WhatsAppમાં થવાના છે આ મોટા ફેરફાર, હવે કરી શકશો પૈસા પણ ટ્રાન્સફર, કંપનીએ જણાવ્યું કેવી રીતે કરશે આ કામ

WhatsAppમાં થવાના છે આ મોટા ફેરફાર, યુઝર્સને મળશે જબરદસ્ત મની ટ્રાન્સફરનું ફીચર્સ!જાણી લો તમે પણ

વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લાવતું રહે છે. કંપની આ શાનદાર એપ માટે નવા ફીચર પર કામ કરી રહી છે. વોટ્સએપ છેલ્લા થોડાં વર્ષોમાં ઘણાં નવા ફીચર્સ લઈને આવ્યું છે. જેથી યુઝર્સને નવા અનુભવ અને સુવિધા મળતી રહે. ત્યારે હવે WABetaInfo આપેલી માહિતી મુજબ વોટ્સએપ v2.20.194.7 બીટા વર્ઝન એન્ડ્રોઈડ છે.

image source

જ્યારે આઈફોનનું વોટ્સએપ v2.20.70.26 બીટા વર્ઝન છે. જો તમારી પાસે આ બીટા વર્ઝન છે તો તમે પણ આ નવા એનિમેટેડ સ્ટીકર્સનો ઉપયોગ કરી શકો છો. ભારતમાં હવે WhatsApp યુઝર્સ આ એપથી એક બીજાને પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગુરુવારે WhatsAppને અપ્રુવલ આપી દીધું છે.લગભગ 3 વર્ષમાં WhatsAppને રાહ હતી અને હવે કંપનીએ આને ભારતમાં લાઈવ કરી દીધું છે.

image source

WhatsApp યુપીઆઈ બેસ્ડ પેમેન્ટની ટેસ્ટિંગ પહેલા જ કરી ચૂક્યું છે. ફેસબુક ઈન્ડિયા હેડ અજીત મોહને કહ્યું કે ભારતમાં WhatsApp પર પેમેન્ટ લાઈવ થઈ ચૂક્યો છે અને લોકો WhatsAppના માધ્યમથી પૈસા મોકલી શકે છે. અમે આ વાતને લઈને ઉત્સાહિત છીએ કે કંપનીએ ભારતમાં ડિઝિટલ પેમેન્ટ શિફ્ટમાં યોગદાન આપી શકશે. ભારતમાં WhatsApp પેમેન્ટ દસ રિઝનલ ભાષામાં ઉપલબ્ધ રહેશે.

image source

જો તમારે વોટ્સએપમાં પહેલાથી પેમેન્ટ ઓપ્શન છે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. નથી તો વોટ્સએપ અપડેટ કરીને પેમેન્ટ ઓપ્શન ચેક કરી શકો છો. WhatsApp Payment યુઝ કરનારા કસ્ટમર્સની પાસે ડેબિટ કાર્ડ હોવું જરુરી છે જે યુપીઆઈ સપોર્ટ કરે છે. વોટ્સએપ પેમેન્ટ ઓપ્શનમાં જઈને તમે બેંક સિલેક્ટ કરી ડિટેલ્સ દાખલ કરી તેને એક્ટિવ કરી શકો છો.

image source

WhatsAppએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું તે આજે દેશ ભરમાં WhatsApp યુઝર્સ આ એપથી પેમેન્ટ કરી શકશે. WhatsAppનું સિક્યોર પેમેન્ટ એક્સપીરિએસ પૈસા મોકલવાને મેસેજ મોકલવા જેટલુ સરળ કરી દેશે.’WhatsAppએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને યૂનિફાઈડ્સ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુપીઆઈ બેસ્ડ પેમેન્ટ ઈન્ટરફેસ તૈયાર કર્યુ છે અને જેમાં ડેટા લોકલાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

image source

WhatsAppએ પેમેન્ટ સર્વિસ માટે પાંચ મોટી બેંકોની સાથે કરાર કર્યો છે. જેમાં ICI Bank, HDFC Bank, Axis Bank, SBI અને JIo Payments Bankનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે WhatsAppથી ફક્ત WhatsAppમાં પૈસા નહીં બલ્કે WhatsAppથી કોઈ પણ યુપીઆઈ સપોર્ટેડ એપમાં પણ મોકલી શકાય છે.

image source

એટલે કે જો સામે વાળો વ્યક્તિ વોટ્સએપ પેમેન્ટ એપ વાપરી નથી રહ્યો તો પણ તમે WhatsAppથી પેમેન્ટ કરી શકો છો. WhatsAppના જણાવ્યાનુંસાર આ પેમેન્ટ કરવું સિક્યોર રહેશે અને દરેક ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ પિનની જરુર રહેશે. સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું છે કે WhatsApp પેમેન્ટ એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ માટે યુઝર્સ એપ અપડેટ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.