આજની પોઝિટિવ સ્ટોરી: જનતા કર્ફ્યુ, ‘કોરોના કોરોના તારી હવે ખેર નથી’

જનતા કર્ફ્યુ, શંખનાદ, તાળીઓ-થાળીઓ, ડોકટરો,નર્સો, પોલીસ, આર્મી, સફાઈકર્મીઓ, મીડિયાકર્મીઓ માટેની કૃતજ્ઞતા.. કોરોના કોરોના તારી હવે ખેર નથી…

દરેક આપત્તિમાં એક અવસર છુપાયેલો હોય છે. દરેક સંકટમાં કશુંક સારું થવાની શક્યતા હોય છે.. કોરાનાના કોપની સામે આજે આખો દેશ ટટ્ટાર બનીને, છાતી પહોળી કરીને ઊભો રહ્યો. 22મી માર્ચ, 2020, રવિવારનો દિવસ ભારતના ઈતિહાસમાં સ્થાન પામશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીને-સૂચનને 135 કરોડ લોકોએ વધાવી લીધું અને તેનો અમલ કર્યો.

ભલે તેમાં કોરોના વાયરસનો ભય ભળેલો હતો, પણ તેમ છતાં આ એક મોટી ઉપલબ્ધિ છે. આખો દેશ આ રીતે સ્વયંભૂ થંભી ગયો હોય તેવું સ્વતંત્ર ભારતમાં પહેલી વાર બન્યું છે. ભવિષ્યમાં લોકો શાસ્ત્રીના સોમવારની સાથે મોદીના જનતા કર્ફ્યુને પણ યાદ કરશે.

image source

આવા અનોખા અને માૈલિક આઈડિયા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિનંદનના અધિકારી છે. તેઓ ધરતીના અને ગ્રાસરૃટના માણસ છે એટલે તેમને જ આવો વિચાર આવી શકે. ધારો કે તેમના સ્થાને ડો. મનમોહનસિંહ કે પછી અન્ય કોઈ વ્યક્તિ વડાપ્રધાન હોત તો તેઓ આ રીતે વિચારી ના શકત.

image source

સાચો નેતા એ છે જે એવા કાર્યક્રમો આપે છે જેની સાથે આખા દેશના લોકો જોડાઈ શકે. ગાંધીજી આવું જ કરતા હતા. વડાપ્રધાને શંખનાદ, તાળી-થાળી, વાસણ વગાડવાં વગેરેનો જે કાર્યક્રમ આપ્યો તેણે મોટી અસર કરી. નાના બાળકથી માંડીને વૃદ્ધો પણ તેમાં જોડાયા. વળી, તેનો હેતુ હતો કોરોના સામેની લડતમાં દિવસ-રાત જોડાયેલા ડોકટરો,નર્સો, પોલીસ, આર્મી, સફાઈકર્મીઓ, મીડિયાકર્મીઓ માટેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો. લોકોએ જવાબદારી અને જાગૃતિ સાથે જનતા કરર્ફ્યુનું પાલન કર્યું. પાંચ વાગ્યાની કૃતજ્ઞતા વિધિમાં પણ લોકો ઉત્સાહથી જોડાયા.

image source

હા, આનાથી કંઈ કોરાના તરત ભાગી નહીં જાય, પણ તેને ભગાડવા માટેની જાગૃતિ ખસૂસ લોકોમાં આવશે. તેનો મકસદ પણ એ જ હતો. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે ઘણા લોકો કહેતા હતા કે આવી રીતે કૂચ કરવાથી કંઈ અંગ્રેજો જતા નહીં રહે, પણ તેનું પ્રયોજન તો લોકોને સ્વતંત્રતા માટે જાગૃત કરવાનું હતું. એ પ્રતિકાત્મક વાત હતી. લોકોને આવાં પ્રતીકો દ્વારા લડત માટે તૈયાર કરવાં પડે છે. ઘણા માપ બહારની બુદ્ધિ ધરાવતા લોકો આમાંય મોદીની સખત ટીકા કરી રહ્યા છે. તમે ટીકા કરો કે વિરોધ કરો તો તેનું પણ સ્તર રાખો. કોરાનાના પડકારમાંય તમે મોદી વિરોધ કરો કે રાજકારણ લાવો એ ઉચિત નથી.

image source

ભારત સરકાર, ભારતના તમામ રાજ્યોની સરકારો, વહીવટી તંત્ર, પોલીસ, મેડિકલ સ્ટાફ, ડોકટરો, નર્સો, સફાઈ કામદારો અને અગણિત લોકો કોરાના સામેની લડતમાં દિવસ રાત મથી રહ્યા છે. તંત્ર પાસેથી કામ લેવાનું અઘરું હોય છે પણ તંત્ર સરાહનીય કામ કરી રહ્યું છે. અમદાવાદમાં એક નાગરિક વિદેશથી આવ્યા તો આઠ આઠ વખત કોર્પોરેશનની ટીમ ત્યાં ગઈ.

image source

ઘણા કિસ્સામાં તો પેસેન્જર પોતાના ઘરે પહોંચે તે પહેલાં સંબંધિત ટીમો ત્યાં પહોંચી જાય છે. સંભવિત કોરાનાગ્રસ્તોએ જાગૃતિ અને જવાબદારી રાખીને સામેથી જવું જોઈએ, પણ તેના બદલે તેઓ જતા નથી અને હરફર પણ કરે છે. તંત્ર બિચારી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ કોને કોને મળ્યા તેની યાદી તૈયાર કરી છે. સોસાયટીઓ અને ફ્લેટોને સેનેટાઈઝ કરે છે.. આ કામ થકવી નાખનારું હોય છે.

image source

લોકોએ આજે જે જાગૃતિ અને જવાબદારી બતાવી છે તે બરકરાર રાખવાની છે. આ લડતને જો લાંબી નહીં ચલાવવી હોય તો પ્રત્યેક ક્ષણ સતર્ક રહેવું પડશે. આજના કાર્યક્રમની સફળતા માટે ભારતના વડાપ્રધાન અને તેમની ટીમ જેટલા જ અધિકારી છે ભારતના લોકો. ભારતના લોકોએ વડાપ્રધાનના આહવાનને સ્વીકારી લીધું. ભારતના લોકોના શાણપણ અને સમજણને પણ આપણે બિરદાવીએ.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.