મુકેશ અંબાણીની આ પાંચ આદતોમાંથી કેટલા વિશે જાણો છો તમે?

મુકેશ અંબાણી દેશના અને હવે તો એશિયાના સૌથી ધનાડ્ય બિઝનેસમેન છે. બિઝનેસ ન્યુસ પેપરથી માંડીને પેજ થ્રી સુધી તેમની ચર્ચાઓ થાય છે. મુકેશ અંબાણીથી માંડીને તેમના પત્ની નીતા અંબાણી તેમના સંતાનો અને તેમની વહુ શ્લોકા મેહતા અંબાણીની પણ અવારનવાર ચર્ચા સોશિયલ મિડિયા માં ચાલતી રહે છે. આખાએ અંબાણી કુટુંબનો એક મોટો ફેન વર્ગ છે જેઓ હંમેશા તેમના વિષે કંઈકને કંઈક નવું જાણવા આતુર રહેતા હોય છે. આજે અમે તમારા માટે મુકેશ અંબાણીની પાંચ ખાસ આદતો વિષેની જાણકારી લઈને આવ્યા છે, તો ચાલો જોઈએ એશિયાના આ ધનાડ્ય માણસની શું આદતો છે.

image source

મુકેશ અંબાણી ભારત જ નહીં પણ એશિયાના પણ સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. તેમની નેટ વર્થની વાત કરીએ તો તે 41 બિલિયન અમેરિકન ડોલર છે. અને તેમને સમગ્ર વિશ્વમાં એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ પણ માનવામાં આવ્યા છે. તેમની એકલી કંપની જ દેશના જીડીપીમાં 5 ટકા ફાળો આપી રહી છે. જો કે આ બધું મેળવવા માટે તેમણે ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. પણ તેમની કેટલીક આશ્ચર્ય પહોંચાડે તેવી પણ આદતો છે. જે તમને પણ તેમને ફોલો કરવા માટે લલચાવશે.

image source

તેઓ પોતાના ડાયેટનું ચુસ્તપણે પાલન કરે છે

મુકેશ અંબાણીએ પોતાના આખાએ જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું આલ્કોહોલીક ડ્રીંક એટલે કે પીણું નથી લીધું. તેઓ નથી તો મદ્યપાન કરતાં કે નથી તો માંસાહાર કરતા, તેઓ એક ચુસ્ત વેજીટેરિયન છે. જો કે તેઓ ક્યાં ખાવું તે બાબતે વધારે ચોક્કસ નથી. તેમણે રસ્તા પરના ઠેલા પરથી પણ ખાવાનું ખાધું છે તો વળી મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં પણ ભોજન લીધું. જો કે તેમને સાદુ ભોજન પણ તેટલું જ પ્રીય છે. તેમને એક પાક્કા ગુજરાતીની જેમ દાળ,ભાત, અને શાક – રોટલી પણ ખૂબ પ્રિય છે.

image source

તેઓ એક વહેલા ઉઠનારા વ્યક્તિ છે

કોઈ પણ સફળ વ્યક્તિની આ એક મુખ્ય આદત છે કે તેઓ ક્યારેય ઉઠવામાં આળસ નથી કરતાં. મુકેશ અંબાણી એક અત્યંત પરિશ્રમી વ્યક્તિ છે, તેઓ આમતેમ આળસમાં પડ્યા રહેવામાં નથી માનતા. તેઓ સવારે 5થી 5.30 વચે ઉઠી જાય છે. ત્યાર બાદ તેઓ સીધા જ જીમમાં વર્કાઉટ કરવા જાય છે, ત્યાર બાદ તેઓ થોડો સમય સમાચાર વાંચવામાં પસાર કરે છે ત્યાર બાદ તેઓ નાશ્તો કરે છે. અને ક્યારેક પોતાના ટેસ્ટ બડ્સને સંતોષ આપવા તેઓ પોતાના ફેવરીટ રેસ્ટોરન્ટમાં પણ નાશ્તો કરવા પહોંચી જાય છે અને પછી સીધા જ કામ પર જતા રહે છે.

