વાહ વાહ, આ છોકરાની સંઘર્ષ કહાની તમારા રૂંવાડા ઉભા કરી દેશે, સાઈકલના પંચર કરતો-કરતો બની ગયો IAS

જો તમારો ઇરાદો મજબૂત હોય, તો સફળતાનાં તમારા પગને જરૂર ચૂમે છે. મહારાષ્ટ્રના નાના શહેર બોઇસરમાં રહેતા વરુણ બરનલાલે આ વાક્યને સત્ય કરી બતાવ્યું છે. બાળપણમાં સાયકલના પંચર બનાવનાર વરુણ આજે આઈએએસ અધિકારી છે. તે તેમની અવિરત મહેનતનું પરિણામ છે કે તેણે વર્ષ 2013માં યુપીએસસીની પરીક્ષામાં 32મો ક્રમ મેળવ્યો. પિતાના મૃત્યુ અને આર્થિક સંકટની આ પરિસ્થિતિમાં વરુણને કેવી રીતે સફળતા મળી એ વાત આજે તમારી સમક્ષ અમે લઈને આવ્યા છીએ.

હું પૈસા કમાવવા માટે સાયકલની દુકાનમાં કામ કરીશ

image soucre

મીડિયા રિપોર્ટ્સમાં વરુણે કહ્યું કે, એ સમયની વાત છે જ્યારે હું દસમાં ધોરણમાં હતો. મારા પિતાનું નિધન થયું હતું. બસ તે પછી મેં વિચાર્યું કે હવે હું ભણીશ નહીં. હું પૈસા કમાવવા માટે સાયકલની દુકાનમાં કામ કરીશ, કારણ કે મારી પાસે પૈસા નહોતા, પરંતુ પછી દસમાનું પરિણામ આવ્યું અને મેં શાળામાં ટોચનો રેન્ક મેળવ્યો. ત્યારબાદથી, મારા પરિવારની ઇચ્છા હતી કે હું અભ્યાસ કરું. તેણે કહ્યું કે તું ભણ. માતાએ કહ્યું, અમે બધા કામ કરીશું, તું ભણ અને કંઈક કરીને બતાવ.

11 અને 12માં ધોરણનું વર્ષ રહ્યું સૌથી મુશ્કેલ

image source

વરુણે કહ્યું કે 11મું અને 12નું મારા જીવનના સૌથી મુશ્કેલ વર્ષ રહ્યા છે. હું સવારે 6 વાગ્યે ઉઠીને સ્કૂલે જતો, ત્યારબાદ બપોરે 2 થી 10 વાગ્યે હું ટ્યુશન લેતો હતો અને તે પછી હું દુકાન પર કામ કરતો હતો. વરુણ કહે છે કે આ પરિસ્થિતિમાં મેં વધુને વધુ કામ કરવાનું શરૂ કર્યું. હું એટલો સારો અભ્યાસ કરવા માટે દ્રઢ હતો કે આચાર્ય મારી ફી માફ કરી દેતા. છેવટે એવું જ બન્યું કે મારા માર્ક્સ સારા આવ્યા અને પ્રિન્સિપાલને વિનંતી કરી અને તેઓએ ફી માફ કરી. આ રીતે શાળાનો અભ્યાસ તો પૂર્ણ થઈ ગયો.

આ રીતે બધા જ લોકોએ કરી પૈસાની મદદ

image source

મારું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી મેં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી, જ્યારે ફી ભરવાનો વારો આવ્યો ત્યારે મારા પરિવાર, મિત્રો, મિત્રોના મિત્રોએ મળીને મને મદદ કરી. એન્જિનિયરિંગ પાસ થતાંની સાથે જ તેણે યુપીએસસીની પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દીધી.

image source

વરુણ કહે છે કે એન્જિનિયરિંગ પૂર્ણ થયા પછી મારું પ્લેસમેન્ટ સારી કંપનીમાં થયું હતું પરંતુ ત્યાં સુધીમાં મેં સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે. મેં મન બનાવ્યું હતું, પરંતુ કેવી રીતે તૈયાર કરવી એ સમજી શકતો નહોતો, ત્યારબાદ મારા ભાઈએ મદદ કરી.

ભાઈએ કહ્યું કે તારો રેન્ક આવ્યો 32

image source

મીડિયા રિપોર્ટ્સમાં વરુણે કહ્યું, જ્યારે યુપીએસસી પ્રીલિમ્સનું પરિણામ આવ્યું, ત્યારે મેં ભાઈને પૂછ્યું કે મારો રેન્ક કેટલામો આવ્યો છે – જે પછી તેણે કહ્યું હતું 32. આ સાંભળીને વરુણની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમને ખાતરી હતી કે જો સખત મહેનત અને સમર્પણ સાચું છે, તો તમે પૈસા વિના પણ વિશ્વના દરેક ફલક પર પહોંચી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.