Video: 24 વર્ષના આ યુવકે ચાર કલાક માટે પોતાના ચહેરા પર બેસાડી 60,000 મધમાખીઓ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

કેરળના એક 24 વર્ષના યુવકે ચાર કલાક અને દસ મિનિટ સુધી પોતાના ચેહરા પર 60000 જેટલી મધમાખીને બેસાડી નવો જ રેકોર્ડ બનાવ્યો છે. આ યુવકનું નામ નેચર એમએસ છે અને તેના આ કારનામાનો વિડીયો પણ વાયરલ સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ છે. અસલમાં નેચર એમએસએ આ રેકોર્ડ વર્ષ 2018 માં જ બનાવ્યો હતો અને તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું. પરંતુ તાજેતરમાં જ ડેલી મેલ નામની એક અંગ્રેજી વેબસાઈટમાં તેનો ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ થતા તેનો એ જૂનો વિડીયો ફરી એકવાર વાયરલ થઇ રહ્યો છે.

image source

વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે નેચર એમએસનો આખો ચેહરો અને ખભો મધમાખીના એક મોટા ઝુંડ દ્વારા ઢંકાઈ ગયો છે. જો એક નેચર એમએસ માટે આ સામાન્ય વાત છે કારણ કે તે મધમાખીને પોતાની મિત્ર માને છે

સાત વર્ષનો હતો ત્યારથી છે મધમાખી સાથે પ્રેમ

નેચર એમએસના પિતા સંજય કુમાર વ્યવસાયે એક મધમાખી પાલક છે અને મધનો વેપાર પણ કરે છે અને તેઓને મધમાખી પાલન ક્ષેત્રે અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે. પિતાના આ વ્યવસાયને કારણે જ નેચર એમએસ બાળપણથી જ મધમાખી ફ્રેન્ડલી છે.

નેચર એમએસના કહેવા મુજબ મધમાખી સાથે તે જે કંઈપણ કરતબ કરી દેખાડે છે તેનો શ્રેય તેના પિતાને જાય છે. કારણ કે તેઓએ જ નેચર એમએસને મધમાખી સાથે કેમ વર્તન કરવું અને કઈ રીતે તેને આપણી મિત્ર બનાવવી એ શીખવ્યું હતું. નેચર કહે છે કે તે જયારે સાત વર્ષનો હતો ત્યારથી જ મધમાખીને પોતાના ચેહરા અને શરીર પર બેસાડતો હતો.

કઈ રીતે કરે છે આવો સ્ટન્ટ ?

નેચર જે રીતે પોતાના શરીર અને ચેહરા પર મધમાખી બેસાડે છે એ દ્રશ્ય જોઈને પણ આપણને કમકમાટી છૂટી જાય છે ત્યારે ખુદ નેચર એમએસ એ પણ જણાવે છે કે તે કઈ રીતે આ સ્ટન્ટ કરી શકે છે અને શા માટે તેને મધમાખી નથી કરડતી. નેચર એમએસ કહે છે કે જો તમારે પણ તમારા શરીર પર કે ચેહરા પર આ રીતે મધમાખી બેસાડવી હોય તો તમારે સૌ પહેલા રાણી મધમાખીને શોધવી પડે છે અને તેને તમારા શરીર પર રાખવી પડે છે. રાણી મધમાખી આવી જાય એટલે બાકીની મધમાખી આપોઆપ જ તેની આસપાસ ગોઠવાતી જાય છે.

નેચર એમએસના કહેવા મુજબ મધમાખીથી અનેક લોકો ડરે છે પરંતુ મારા પિતાજીએ શખવાડ્યુ હતું કે જયારે તમારી આસપાસ મધમાખી હોય ત્યારે મગજ શાંત રાખવી અને હલન-ચલન ન કરવું. આમ કરવાથી મધમાખીને તમારાથી ભય નથી લાગતો જેથી એ તમને કરડતી પણ નથી. હું પોતે પણ જયારે મધમાખીહ સાથેનો સ્ટન્ટ કરું છું ત્યારે મગજ શાંત રાખું છે અને આરામથી લાંબા શ્વાસ લેતો રહુ છું. નેચર એમએસ કહે છે કે મધમાખી આપણા સમાજનું મહત્વનું અંગ છે અને તેનું રક્ષણ કરવું આપણી ફરજ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.