જો તમને ભૂતિયા અને અજીબ જગ્યાઓની મુલાકાત લેવાનું પસંદ છે તો આ જગ્યાઓ તમારે જોવી જ જોઈએ…

ભારતની આ કેટલીક જગ્યાઓ છે બર્મુડા ટ્રાયેન્ગલ કરતા પણ વધુ ખતરનાક જેની પાછળનું કારણ વૈજ્ઞાનિકો હજી નથી શોધી શક્યા….જાણો છો આના વિશે કઈ?

૧. કુલધારા, રાજસ્થાન

image source

આ જગ્યા ઉપર ૧૮મી સદીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ૧૮૨૫ની સાલમાં પાલીવાલ બ્રાહ્મણ જે આ ગામમાં ૭ સદીઓથી રહેતા આવ્યા હતા જેઓ તેમની ખેતીવાડી અને ધંધાકીય હોશિયારીઓ માટે જાણીતા હતા તેઓને એક રાતમાં જ રહસ્યમયી રીતે રાતના અંધારામાં મારી નાખ્યા. ફક્ત કુલધારા જ નહિ, તેની આજુબાજુના ૮૩ ગામને પણ બરબાદ કરી દીધા હતા. એ પણ એક જ રાતમાં.

૨. રાજ કિરણ હોટલ, લોનાવાલા , મહારાષ્ટ્ર

image source

આ જગ્યાએ કોઈ આત્માની હાજરી હોવાનું માનવામાં આવે છે. આ હોટલના કોઈ એક રૂમમાં રહેલા લોકોએ કહ્યું કે બેડ ઉપરની ચાદર હવામાં લાંબા સમય સુધી રહેતી હતી. આટલું જ નહિ, અડધી રાત્રે કોઈક તેમના પગ ઉપર વાદળી લાઈટ મારીને ઉઠાડતું હતું. આ રૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખૂણામાં રિસેપ્શનીસ્ટની પાછળ આવેલો છે.

૩. શનીવારવાડીનો કિલ્લો – પુણે

image source

આ કિલ્લો તેની અદભૂત રચનાની સાથે સાથે તેની અંદર સંભળાતા કેટલાક અવાજોને કારણે જાણીતો છે. એવું કહેવાય છે કે પૂનમની રાત્રે આ જગ્યાએ થતી ગતિવિધિઓ વધી જાય છે. એવું કહેવાય છે બહુ જ પહેલા, આ જગ્યાએ લોકોએ મળીને અહીના જુવાન રાજાને નિર્દયતાથી મારી નાખ્યો હતો. આજ કારણે રોજ રાત્રે વિચિત્ર પ્રકારના અવાજો આવે છે. ઘણા લોકો આ અવાજ સાંભળવા માટે આ જગ્યાએ રાત્રે રોકાય પણ છે.

૪. જતીન્ગા, આસામ

image source

ભારતમાં થતી કેટલીક રહસ્યમયી ઘટનાઓ પૈકી આ એક છે. સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં પૂર્વ ભારતમાં ઘણા બધા પક્ષીઓ અહી આવીને આત્મહત્યા કરે છે. ઘણી બધી રીસર્ચ કરી, પરંતુ આ વાતનું રહસ્ય હજી કોઈ વૈજ્ઞાનિક શોધી નથી શક્યું. આ રહસ્યમયી જગ્યા પર પક્ષીઓ શા માટે આકાશમાંથી જમીન ઉપર પડે છે અને કેમ આત્મહત્યા કરે છે એ વાતની નજીક હજી સુધી કોઈ નથી પહોચી શક્યું.

તમને વિશ્વાસ ન થતો હોય, તો તમે આ જગ્યાએ જઈ આ નજારો આંખોથી નિહાળી શકો છો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.