શાહરુખ ખાનની કેટલી અજાણી વાતો શાહરુખ પણ આ વિષે ક્યારેય વાત નથી કરતો.

શાહરુખ ખાનને એક વિનોદી વ્યક્તિ તરીકે સમગ્ર બોલિવૂડમાં ઓળખવામાં આવે છે. તે એક ખુબ જ સામાન્ય કુટુંબમાંથી આવ્યો છે અને તેણે પોતાના અદ્ભુત નિર્ધારથી આ બોલીવૂડ દુનિયામાં પોતાનો સિક્કો જમાવી દીધો છે.

તે બાદશાહ ખાનના દરેક ગુણો ધરાવે છે.

આજે અમે એસઆરકેની કેટલીક અજાણી હકીકતો તમારી સમક્ષ લાવ્યા છે અને અમને શંકા છે કે તે વિષે તેના હાર્ડકોફ ફેન પણ નહીં જાણતા હોય. અહીં તેમાંની કેટલીક હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ

image source

1. શાહરુખ ખાન ચંદ્ર પર જમીન ધરાવે છે

ઓસ્ટ્રેલિયા સ્થિત શાહરુખ ખાનની એક ફેન તેના માટે લુનર રીપબ્લીક સોસાયટી પાસેથી તેના દરેક બર્થડે પર જમીન ખરીદે છે. અને તેણીએ તેના માટે ચંદ્ર પરના ધ સી ઓફ ટ્રેન્ક્વેલિટિ વિસ્તારમાં કેટલાક એકર જમીન ખરીદી છે.

2. શાહરુખ ખાનનો નાઇટ ડ્રેસ હંમેશા ઇસ્ત્રી ટાઇટ હોય છે.

એસઆરકેનું એવું માનવું છે કે “કોને ખબર સપનામાં આવીને કોણ મળી જાય” અને તે તેના માટે પોતાના ઉત્તમ વસ્ત્રોમાં સજ્જ રહેવા માગે છે. માટે તેના રાત્રે સુતી વખતે પહેરવાના
કપડાં પણ પ્રેસ કરેલા હોય છે.

3. તે યુએસમાં એક ક્રેઝી ફેન ધરાવે છે જે પોતાની અનોખી રીતે શાહરુખના જીવન પર દસ્તાવેજી ફિલ્મ બનાવી રહી છે.

image source

4. શાહરુખે તેણીની માતાની ફિલ્મો જોવા દેવાની લાલચ આપ્યા બાદ હિન્દી ભાષા શીખી હતી.

શાળામાં, તેનું હિન્દી ખુબ જ કાચુ હતું. તેની માતાએ તેને વચન આપ્યું હતું કે જો તે હિન્દીની પરીક્ષામાં પાસ થશે તો તેણી તેને ફિલ્મ જોવા લઈ જશે. શાહરુખ ખાનને પોતાની કીશોરાવસ્થામાં ચલચિત્રો જોવા ખુબ જ ગમતા હતા, અને ત્યાર બાદ તેણે હિન્દીમાં સારા માર્ક્સ લાવવા માંડ્યા હતા.

5. શાહરુખ ખાને એક વાર પોતાનો અવોર્ડ સલમાન ખાનને આપી દીધો હતો

1998માં તેને સર્વોત્તમ અભિનેતા માટે ઝી સીને અવોર્ડ મળ્યો હતો પણ તેણે બધાના આશ્ચર્ય વચ્ચે સલમાનને સ્ટેજ પર બોલાવ્યો, અને તે એવોર્ડ તેને આપી તેને આભાર માટેની સ્પીચ બોલવા કહ્યું.

image source

6. શાહરુખ ખાનને આ બે વસ્તુ જરા પણ નથી ગમતી – ઘોડો અને આઇસ-ક્રીમ

શાહરુખ ખાનને ઘોડાની સવારીનો ફોબિયા છે, અને તે ક્યારેય આઈસ-ક્રીમ નથી ખાતો.

7. કિંગ ખાનને 555 નંબરનું ઓબ્સેશન છે

શાહરુખની દરેક કારના નંબર 555 છે અને તેના સ્ટાફના મોટા ભાગના ફોન નંબર પણ 555નો આંકડો ધરાવે છે.

8. બોલિવૂડમાં પ્રવેશતા પહેલાં તે દિલ્લીમાં એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો

શોબિઝમાં પ્રવેશ્યા પહેલાંના તેના પોતાના સંઘર્ષના દિવસોમાં શાહરુખ ખાન દરિયા ગંજ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો.

image source

9. શાહીદ કપૂરની બોલિવૂડની કેરિયર પાછળનું મોટું કારણ શાહરુખ ખાન હતો.

શાહીદ કપૂરે પોતે જ તેના કેટલાક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે શાહ રુખે જ તેને શામક ડાવરના ગૃપમાં જોયો હતો અને તેણે જ તેને અભિનયમાં હાથ અજમાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

10. શાહરુખે ડીડીએલજેની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ તેને સાઇન કરી હતી.

તેણે તેના જીવનની સૌથી સફળ ફિલ્મને તેની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ સાઈન કરી દીધી હતી. તેણે ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપ્રા પ્રત્યેના પોતાના પ્રેમ ખાતર આમ કર્યું હતું.

image source

11. તેણે પોતાની ફિલ્મ કભી હાં કભી નાની ટિકિટ વેચી હતી

શાહ રુખે પોતાની 1994ની કુંદન શાહ દિગદર્શિત ફિલ્મ, કભી હાં કભી નાની ટીકીટો, ટીકીટ વિન્ડો પર ઉભા રહીને વેચી હતી. તેને આ ફિલ્મ માટે રૂ. 25,000 ચૂકવવામાં આવ્યા હતા.

શું તમે શાહરુખની આ સિવાયની કોઈ બાબતો જાણો છો જે અમારી પણ જાણમાં ન હોય ? તો કમેન્ટ બોક્ષમાં અમારી સાથે શેયર કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.