હૃતિક રોશનના ૭૦ વર્ષીય પિતા રાકેશ રોશનનો કસરત કરતા વિડીયો શેર કર્યો છે.

હૃતિક રોશનના ૭૦ વર્ષીય પિતા રાકેશ રોશનનો કસરત કરતા વિડીયો શેર કર્યો છે.

બોલીવુડના સુપર સ્ટાર હ્રીતિક રોશન આજના યુવાનો માટે એક ફિટનેસ આઇકોન છે. ઉપરાંત હ્રીતિક રોશનના ૭૦ વર્ષીય બોલીવુડના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પણ કોઈનાથી ઓછા નથી. સોમવારના રોજ હ્રીતિક રોશનએ પોતાના પિતા સીનીયર રોશન એટલે કે, રાકેશ રોશનનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હ્રીતિક રોશન દ્વારા શેર કરાયેલ વિડીયોમાં રાકેશ રોશન જીમમાં કસરત કરીને પરસેવો વહાવતા જોવા મળી આવે છે.

image source

હ્રીતિક રોશને ફિલ્મ નિર્માતા તરીકે પિતા રાકેશ રોશનના ઉત્સાહ અને પ્રતિ બધ્ધતા વિષે લખે છે કે, “અકેલે, ઈસ પર! એટ ધ રેટ રાકેશ રોશન 9 હૈશ ટેગ 70 રનીંગ 17 હૈશ ટેગ ડેડી કુલ. કોઈ પણ બીજી વસ્તુઓના બદલામાં મને આપ સૌથી વધારે પ્રેરિત કરો છો.” હ્રીતિક રોશન પિતા રાકેશ રોશન વિષે વધુ જણાવતા લખે છે કે, “આ વર્ષે તેઓ ૭૧ વર્ષના થઈ જશે અને આજે પણ તેઓ દિવસમાં બે કલાક સુધી કસરત કરે છે. હજી તાજેતરમાં જ ગયા વર્ષે તેઓ કેન્સર જેવી ગંભીર બીમારી માંથી સાજા થયા છે. મને લાગે છે કે, કોરોના વાયરસે તેમનાથી ડરવું જોઈએ. ખુબ જ વધારે ડરવું જોઈએ.”

આજે દેશમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણથી દેશવાસીઓને બચાવવા માટે ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉનના સમયમાં હ્રીતિક રોશનએ ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ માટે એક લાખ બે હજાર જેટલા પૌષ્ટિક ભોજનના ફૂડ પેકેટ્સ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. બોલીવુડ સુપર સ્ટાર હ્રીતિક રોશન ફૂડ પેકેટ્સ ઉપલબ્ધ કરાવવાનું કામ અક્ષય પાત્ર સાથે મળીને કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

આખી દુનિયામાં ફેલાયેલ કોરોના વાયરસની વિરુદ્ધની લડતમાં સાથ આપવા માટે તેમના ફેંસને સતત કોરોના વાયરસને લઈને તેઓ લોકોમાં જાગરૂકતા ફેલાવી રહ્યા છે. હ્રીતિક રોશન દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયોમાં પણ હ્રીતિક રોશન લોકોને અપીલ કરી રહ્યા છે કે, ઘરે રહો, સુરક્ષિત રહો. ઉપરાંત જરૂરિયાત વગર ઘરની બહાર ના નીકળવાની પણ અપીલ કરી રહ્યા છે. તેમજ જો કોઈ કારણ વશ જવું પડે તો હાથમાં ગ્લવ્સ અને મોઢાં પર માસ્ક અવશ્ય પહેરવું.