જોઇ લો તસવીરમાં રામાનંદ સાગરની ‘શ્રી કૃષ્ણા’માં રાધાનું પાત્ર ભજવનાર અભિનેત્રી 27 વર્ષ પછી કેવી લાગે છે

કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં હજુ પણ લોકડાઉન ચાલી રહ્યું છે. એક સમાચાર પ્રમાણે 17મી મે બાદ વિવિધ રાજ્યો પોત પોતાની અનુકુળતા પ્રમાણે લોકડાઉનમાં છૂટછાટો આપવાનું શરૂ કરશે. પણ આ લોકડાઉન દરમિયાન લોકોને ઘણા બધા જૂના શોઝ જોવા મળ્યા છે. તેમાં પણ રામાનંદ સાગરની રામાયણને તો કરોડોની વ્યુઅરશીપ મળી ગઈ છે. અને લોકોને આ ઉપરાંત પણ 80 તેમજ 90ના દાયકાના શોઝ જોવા હાલ ખુબ ગમી રહ્યા છે. આ શોઝમાં, રામાનંદ સાગરની રામાયણ, બી આર ચોપરાની મહાભારત, શક્તિમાન, વિગેરે સિરિયલોનો પણ સમાવેશ થાય છે.

image source

જેવા જ આ જુના શોઝ રીટેલિકાસ્ટ કરવામાં આવ્યા કે તરત જ જે તે સિરિયલોના કલાકારો પણ ફરી ચર્ચામાં આવ્યા છે અને આજે દર્શકોને તે બધા હાલ શું કરી રહ્યા છે કેવા લાગી રહ્યા છે તે જાણવાની આતુરતા રહે છે. આજે અમે તમને રામાનંદ સાગરની શ્રી કૃષ્ણા સિરિયલની રાધા વિષે જણાવવા જઈ રહ્યા છે. રામાયણની જેમ આ સિરિયલને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી. અને હાલ તેનું પણ પ્રસારણ ચાલી રહ્યું છે. આ સિરિયલમાં રાધાનું પાત્ર નિભાવનાર અભિનેત્રીનું નામ છે રેશમાં મોદી.

image source

આ સિરિયલમાં યુવાન કૃષ્ણનું પાત્ર સર્વદમન ડી બેનર્જીએ નિભાવ્યું હતું અને તેમણે તો ઘણા સમયથી અભિનય ક્ષેત્રથી સન્યાસ લઈ લીધો છે. પણ રાધાનું પાત્ર ભજવનાર રેશમાં મોદીએ ત્યાર બાદ ઘણી ફિલ્મો તેમજ સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે રહેના હૈ તેરે દીલમાંમાં મુખ્ય ભુમિકા ભજવી હતી. ત્યાર બાદ તેમણે જૂહી ચાવલા અને ઇરફાન ખાનની ફિલ્મ સાડે સાત ફેરેમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત શ્રી કૃષ્ણાની રાધાએ ચલ ચલેં, ફાંસ – એક જાસૂસ કી કહાની અને મિલતા હૈ ચાંસ બાઈ ચાંસ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

image source

જોકે હાલ તેણી પણ અભિનયથી દૂર હોય તેવું લાગી રહ્યું છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે 27 વર્ષ બાદ તેણી કેવી લાગી રહી છે. 27 વર્ષ એ ઘણો લાંબો સમય છે. અને સમય પસાર થાય તેમ તેમ લોકોના ચહેરા પણ બદલાતા રહે છે અને વૃદ્ધત્વની નિશાનીઓ પણ દેખાવી સ્વાભાવીક છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે સમય વિત્યા બાદ તમે તમારા દેખાવ નહીં પણ તમારા કામના કારણે લોકોને યાદ રહો છો.

image source

તો બીજી બાજુ કૃષ્ણનું પાત્ર ભજવનાર અભિનેતા સર્વદમન ડી બેનર્જી, તેમણે પણ કૃષ્ણા ઉપરાંત ઘણી બધી જગ્યાએ કલાકાર તરીકે કામ કર્યું પણ તેમને હંમેશા કૃષ્ણ ભગવાનના આ રોલ માટે જ યાદ રાખવામાં આવ્યા છે. હાલ આ અભિનેતા ઋષિકેશમાં રહે છે અને ત્યાં લોકોને મેડિટેશન તેમજ યોગ શીખવી રહ્યા છે. તેમણે ઘણા સમય પહેલાં જ પોતાની જાતને ગ્લેમર જગતથી દૂર કરી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.