કાળા-ગોરાના ભેદ: ઇતિહાસમાં પહેલીવાર અમેરિકન નેવીની એર વિંગમાં શામેલ થઈ અશ્વેત મહિલા ફાઇટર પાઇલટ

અમેરિકન નેવીની એર વિંગમાં ઇતિહાસમાં પ્રથમવાર શામેલ થઈ અશ્વેત મહિલા ફાઇટર પાઇલટ

અમેરિકામાં કાળા-ગોરાના ભેદ છેલ્લી ઘણી સદીથી ચાલતો આવે છે. તે ભેદભાવને દૂર કરવા માટે ત્યાંના નેતાઓએ અઢળક પ્રયત્નો કર્યા છે. તેમ છતાં ત્યાંના કેટલાક ગોરા લોકોમાં આજે પણ અશ્વેત લોકો પ્રત્યે ભેદભાવ રહેલો છે. અને છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં આ જ ભેદભાવને લઈને ભારે હોબાળો મચ્યો છે અને ઘણી બધી હિંસક ઘટનાઓ પણ ઘટી છે.

image source

અહીં વસતા અશ્વેત લોકોને અમેરિકન આફ્રિકન કેહવામાં આવે છે. તેઓ સદીઓથી અહીં વસેલા છે અને તેમણે અશ્વેત હોવાના કારણે અત્યાર સુધીમાં ઘણા બધા ભેદભાવોનો સામનો કરવો પડ્યો છે. માટે જ જ્યારે બરાક ઓબામા કે જેઓ એક અશ્વેત હતા તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે જાણે અમેરિકામાં એક નવો સુરજ ઉગ્યાનો અહેસાસ થયો હતો. પણ તેમ છતાં હજુ પણ કેટલાક લોકોમાં આ ભેદભાવ ઘર કરી ગયો છે. અને તેમ છતાં જેને આગળ વધવું જ છે તેઓ અઘરામાં અઘરા પડકારોને પાર કરીને આગળ વધી જ રહ્યા છે.

image source

તાજેતરમાં અમેરિકન નેવીમાં એક આફ્રિકન મૂળની અમેરિકન મહિલાની પસંદગી એક ફાઈટર પાયલટ તરીકે કરવામાં આવી છે. આ મહિલાનું નામ છે મેડલિન સ્વીગલ છે. તેણીએ અમેરિકન નેવીમાં પ્રથમ અશ્વેત મહિલા પાયલટ બનીને ઇતિહાસ બનાવ્યો છે.

image source

આ સમાચારની માહિતી અમેરિકન નેવીના નેવલ એન્ડ ટ્રેનિંગ કમાન્ડના ટ્વીટર પર ટ્વીટ કરવામાં આવ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેડલિને કઈ સિદ્ધિ હાંસલ કરી છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે મેડલિન જરૂરી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ અમેરિકાની પ્રથમ ટેક્ટિકલ એરક્રાફ્ટ ઉડાવનાર પ્રથમ અશ્વેત મહિલા પાયલટ બની છે. આ પહેલાં અમેરિકન નેવી દ્વારા પણ મેડલિનની આ સિદ્ધિને ટ્વીટ કરીને બીરદાવવામાં આવી હતી.

તેમના ટ્વીટ પ્રમાણે લેફ્ટેનન્ટ ફ્લાઇંગ ઓફિસર મેડલિને વિંગ્સ ઓફ ગોલ્ડ બેજ મેળવ્યો છે. અને અમેરિકન નેવીની એર વિંગમાં આ સમ્માન પ્રથમવાર કોઈ અશ્વેત મહિલાને મળ્યું છે. તેણીને 31મી જુલાઈના રોજ એક સમારોહમાં આ વિંગ્સ ઓફ ગોલ્ડ બેજ આપવામા આવશે.

મેડલિન અમેરિકાના વર્જિનિયાના બુર્કેની રહેવાસી છે. તેણી 2017ના વર્ષમાં યુએસ નેવલ એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થઈ હતી. મળેલી માહિતી પ્રમાણે તેણીને કિંગ્સવિલે રેડહોક્સ ટ્રેનિંગ સ્કવોર્ડ્રન 21ની જવાબદારી સોંપવામાં આવી હતી. અમેરિકન નેવીએ થોડા દિવસો પહેલાં એક સંકેત પણ આપ્યો હતો કે તેઓ રંગભેદ તેમજ વંશ ભેદના પ્રશ્નોને હલ કરવા માગે છે, આમ કરીને તેઓ આવા સમુદાયના લોકોને નડતી મુશ્કેલીઓનો અંત લાવી શકશે અને નેવીમાં બધાને સમાન તક મળે.

અમેરિકન નેવિમાં કુલ 765 મહિલા પાઇલટ

image source

એક અશ્વેત મહિલા અમેરિકન નેવીની ફ્લાઇંગ વિંગમાં પ્રથમ ફાયર ફાઈટર બની હોય તેની આ પ્રથમ ઘટના છે પણ 1974માં રોઝમેરી મેરિનર નામની એક મહિલા ટેક્ટિકટલ ફાઈટર જેટ ઉડાવનાર પ્રથમ મહિલા બની હતી, આજે તે ઘટનાને 46 વર્ષ બાદ અશ્વેત મહિલા સ્વીગલે એક નવો જ ઇતિહાસ બનાવ્યો છે. એક વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ફાઈટર યુનિટમાં અશ્વેત પાઇલટ હોવા ઘણા દુર્લભ છે. 2018 સુધીમાં મહિલા પાયલટની સંખ્યા અમેરિકન નેવીમાં 765 હતી, જે આ રેન્કના કુલ પાઇલટની સરખામણીએ 7 ટકા જેટલી ઓછી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span