image source

રવિવારનો સમય તેઓ પરિવાર સાથે જ પસાર કરે છે

મુકેશ અંબાણી તેમના કુટુંબની ખૂબ નજીક છે. અને તેઓ જ્યારે પણ ઘરેથી કામ માટે બહાર નીકળે છે ત્યારે પોતાના માતાના આશિર્વાદ લેવાનું નથી ચૂકતા. અને રાત્રે સુતા પહેલાં તેઓ પોતાની પત્ની સાથે ઓફિસની બધી જ વાતો પણ શેર કરે છે. તેઓ પોતાનો સન્ડે હંમેશા પરિવાર માટે જ ફાળવેલો રાખે છે, તેઓ આખો રવિવાર પોતાની માતા, પત્ની અને ત્રણ બાળકો સાથે પસાર કરે છે. જેમાં બે મોટા બાળકોએ તો લગ્ન પણ કરી લીધા છે.

image source

તેમણે પોતાની સેલરી પણ છેલ્લા એક દાયકાથી વધારી નથી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હેડ હોવાથી તેઓ એક વર્ષના 2 મિલિયન ડોલર કમાય છે. જો કે આ આંકડો તેમની કંપનીની સાઇઝ પ્રમાણે કંઈ મોટો નથી, કારણ કે તેમણે છેલ્લા 10 વર્ષથી પોતાની સેલેરીમાં વધારો નથી કર્યો. આ બાબતે તેઓ જણાવે છે કે તેઓ મેનેજરીયલ કમ્પેન્સેશન સ્તર માટે એક ઉદાહરણ પુરુ પાડવા માગે છે. તમે જો વિશ્વના બીજા સીઈઓને જોશો તો તેઓ વર્ષના 15.6 મિલિયન ડોલરનો પગાર લે છે જ્યારે મુકેશ અંબાણી પોતાનો પગાર વધારવા નથી માગતા જે તેમને વિશ્વની મોટી-મોટી કંપનીઓના આગેવાનોથી અલગ તારવે છે.

image source

તેમને કાર્સ કલેક્ટ કરવાનો છે ભારે શોખ

મુકેશ અંબાણી એક અત્યંત વિનયી અને સંયમી વ્યક્તિ છે પણ તેમના શોખ તેમના જેટલા સાદા નથી. તેમને કાર કલેક્ટ કરવાનો ખૂબ શોખ છે, હાલ તેઓ પોતાની માલિકીની 170 કાર ધરાવે છે. જેમાં વિશ્વની કેટલીક નોંધનીય કારોનો પણ સમાવેશ થાય છે. જેમ કે સંપૂર્ણ રીતે બુલેટપ્રુફ BMW 670Li જેની કીંમત 2.5 લાખ અમેરિકન ડોલર છે, તો બીજી આકર્ષક કાર છે એસ્ટન માર્ટીન રેપીડ, રોલ્સ-રોય્સ ફેન્ટમ, અને એક સુંદર બેન્ટલી કન્ટીનેન્ટલ ફ્લાઇંગ સ્પર.

તેમની પત્ની નીતા અંબાણીએ તેમના બર્થડે પર તેમને મેબેક 62 ભેટમાં આપી હતી. આ કારની સ્પીડ માત્ર 5.4 સેકન્ડ્સમાં 60 માઇલની ઝડપે પહોંચી જાય છે. અને એક કલાકમાં 249 કી.મીની મુસાફરી કાપી નાખે છે. તેમાં 18-વે પાવર રીઅર સીટ્સ છે, વાયરલેસ હેડફોન્સ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અંબાણીના એન્ટિલિયાના પહેલાં છ માળ તો માત્ર કારના પાર્કીંગ્સને જ ફાળવવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.