ક્યારેક વેઇટરનું કામ કરતા હતા આ વ્યક્તિ, ૭મી વખત પ્રયત્ન કરીને UPSC ની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બને છે.

જો તમારામાં હુન્નર અને કાબીલીયત ધરાવતા હશો તો દુનિયાની કોઈપણ તાકાત તમને કામિયાબ થવાથી નહીં રોકી શકે. આજે એક એવી વ્યક્તિ વિશે જણાવીશુ. કે જેણે અશક્ય કામને પણ શક્ય કરી બતાવ્યું. તે વ્યક્તિનો જન્મ તમિલનાડુના એક પરિવારમાં થયો કે. જ્યાગણેશે ૭મા પ્રયત્નમાં UPSC ની પરીક્ષા પાસ કરી અને IAS ઓફિસર બન્યા. હવે એમના વિશે વિસ્તારથી જાણીશું…

image source

કે.જ્યાગણેશ એક ગરીબ પરિવારમાંથી આવે છે, એવામાં તેઓ તેમના પરિવારની ગરીબી હટાવવા ઇચ્છતા હતા અને IAS ઓફિસર બનવા માટે UPSC ની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. સતત મેહનત કરવાના કારણે સફળતા મળી છે આ વાત જયાગણેશે સાબિત કરી દીધી છે. ૧ કે ૨ વાર નહિ પણ ૬ વખત UPSC ની પરીક્ષામાં નાપાસ થયા પછી પણ તેમણે ૭મી વખત પરીક્ષા આપી અને સફળતા મળી અને ૧૫૬મો રેન્ક પ્રાપ્ત કરી…

આજે જાણીશું જ્યાગણેશની IAS સુધી ની સફર વિશે…

જ્યાગણેશના પિતા ગરીબ હતા. તેઓ લેધર ફેકટરીમાં સુપરવાઇઝરનું કામ કરતા હતા. જેનાથી તેઓનો પગાર રૂ.૪૫૦૦ સુધી કમાઈ શકતા હતા. પરિવારમાં અકસર પૈસાની તાણ રહેતી હતી. ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા જયાગણેશ છે આવામાં મોટાભાઈ હોવાના કારણે ઘરખર્ચની જવાબદારી તેમની ઉપર પણ હતી. જયાગણેશ ભણવામાં શરૂઆતથી જ હોશિયાર હતા. ૧૨મા તેમણે ૯૧% ટકા સાથે પાસ થયા હતા. ત્યારબાદ તેમણે મિકેનિકલ એન્જીનીયરીંગ નું ભણતર શરૂ કર્યું.

image source

એન્જીનીયરીંગ ની ડિગ્રી મળ્યા પછી તેમણે ૨૫૦૦રૂ. માં એક નોકરી મળી ગઈ, પરંતુ જલ્દી જ તેમને ખ્યાલ આવી ગયો કે શિક્ષા તેમના ગામના બાળકો માટે ખૂબ જરૂરી છે કેમકે તેઓના ગામના પછાતપણું અને બાળકોના શાળાએ ના જવાના કારણે દુઃખી થાય છે. તેમણે જણાવ્યું કે તેમના ગામમાં બાળકો ૧૦મા સુધી જ ભણી શકે છે અને ઘણા બાળકો તો સ્કૂલ જોઈ પણ નથી શકતા. જયગણેશ જણાવે છે કે તેમના ગામના મિત્રો રીક્ષા ચલાવે છે અથવા તો શહેરની કોઈ ફેકટરીમાં મજૂરી કામ કરે છે. એમના મિત્રોમાં એ એક જ એવા છે જે અહીંયા સુધી પહોંચીયા છે.

image source

ગામને બદલવાનો વિચાર આવ્યો:

આ દરમિયાન તેમને ખબર પડી કે ગામમાં બદલાવ લાવી શકાય છે જો એ કલેકટર બની જાય. એટલે એમણે પોતાની નોકરી છોડી દેવી જોઈએ તેમાજ સમજદારી લાગી અને સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી દીધી. જલ્દી કોઈનું માર્ગદર્શન ના મળવાના કારણે આ રસ્તો કઠિન લાગ્યો. તેઓને પેહલા બે પ્રયાસ માં તો પ્રારંભિક પરીક્ષા માં પણ પાસ થયા નહિ. ત્યારબાદ તેમણે મિકેનિકલ એન્જીનીયરીંગ ને બદલે સોશિયોલોજી ને પસંદ કર્યું.તેનો પણ કોઈ ફાયદો થયો નહિ અને ત્રીજી વખત પણ નાપાસ થયા.

image source

ત્યારબાદ તેમણે ચેન્નઈમાં સરકારી કોચિંગ વિશે જાણકારી મળી જ્યાં IASની કોચિંગ ની તૈયારી કરવાઈ છે. તૈયારી કરવા માટે ચેન્નઈ જતા રહ્યા. ત્યાં એક સત્યમ સિનેમા હોલમાં બીલિંગ ઓપરેટર તરીકે કામ મળી ગયું. ત્યારબાદ તેમને ઈન્ટરવલના સમયમાં વેઇટરનું કામ પણ કરવુ પડ્યું હતું. તેમણે જણાવ્યું કે મને મારુ એક જ લક્ષ હતું કોઈપણ ભોગે IAS ઓફિસર બનવા ઇચ્છતા હતા.

જયાગણેશે ખૂબ મહેનતથી તૈયારી કરી હતી, તેમ છતાં પાંચમી વાર પણ સફળતા ના મળી. આગળ ભણવાનું ચાલુ રાખવા માટે પૈસાની તંગી ખૂબ વરતાઈ રહી હતી. હવે એમણે UPSC ની તૈયારી કરાવતા એક કોચિંગ માં સોશિયોલોજી ભણાવવાનું શરૂ કરી દીધું.તેમણે ૬ઠા પ્રયાસમાં પ્રારંભિક પરીક્ષા પાસ કરી લીધી પરંતુ ઇટરવ્યૂ પાસ કરવાનું ચુકી ગયા હતા.

image source

૬ઠા પ્રયાસ માં અસફળ થવા છતાં તેમણે પોતાના પ્રયત્ન ચાલુ રાખ્યા. ત્યારપછી તેમણે ૭મી વાર UPSC ની પરીક્ષાની તૈયારીમાં ફરીથી લાગી ગયા. ૭મી વારમાં તેમણે પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂ પણ પાસ કરી લીધું. જયાગણેશને ૭મી વાર ના પ્રયત્નમાં સફળતા મળી અને ૧૫૬મો રેંક મેળવ્યો. ત્યારબાદ જ્યાગણેશને લાગ્યું કે જાણે એક મોટું યુદ્ધ જીતી લીધું. આપને જણાવી દઈએ કે, જ્યાગણેશ પાસે ઇટેલીજન્સ બ્યુરો માં ઓફિસરની નોકરીની પણ ઓફર હતી. પરંતુ તેમની જીદ IAS ઓફિસર બનવાની હતી અને તેઓ બની ગયા.

.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.