સમીર અને નંદિની – આજે પણ આ જોડીના છે લાખો ફેન તમે ભૂલી તો નથી ગયા ને?

સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગણ જેવા સ્ટાર વાળી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ આજે પણ લોકોને જોવી ખૂબ ગમે છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટ કરી હતી અને તે હજુ પણ લોકોની મનગમતી છે. ફિલ્મની વાર્તાના કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારી એવી કમાણી કરી હતી. ફિલ્મમાં સલમાનનો દેખાવથી લઈને ઐશ્વર્યાની સાદગી બધુ જ ખૂબ સરસ રીતે દર્શાવવામાં આવ્યું હતું.

image source

ફિલ્મે જીતી લીધું દર્શકોનું દિલ

‘હમ દિલ દે ચૂકે સનમ’ એક સંપૂર્ણ પેકેજ ફિલ્મ છે તેમ કહી શકાય. ફિલ્મ રિલીઝ થઈ તે વખતે તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મની સલમાન અને ઐશ્વર્યાની કેમેસ્ટ્રી દર્શકો દ્વારા ખૂબ વખણાઈ હતી. આ સિવાય તેના ગીતો પણ ખૂબ જ સરસ હતા કે આજે પણ લોકો એને ગણગણતા જોવા મળે છે.

image source

આ ફિલ્મને યાદ કરી રહ્યા છે દર્શકો

આ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી અને આજે તેને 21 વર્ષ પૂરા કર્યા છે. જેને કારણે ઐશ્વર્યા અને સલમાન ખાનના ચાહકો સોશિયલ મીડિયા પર ગાંડા થયા છે અને તેઓ આ ફિલ્મના સમીર અને નંદિનીની કેમેસ્ટ્રી તેમજ એક્ટિંગને યાદ કરી રહ્યા છે.

એક યૂઝરે અજય દેવગણને કર્યો યાદ

image source

એક યૂઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે,‘#21YearsOfHumDilDeChukeSanam. આ દશકાની સૌથી બેસ્ટ ઈમોશનલ ફિલ્મમાંથી એક.આ ફિલ્મમાં અજય દેવગનના પાત્ર વનરાજની એન્ટ્રી ઈન્ટરવલ પછી થાય છે પરંતુ તે ફિલ્મને અલગ જ લેવલ પર લઈ જાય છે. તેના પાત્રએ લોકોના દિલ પર રાજ કર્યું અને તેની એક્ટિંગના સૌથી વધારે વખાણ થયા’.

ચાહકોએ આ ફિલ્મને ગણાવી બેસ્ટ ફિલ્મ

એક યૂઝરે લખ્યું છે કે, ‘#21YearsOfHumDilDeChukeSanam. અત્યારસુધીમાં મેં જોયેલી સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક’.

image source

‘એક પ્રેમ કહાની પર આધારિત ફિલ્મ’

ફિલ્મના એક ફેને લખ્યું છે કે, ‘#21YearsOfHumDilDeChukeSanam. પ્રેમ કહાની પર આધારિત બેસ્ટ ફિલ્મ. જેને તમે પ્રેમ કરો છો તેને પામવું નહીં તેને પ્રેમ આપવો તે જ સાચો પ્રેમ. આ ફિલ્મ અટ્રેક્શન લવ કરતાં હ્યુમન લવના મહત્વને દર્શાવે છે’.

આ છે ફિલ્મનો આઈકોનિક સીન

image source

એક યૂઝરે તો ફિલ્મનો એક સીન શેર કર્યો છે અને તેને આઈકોનિક ગણાવ્યો છે. જેમાં સલમાન અને ઐશ્વર્યા એકબીજાને પહેલી વખત મળે છે તે વખતનો સીન છે.

સાવકી માતા સાથે કર્યું કામ

આ ફિલ્મમાં સલમાન ખાને તેની સાવકી માતા હેલન સાથે પહેલીવાર કામ કર્યું હતું. ત્યારે એક યૂઝરે આ બંનેનો એક ફોટો શેર કરી છે.

સલમાન ખાનના ચાહકે શું કહ્યું?

image source

સલમાનના એક ફેને કહ્યું કે આ તેની સૌથી મનગમતી ફિલ્મ છે

ફિલ્મને યાદ કરી રહ્યા છે ફેન્સ

image source

આજે 21 વર્ષ બાદ પણ આ ફિલ્મને યાદ કરીને ફેન્સ ટ્વીટર પર જાત જાતની ટ્વીટ કરી રહ્યા છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.