ઐતહાસિક ઘટના: અધધધ..વર્ષો પછી અંતરિક્ષમાં જોઇ શકશો આ સુંદર નજારો, જોવાનુ ચુકી જશો તો થશે અફસોસ

૧૪ જુલાઈ ૨૦૨૦ એટલે કે કાલથી જ આગળના ૨૦ દિવસ સુધી ભારતના આકાશમાં એક સુંદર મહેમાન આવી રહ્યું છે. આ વખતે એવો અવસર આપણને મળવા જઈ રહ્યો છે જે આગળના ૬૦૦૦ વર્ષ સુધી ફરી વાર આવશે નહિ. એક સુંદર ધૂમકેતુ એટલે કે કોમેટ ભારતના ઉપરથી ગુજરતો જોવા મળશે. ખુશીની વાત તો એ છે કે આ ધૂમકેતુને તમે તમારી ખુલ્લી આંખે પણ જોઈ શકશો. આ ધૂમકેતુને જોવા માટેનો યોગ્ય સમય હશે સવારનો પ્રકાશ થતા પહેલા ૨૦ મિનીટ માટે આ દ્રશ્યને તમે જોઈ શકશો. અંતરીક્ષમાં આવનારા આ ધૂમકેતુનું નામ છે નીયોવાઈઝ.

image source

નીયોવાઈઝ (Neowise) એ એક કોમેટ છે એટલે કે ધૂમકેતુ. ધૂમકેતુ વિશે આપણે ભણી ચુક્યા છીએ કે એનો આગળનો ભાગ ત્રીવ્ર પણે સળગતો હોય છે અને એના પાછળના ભાગમાં લાંબો પ્રકાશ એટલે કે પૂંછડી જેવું હોય છે. આ ધૂમકેતુની તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા એટલે કે ટ્વીટરમાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

ધૂમકેતુનું અંતર લગભગ ૧૦.૩ કરોડ કિલોમીટર

image source

આ ધૂમકેતુને અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ આ વર્ષના માર્ચ મહિનામાં શોધ્યો હતો. આ ધૂમકેતુ આપણી ધરતીની સૌથી નજીકમાં ૨૨ અને ૨૩ જુલાઈના દિવસે હતી. આ સમયે પૃથ્વીથી આ ધૂમકેતુનું અંતર લગભગ ૧૦.૩ કરોડ કિલોમીટર કરતા પણ ઘણું વધારે હશે. આ ધુમકેતુ પૃથ્વીના એક વિસ્તારોમાં જોવા મળ્યો છે. હવે સમય છે ભારતનો, જ્યારે આ ભારતમાં પણ જોવા મળશે. જો કે આ પહેલા પણ જ્યારે એ પૃથ્વી નજીક આવતો હતો, ત્યારે એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી એને જોવામાં આવ્યો હતો. જેની કેટલીક તસ્વીર પણ એસ્ટ્રોનોટ બોબ બેનકેને પોસ્ટ કરી હતી.

નિયોવાઈઝ ૬૮૦૦ વર્ષમાં એક ચક્કર લગાડે છે

image source

નાસાના જણાવ્યા પ્રમાણે નિયોવાઈઝ સુરજની આસપાસ પોતાનું એક ચક્કર ૬૮૦૦ વર્ષમાં એક વાર લગાડે છે. એટલે કે આ ધૂમકેતુ હવે આપણા સૌરમંડળમાં હજારો વર્ષ પછી પાછો ફરશે. એટલે કે હવે લગભગ ૬૦૦૦ વર્ષ પછી આ નિયોવાઈઝ પૃથ્વી પરથી ફરી જોઈ શકાશે

image source

. જો તમે પણ આ ઐતિહાસિક ક્ષણોને માણવા માંગો છો તો તમારા માટે એક ખુશીની વાત છે. તમે પણ આ ધૂમકેતુને તમારી ખુલ્લી આંખે અથવા સામાન્ય દૂરબીનથી પણ જોઈ શકશો. જો તમારી પાસે એસ્ટ્રોનોમીકલ દૂરબીન હશે તો તમને આ ધૂમકેતુનો નજરો શાનદાર અને સુંદર રીતે જોવા મળશે.

કયા સમયે આ જોઈ શકાશે?

નિષ્ણાતોના મતે સવારના સમયે સૂર્યોદય થવાના બરાબર થોડાક સમય પહેલા અડધા કલાકના સમયમાં જોઈ શકાશે. એટલે કે જો સુરજ સવારના પાંચ વાગે ઉગે છે તો આ ધૂમકેતુ જોવાનો સમય ૪.૧૩ થી ૪.૪૫ સુધીનો રહેશે. આ સમય દરમિયાન નિયોવાઈઝ ધૂમકેતુ ઉત્તર પશ્ચિમ દિશામાં નરી આંખે પણ જોઈ શકાશે.

ધૂમકેતુની શોધ ૨૭ માર્ચ ૨૦૨૦ના રોજ થઇ

image source

આ ધૂમકેતુને વૈજ્ઞાનિકો દ્વારા C/2020 F3 NEOWISE નામથી પણ ઓળખાવે છે. એવું પણ બની શકે કે તમે જ્યારે નિયોવાઈઝ ધૂમકેતુને જોઈ રહ્યા છો, ત્યારે તમને આકાશમાં હળવી આતિશબાજી જેવું દ્રશ્ય જોવા મળી શકે. આ કોમેટનું નામ નીયોવાઈઝ નાસાના નીયર અર્થ ઓબ્જેક્ટ વાઈડ ફિલ્ડ ઈન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર મિશનના નામ પરથી રાખવામાં આવ્યું છે. કારણ કે આ મિશનના અંતર્ગત જ આ ધૂમકેતુની શોધ ૨૭ માર્ચ ૨૦૨૦ના રોજ થઇ હતી. આ સ્પેસક્રાફ્ટને વર્ષ ૨૦૦૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ધૂમકેતુની લંબાઈ પાંચ કેલીમીટર જેટલી

image source

આ ધૂમકેતુ (કોમેટ) એટલે કે નિયોવાઈઝનો અભ્યાસ કરી રહેલી નાસાની વૈજ્ઞાનિક એમી મેજર જણાવે છે કે આ ધૂમકેતુની લંબાઈ લગભગ પાંચ કેલીમીટર જેટલી છે. જો કે નિયોવાઈઝના કેન્દ્રનો જન્મ ૪.૬ બિલીયન વર્ષ પહેલા થયો હશે. ત્યારથી લઈને અત્યાર સુધી આ ધૂમકેતુ પોતાના પરિભ્રમણ પ્રક્રિયા દરમિયાન આપણા સૌરમંડળમાંથી પણ પાસાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span