જો કોઈ હોસ્પિટલ તમને દાખલ કરવા માટે ના કહે તો તમે શું કરશો? જાણો…

ભારતમાં પબ્લિક હેલ્થની દિશામાં હજી ઘણા ફેરફાર કરવાની જરૂર છે, આ એક સત્ય છે. ભારતનું આરોગ્ય માળખું પૂરતા પ્રમાણમાં ન હોવા છતાં ભારતમાં દર્દીઓ પાસે સંવેધનિક અને કાયદાકીય અધિકારો છે. નોયડામાં જે રીતે એક ગર્ભવતી મહિલાની સારવાર માટે ના પાડવામાં આવી એ ઘટના પછી બધા માટે એ ખૂબ જ જરૂરી છે કે એ સ્વાસ્થ્યના અધિકારો વિશે જાણે

image source

હાલ થોડા સમય પહેલા જ, નોઈડાના 8 હોસ્પિટલોએ ગર્ભવતી મહિલાને દાખલ કરવાની ના પાડી દીધી હતી અને એ પછી એ મહિલાના મૃત્યુના સમાચાર બાદ ઘણી બધી ચર્ચાઓ થઈ. કોરોના વાયરસના આ સમયમાં આખા દેશમાંથી ઘણી એવી ખબરો સામે આવી રહી છે કે કોરોના વાયરસ સંકર્મીતોની સારવાર માટે ના પાડવામાં આવી. એવામાં સવાલ એ છે કે શું ભારતના લોકો સ્વાસ્થ્ય સંબંધિત અધિકારોથી માહિતગાર છે? શું તમને ખબર છે કે આવી પરિસ્થિતિમાં કઈ રીતે કાયદાકીય લડત આપી શકાય?

વર્ષ 2018માં પહેલીવાર દેશમાં દર્દીઓના અધિકારો સંબંધિત એક વિસ્તૃત ચાર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 17 અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

1.સ્વાસ્થ્ય સંબંધિત બધી જ સૂચના અને માહિતી તમે ડોકટર કે હોસ્પિટલ પાસેથી લઈ શકો છો.

image source

2. પોતાના સ્વાસ્થ્ય કે સારવારને લગતા રેકોર્ડસ અને રિપોર્ટ્સ તમે મેળવી શકો છો.

3. ઇમરજન્સી સ્થિતિમાં પૂરેપૂરું કે એડવાન્સ પેમેન્ટ આપ્યા વગર તમને સારવાર માટે ના નથી પાડી શકાતી.

image source

4. તમારી તંદુરસ્તી વિશે હોસ્પિટલ કે ડોકટરે ગોપનીયતા રાખવી પડશે અને સારું વર્તન કરવું પડશે.

5. તમારી સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી કરી શકાતો.

image source

6. સારવારમાં ક્વોલિટી અને સુરક્ષા તમને મળવી જ જોઈએ.

7. તમે સારવાર અંગેના અન્ય ઉપલબ્ધ વિકલ્પ પસંદ કરી શકો છો.

8. તમે બીજા કોઈ ડોકટરનો સેકન્ડ ઓપિનિયન લેવા માટે સ્વતંત્ર છો.

image source

9. સારવારની કિંમત અને સગવડોને લઈને પારદર્શિતા ડોકટરો તેમજ હોસ્પિટલોએ રાખવી જોઈએ.

10. તમે દવાઓ કે પછી ટેસ્ટ માટે તમારી મરજી મુજબ સ્ટોર કે સંસ્થાની પસંદગી કરી શકો છો.

11.ગંભીર રોગોની સારવાર કરતા પહેલા એને લગતો ખતરો, પ્રક્રિયાઓ અને પરિણામ જણાવીને દર્દીની મંજૂરી જરૂરી છે.

image source

12.વ્યવસાયિક હિતને ધ્યાનમાં લીધા વગર સેવા મળવી જોઈએ.

13.બાયોમેડીકલ કે પછી સ્વાસ્થ્ય શોધોમાં સામેલ લોકોથી તમને સુરક્ષા મળવી જોઈએ..

14. ક્લિનિકલ ટ્રાયલમાં સમાવેશ કરેલા દર્દીઓથી તમને સુરક્ષિત રાખવા જોઈએ..

15. બીલિંગ વગેરે જેવી પ્રક્રિયાઓના કારણે તમારું ડિસ્ચાર્જ કે શબની સોંપણી હોસ્પિટલ ટાળી નથી શકતું.

16. દર્દીને સરળ ભાષામાં સાવસ્થ્ય અને સારવાર વિશે માહિતી આપવી જોઈએ

image source

17. તમારી ફરિયાદો સાંભળીને ડોકટર કે હોસ્પિટલે એનું નિવારણ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.