આ પરિવારને ધન્ય છે, પિતા આર્મીમા છે અને હવે દીકરી બની માત્ર 22 વર્ષની ઉંમરે IAS અધિકારી, જાણો તમામ માહિતી

પશ્ચિમ બંગાળમાં જન્મેલી સ્મિતા સભરવાલ દાર્જિલિંગની છે. સ્મિતાના પિતા આર્મી ઓફિસર હતા. સ્મિતા દેશની સૌથી યુવા આઈએએસ અધિકારી છે. તે ‘જનતા ની ઓફિસર’ તરીકે પણ ઓળખાય છે. જ્યારે આર્મી ઓફિસર તરીકે સ્મિતાના પિતા દેશના ઘણા સ્થળોએ તૈનાત છે, તેથી સ્મિતાએ પણ દેશના ઘણાં શહેરોમાં અભ્યાસ પૂરો કર્યો છે. સ્મિતાના માતાપિતાએ પણ તેમને આઈસીએસઈ ધોરણમાં ટોચ પર આવ્યા પછી સિવિલ સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી હતી.

તેના માતાપિતાના પ્રોત્સાહન બાદ સ્મિતા જ્યારે માત્ર 22 વર્ષની હતી ત્યારે મહેનતના જોરે દેશમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. તેથી યુપીએસસીની પરીક્ષામાં પાસ થનારી સૌથી નાની વિદ્યાર્થી સ્મિતાએ તેલંગાણા કેડરની આઈએએસ તાલીમ લીધી હતી અને તેની નિમણૂક પછી તે ચિત્તૂરમાં સબ-કલેકટર બની હતી. હવે તેનું કામ જોઈને આખા દેશમાં તેની ચર્ચા થઈ રહી છે.

કંઈક આવી જ કહાની ગુજરાત બનાસકાઠાના એક અધિકારીની છે.

image soucre

‘હિંમત હશે અને પ્રયત્ન કરશો તો નસીબ હંમેશા તમારો સાથ આપશે’. આ શબ્દો માત્ર 23 જ વર્ષની ઉંમરમાં પ્રથમ જ પ્રયાસમાં UPSC અને GPSC ક્લિઅર કરનારા સફીન હસનના છે. સફીન હસન ગુજરાતના યંગેસ્ટ IPS અધિકારી છે. અનેક પડકારોનો સામનો કરીને આટલી મોટી ઉપલબ્ધિ નાની ઉંમરમાં મેળવનાર સફીનના સંઘર્ષ અને મહેનતની કહાની દરેક વિદ્યાર્થી માટે પ્રેરણારુપ છે.

UPSC-GPSC બન્નેમાં ઉતીર્ણ

image soucre

બનાસકાંઠાના કાણોદર ગામના સફીને ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી સુરતની એક કોલેજમાં બી.ટેકનો અભ્યાસ કર્યો. UPSCમાં સફીનનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો. 22 વર્ષની ઉંમરમાં સફીને UPSC અને GPSC ક્લાસ વનની પરીક્ષા ક્લિઅર કરી લીધી હતી. ડિસેમ્બર મહિનાથી હૈદરાબાદ ખાતે સફીનની IPSની ટ્રેનિંગ શરુ થઈ જશે, પરંતુ રેન્ક ઈમ્પ્રુવ કરવા માટે તે ફરી એકવાર IASની પરીક્ષા આપશે.

કઈ રીતે આવ્યો વિચાર?

image soucre

સફીન જણાવે છે કે, ‘જ્યારે હું પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મેં એકવાર ઓફિસર્સને જોયા હતા. તેમનો રુતબો અને સ્ટાઈલ જોઈને હું ઘણો ઈમ્પ્રેસ થઈ ગયો હતો. ત્યારથી જ દિમાગમાં હતું કે આ જ ફીલ્ડમાં જવુ છે, અને જેમ જેમ આ વિષે વધારે જાણતો ગયો તેમ સમજાયું કે આ પોસ્ટ શું છે? તેનું કેટલુ મહત્વ છે? અને તેનાથી કેટલા બધા લોકોને અસર થઈ શકે છે. પછી નક્કી જ કરી લીધું કે UPSC જ કરવું છે, અને આખરે પરીક્ષા ક્લિઅર કરી નાખી.’

આ રીતે કરી પરીક્ષાની તૈયારી

image soucre

સફીન UPSCની તૈયારી કરવા માટે દિલ્હી ગયા હતા. પોતાના રુટિન વિષે વાત કરતાં સફીન જણાવે છે કે, ‘જ્યારે હું દિલ્હીમાં હતો ત્યારે દિવસના 14-15 કલાક વાંચતો હતો. દિલ્હી જતા પહેલા મેં એક પ્લાન તૈયાર કરી રાખ્યો હતો કે મારે કઈ રીતે તૈયારી કરવાની છે. કોલેજ દરમિયાન જ મેં રિસર્ચ કરવાની શરુઆત કરી હતી. મેં દિલ્હીમાં એક વર્ષ પરીક્ષાની તૈયારી કરી.’

સોશિયલ મીડિયાનો ઉપયોગ

image soucre

ઘણાં વિદ્યાર્થીઓ એવા હોય છે જે આવી મહત્વની પરીક્ષાની તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર રહેતા હોય છે. પરંતુ સફીન તૈયારી દરમિયાન પણ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા. સફીનનું કહેવું છે કે, સોશિયલ મીડિયાનો સંયમપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો તે ખાસ જરુરી છે. આજના સમયમાં જો તમે ટેક્નોલોજીનો ઉપયોગ નહીં કરો તો તમે બધાથી પાછળ રહી જશો.

ઈન્ટર્વ્યુનો અનુભવ

image soucre

ઈન્ટર્વ્યુમાં સફીનનો ભારતમાં બીજો રેન્ક છે. સફીન પોતાના ઈન્ટર્વ્યુના અનુભવ વિષે જણાવે છે કે, મારા માટે ઈન્ટર્વ્યુ સૌથી મજાનો પાર્ટ હતો. કારણકે તેના માટે તમારે કોઈ તૈયારી નથી કરવાની હોતી. ઈન્ટર્વ્યુ એક પર્સનાલીટી ટેસ્ટ હોય છે અને પર્સનાલીટી એક બે મહિનાના વાંચનથી નથી બનતી. મારી સ્ટુડન્ટ્સને એ જ સલાહ છે કે જ્યારથી તમે લેખિત પરીક્ષાની તૈયારી શરુ કરો ત્યારથી જ તમારા ઈન્ટર્વ્યુની તૈયારી પણ શરુ થઈ જતી હોય છે. જો તમે ઓફિસર બનવા માંગો છો તો તમારી પર્સનાલિટી અને એટિટ્યુડ પણ એક ઓફિસરનો હોવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.