કાકીએ આ યુગલને હનીમૂન પર મોકલીને જબરો કાંડ કર્યો, કપલ હનીમૂનના બદલે પહોંચી ગયું સીધું જેલમાં

હાલમાં સુશાંત કેસમાં ડ્રગ્સ કેસ આવ્યો અને ત્યારથી જ નાર્કોટિક્સ વિભાગ ભારે ચર્ચામાં છે. ત્યારે હાલમાં એક એવી ઘટના બની કે જેમાં પણ નાર્કોટિક્સ વિભાગનો મોટો રોલ છે અને આ ઘટના અંગે સાંભળી બધાને આંચકો લાગ્યો છે. જો કે આ કેસ ડ્રગ્સનો સંબંધ છે કે બીજો એ તમને વાંચ્યા પછી જ ખબર પડી. તો આવો જાણીએ આ કિસ્સાને વિગતવાર. હાલમાં નાર્કોટિક્સ વિભાગની એક ટીમે કતારના દોહામાં 10 વર્ષનો જેલવાસ ભોગવી રહેલાં નિર્દોષ ભારતીય દંપતિને સ્વદેશ પરત લાવવાની દિશામાં કાર્યવાહી આદરી છે.

લોહીનો સંબંધ ધરાવતી કાકીએ જ દગો કર્યો

image source

બન્યું એવું કે મુંબઈના રહીશ શરીક કુરેશી અને તેની પત્ની ઓનિબા કુરેશીની સાથે કોઈ પારકાએ નહીં પણ લોહીનો સંબંધ ધરાવતી કાકીએ જ દગો કર્યો હતો. આ વાત છે વર્ષ 2019ની. કે જ્યારે આ કપલ હનીમૂન પેકેજ પર આવ્યુ હતુ. ત્યારે એરપોર્ટ પર કસ્ટમ ચેકિંગમાં તેમની બેગમાંથી 4 કિલો ચરસ મળ્યુ હતુ. તે સમયથી જ શરીક અને ઓનિબા કુરેશી કતારની જેલમાં પોતાનાં નવજાત બાળકની સાથે પોતાની સજા ભોગવી રહ્યા છે. આ ફિલ્મી પટકથા જેવી ઘટનાની શરૂઆત વર્ષ 2018થી થાય છે. જ્યારે મુંબઈમાં શરીક કુરેશીના ઓનિબા કુરેશીના નિકાહ થયા હતા. ઘર અને નોકરીની વ્યસ્તતાના કારણે આ કપલને હનીમૂન ટૂર માટેનો સમય મળ્યો ન હતો.

પરાણે હનીમૂન માટે ધકેલ્યાં

image source

પરંતુ લગ્નના થોડા મહિના બાદ આ નવયુગલે તેમનાં એક કાકી તબસ્સુમે પોતાના તરફથી ગિફ્ટ રૂપે પરાણે હનીમૂન પેકેજ પકડાવ્યું હતું. તબસ્સુમે તેમની સંમતિની રાહ જોયા વિના જ હોટલ, ફ્લાઇટ વગેરે બૂક કરાવી દીધાં હતાં અને હવે મારાં નાણાં વેડફાશે એમ કહી તેમને પરાણે હનીમૂન માટે ધકેલ્યાં હતાં. જેમાં બંનેને કતાર જવા માટે પ્લેનનું બુકીંગ મુંબઈના બદલે બેંગ્લોરથી કરાવવામાં આવ્યુ હતુ. બેંગ્લોર પહોંચ્યા બાદ શરીક અને ઓનિબાને એક હોટેલમાં રોકાણ કરાવ્યુ હતુ. આ દરમિયાન તબસ્સુમે શરીકને એક બેગ આપીને તેને કતાર લઈ જવા કહ્યુ હતુ.

કતારના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરાણ કર્યુ

image source

જો કે તે સમયે એવું પણ બન્યું કે, શરીકે બેગમાં શું છે, તેવો સવાલ કર્યો તો કાકીએ તેમાં ગુટખાના પેકેટ છે, તે કતારમાં મળતા નથી એટલે લઈ જવા પડશે. આ બેગ એક સંબંધીને જ આપવાની છે, તેમ કહીને વાતને ઢાંકી દીધી હતી. પરંતુ થોડી બોલાચાલી બાદ તેમની વાત માની લઇ શરીક અને ઓનિબા 6ઠ્ઠી જુલાઈ, 2019ના દિવસે કતારના માટે રવાના થયા. બંને જણાં કતારના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરાણ કર્યુ ત્યારે કસ્ટમ દ્વારા તેમના સરસામાનનું ચેકિંગ કર્યુ હતુ.

બેગને અધિકારીઓએ જપ્ત કરી લીધી

image source

હવે શરુ થાય છે ખરાખરીનો ખેસ. ચેકિંગ વખતે દંપતિની બેગને ક્લિયરન્સ મળી ગયુ હતુ. પરંતુ કાકીએ આપેલી બેગને અધિકારીઓએ જપ્ત કરી લીધી હતી. કારણ તેમની તપાસમાં બેગમાંથી 4 કિલો ચરસ મળી આવ્યુ હતુ. હવે તેઓ નિર્દોષ સાબિત ન કરી શક્યા અને બંનેની ધરપકડ થઇ હતી. આ યુગલને કતારની ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા 10 વર્ષની કેદ થઇ છે. યુગલ કતાર પહોંચ્યું ત્યારે પત્ની ઓલરેડી ગર્ભવતી હતી અને તેણે જેલમાં જ બાળકને જન્મ આપ્યો છે. જો કે હાલમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના વડા રાકેશ અસ્થાનાના ધ્યાને આ કેસ લાવવામાં આવ્યો હતો. સુશાંત કેસની તપાસ માટે મુંબઇ આવેલા અસ્થાનાએ આ કેસમાં યુગલના પરિવારજનોને મદદની ખાતરી આપી હતી.

શરીક અને તબસ્સુમ વચ્ચે ફોન ચેટ બતાવી

image source

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો એનસીબીએ તબસ્સુમ તથા તેના સાથીઓની ધરપકડ કરી લીધી છે અને હવે ડિપ્લોમેટિક પ્રયાસો દ્વારા યુગલને છોડાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ કપલના સ્વજનોએ વિવિધ ભારતીય એજન્સીઓનો સંપર્ક કર્યો હતો અને તેમને ખાસ તો શરીક અને તબસ્સુમ વચ્ચે ફોન ચેટ બતાવી હતી. જેના આધારે એવું નક્કી થયું હતું કે તબસ્સુમે ખરેખર શરીક અને તેની પત્નીને ડ્રગ જાળમાં ફસાવ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.