એવું તો આ હોટલમાં શું છે કે તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું?? રસપ્રદ વાત છે…

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, તે દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી હોટલમાં રોકાય અને વિશ્વ સ્તરની તમામ સુવિધાઓનો આનંદ ઉઠાવે. સુવિધાઓ સારી મળે, તો લોકો રૂપિયા ગણવાની ચિંતા નથી કરતા, આમ તો તમે દુનિયામાં સારામાં સારી અને મોંઘામા મોંઘી એવી 7 સ્ટાર સુવિધાઓ વિશે સાંભળ્યુ હશે અને વાંચ્યું પણ હશે. પણ આજે અમે તમને જાપાનની એક એવી હોટલ વિશે બતાવવા જઈ રહ્યા છે, જેને 2011માં દુનિયાની સૌથી જૂની હોટલ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન બનાવ્યું છે. Nishiyama Onsen Keiunkan હોટલને જાપાનના Fujiwara Mahito નામના એક વ્યક્તિએ 705 ઈસ્વીસન સદીમાં બનાવી હતી. આજે આ પરિવારની 52મી પેઢી હોટલને હંમેશાની જેમ શાનદાર રીતે ચલાવી રહી છે.

Image
image source

આ હોટલે આજે પણ તેની વિશ્વસનીયતા ટકાવી રાખી છે. આ હોટલના ગેસ્ટ લિસ્ટમાં દુનિયાભારના અનેક હાઈપ્રોફાઈલ લોકો આવે છે. દુનિયાભરના ટોપ પોલિટિશ્યનથી લઈને સમુરાઈ સુધી હોટલના ખાસ મહેમાન બની ચૂક્યા છે. આ હોટલ પોતાની આલિશાન અને આરામદાયક ગરમ પાણીના ઝરણા માટે પણ બહુ જ ફેમસ છે. જે અન્ય હોટલો કરતા તેને ખાસ બનાવે છે.

આ હોટલને છેલ્લે વર્ષ 1997માં રિનોવેટ કરવામાં આવી હતી. પરંતુ આ હોટલે આજે પણ પોતાની જૂની અને પ્રાચીન ઓળખ બનાવીને રાખી છે. આ હોટલમાં કુલ 37 રૂમ છે, અને તેના એક રૂમનું એક રાતનું ભાડુ 470 ડોલર છે.

 

View this post on Instagram

 

A post shared by Rowan Messner (@rowanmessner86) on

Image
image source

આ હોટલની પાસે તમને પહાડના એવા નજારા જોવા મળશે જે ક્યારેય નહિ જોયા હોય. આ ઉપરાંત તમે અહીં માઉન્ટ ફુજી અને Jigokudani મન્કી પાર્ક પણ જોઈ શકો છો, જે હોટલથી બહુ જ પાસે આવેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.