને કુતરાને સૌથી વફાદાર પ્રાણી ગણવામાં આવે છે અને તે માણસ સાથે અણીના સમયે એવી વફાદારી નિભાવે છે કે તે જીવનભર યાદ રહી જાય. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના એવા 5 કૂતરાઓનો પરિચય કરાવવાના છીએ જેઓએ પોતાના જીવની પરવાહ કર્યા વિના એવા કારનામા કરી દેખાડ્યા કે વિશ્વભરમાં તેને સમ્માન મળ્યું.

1). વર્ષ 2018 ના જૂન મહિનામાં પોલા ગોડવિન નામક મહિલા એરિઝોના ખાતે હાઇકીંગ સબબ ગઈ હતી. અને ત્યાં તેનો પગ ભૂલથી રેટરસ્નેક પર પડ્યો હતો તે સમયે તેનો જીવ બચાવવા તેના પાલતુ ડૉગીએ સાહસ દેખાડ્યું હતું અને તે સમયે એ ડૉગીની ઉંમર ફક્ત એક વર્ષની જ હતી. આ ઘટના બાદ પોલાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ શેયર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે આ મારો પાલતુ ડોગી મારો હીરો છે જેણે મારા પર કૂદકો મારી મને સાપના ડંખથી બચાવી હતી.

image source

2). આ કૂતરો પોતાના કારનામાને કારણે દુનિયાભરના પ્રસિદ્ધ થયો હતો. અસલમાં વર્ષ 2018 માં યુએસએના મિસોરી ખાતે રહેતી એક બાળકી ગુમ થઇ ગઈ હતી. ત્યારબાદ બાળકીના પરિવારે તેને શોધવા માટે એક રેસ્ક્યુ મિશન શરુ કર્યું. રેસ્ક્યુના 12 કલાક બાદ બાળકી એક કોર્નફિલ્ડ ખાતેથી મળી આવી હતી. કહેવાય છે કે આ દરમિયાન તેનો પાળેલો ડોગી ” ફેટ હીથ ” બાળકી સાથે જ રહ્યો હતો.

3). પોલેન્ડમાં પણ વર્ષ 2013 માં એક 3 વર્ષની બાળકી ગુમ થઇ ગઈ હતી અને આખી રાત ઠંડીના માહોલ વચ્ચે ઘર બહાર રહી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે બાળકીને શોધનાર ફાયરફાઈટરના કહેવા મુજબ એ બાળકી સાથે પણ તેનો પાલતુ ડોગી સાથે જ રહ્યો હતો અને તેને એકલી છોડી ન હતી.

image source

4).આયર્લેન્ડમાં ગયા વર્ષે પોતાના ડોગી “જેક ” સાથે મોર્નિંગ વોક કરવા નીકળેલા એક વયોવૃદ્ધ વ્યક્તિ અકસ્માતે ઊંડા ખાડામાં પડી ગયા હતા. તેના કહેવા મુજબ જયારે તેઓ ખાડામાં પડેલા હતા ત્યારે તેઓને પોતાના ડૉગીની ચિંતા હતી કે તે ક્યાંક તે ગુમ ન થઇ જાય કારણ કે ત્યારે તે સાવ નાનું હતું. પણ તેમ છતાં તે ભાગ્યું નહિ પણ ત્યાં જ રહ્યું હતુ

5). વર્ષ 2018 ના ઓગસ્ટ મહિનામાં કેરળના ઇડુક્કી જિલ્લામાં મોહન પી પોતના પરિવાર સાથે ઊંઘી રહ્યા હતા તે દરમિયાન તેનો ડોગી અચાનક જોરજોરથી ભસવા લાગ્યો.

image source

આ રીતે તેને ભસતા સાંભળીને મોહન પી અને તેનો પરિવાર જાગી ગયો અને તરત ઘરની બહાર નીકળી ગયો. પરિવાર સાથે બહાર નીકળી ગયાની થોડી જ વારમાં ત્યાં જમીન ધસી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.