ઋતિક રોશનની આ મદદથી બેલે ડાન્સર્સ થઇ ગઇ ખુશ-ખુશ, જાણો કેટલી મોટી કરી મદદ

ઋતિક રોશને કરી બેલે ડાન્સરની મદદ – ડોનેટ કર્યા આટલા લાખ રૂપિયા

ઋતિક રોશને એક ડાન્સરની આર્થિક મદદ કરી છે, જેને પોતાના સ્વપ્ન પુરા કરવા માટે પૈસાની જરૂર હતી. ઋતિક રોશને 20 વર્ષિય ભારતીય બેલે ડાન્સર કમલ સિંહની મદદ કરી છે, જેના માટે ફંડરેસરની વ્યવસ્થા કરવામા આવી હતી. તેણે પોતાના સ્વપ્ન પુરા કવરાના હતા. કમલ સિંહ દિલ્લીના વિકાસપુરીના એક ઇ-રિક્ષા ચાલકના દીકાર છે અ તે ઇંગ્લેન્ડના લંડનમાં ઇંગ્લિશન નેશનલ બેલે સ્કૂલમાં એડમિશન મેળવનારા પ્રથમ ભારતીય ડાન્સર છે, પણ તેમનું સ્વપ્ન પુરુ કરવાના માર્ગમાં પૈસાની તંગી આવી ગઈ હતી.

image source

ઋતિક રોશને કમલ સિંહની મદદ કરી છે, આ વાતની જાણકારી કમલના ટીચર ફર્નાન્ડો ગુઇલેરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે. તેમણે આ ઉદારતા માટે ઋતિક રોશનનો આભાર પણ માન્યો છે. ફ્નાન્ડોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, ‘ખુબ આભાર ઋતિક રોશન મારા સ્ટુડન્ટને સપોર્ટ કરવા માટે.’ ઋતિક રોશને કમલની મદદ માટે ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. કમલને 15 લાખ રૂપિયાની જરૂર હતી.

 

View this post on Instagram

 

A post shared by Mario Fernando Aguilera (@fernandoaguileraindiaofficial) on

આ રીતે ઋતિક રોશને એક વાર ફરી લોકોનું દીલ જીતનારું કામ કર્યું છે. ઋતિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઋતિક રોશન બેક ટુ બેક બે સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે. જેમાં આનંદ કુમારની બાયોપિક સુપર 30 અને ટાઇગર શ્રોફ સાથેની એક્સન ફિલ્મ વૉર હતી. ઋતિક રોસન અને ટાઇગર શ્રોફની વોર ફિલ્મે તો 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

ટાઇગર શ્રોફથી ચકિત રહી ગયા ઋતિક રોશન

image source

દિશા પાટની અને વરુણ ધવન બાદ ટાઇગર શ્રોફના સિંગલ અનબિલિવેબલ સોન્ગને એક અદ ઉંચેરો ફેન મળી ગયો. અને તે બીજું કોઈ નહીં પણ ઋતિક રોશન છે. મંગળવારે ઋતિક રોશને ટાઇગર શ્રોફનું એક ટ્રેક પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું છે અને તેના ખૂબ વખાણ કર્યા છે. તેમણે પોતાની ઇસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છેઃ ‘આ અદ્ભુત છે, ટાઇગર’

image source

ટાઇગરનું આ ગીત બુધવારે જ રિલિઝ થયું છે અને તે તરત જ ટ્રેન્ડમાં આવી ગયું છે. આ ગીત પુનિત મલ્હોત્રા દ્વરા ડીરેક્ટ કરવામા આવ્યું છે, પુનિત મલ્હોત્રાએ ટાઇગર સાથે 2019માં સ્ટુડન્ટ ઓફ ધી યર 2માં કામ કર્યુ હતું.

ઋતિક રોશનને ઓટીટી દ્વારા કરવામાં આવી 80 કરોડની ઓફર

image source

ધીમે ધીમે મનોરંજન જગતની દુનિયા બદલાઈ રહી છે, ખાસ કરીને હાલના કોરોના કાળમાં ઘણો બધા ફેરફાર થતો જોવા મળ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ્સ હાલ સિનેમા કરતા આગળ નીકળી ગયા છે અને તેઓ એકધારું દર્શકોને કંઈકને કંઈક નવુ અને ઓરીજનલ પુરુ પાડી રહ્યા છે. અને તેમાં દર્શકો બોલીવૂડના મોટા સ્ટાર્સને પણ અભિનય કરતા જોઈ રહ્યા છે.

image source

તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે હોટ સ્ટાર દ્વારા ઋતિક રોશનને એક મસ મોટી ઓફર કરવામા આવી છે. હોટ સ્ટાર દ્વારા ઋતિકને 75-80 કરોડની ઓફર કરવામા આવી છે. જે ટોમ હિડલ્સન દ્વારા લખાયેલી ધી નાઇટ મેનેજરના હિન્દી વર્ઝન માટે કરવામાં આવી છે. ઋતિક રોશન એક મોટી બ્રાન્ડ સમાન છે. જોકે ઋતિક ખૂબ જ ઓછી ફિલ્મો હાલ કરી રહ્યા છે. હવે તેઓ આ ઓફર સ્વિકારશે કે નહીં તે જોવાનું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span