ઉનાળામાં ગાડી વધુ ગરમ થઇ જાય છે તો આ ટીપ્સથી ફટાફટ ઠંડી થઇ જશે તમારી ગાડી…

ગરમીની મોસમમાં અથવા ગરમ દિવસો દરમિયાન કારમાં એર કન્ડીશનિંગ (એસી) તમને રાહત આપવા માટે પૂરતુ નથી હોતું. આજકાલ કાર બનાવતી કંપનીઓ કારમાં ઓટોમેટિક એસી અથવા ક્લાયમેટ કન્ટ્રોલની જેમ બેસ્ટ ટેકનોલોજી આપે છે. પંરતુ ક્યારેક ક્યારેક એ પણ લોડ વધુ થવાને કારણે કામ નથી કરતું. પરંતુ એસીને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે, તો તેમાં ક્યારેય તકલીફ આવતી નથી. એસીને પ્રભાવિત રીતે ઉપયોગ કરવા માટેની કેટલીક બેસ્ટ ટિપ્સ અમે તમને આપીશું.

image source

ક્યારેક એર કન્ડીશનર હોવા છતા પણ તે સારી રીતે કામ કરતું નથી. અથવા તો બહારનું તાપમાન એટલુ વધુ હોય છે, કે એસીની કારમાં કોઈ જ અસર થતી નથી. બહારનું તાપમાન વધારે રહેવાથી કાર કેબિન ગરમ થાય છે. કેબિનમાં બહુ જ ગરમ હવા ભરી હોય છે અને એસી ચાલુ કરવા પર પણ કેબિન સ્પેસને ઠંડુ થવામાં સમય લાગે છે. જો તમારા કારની વિન્ડો થોડી ખોલી દેશો, તો ગરમ હવા તેજીથી બહાર નીકળી જશે અને કેબિન કુલ થવામાં મદદ થશે.

image source

રિસરક્યુલેશન મોડ

જ્યારે તમે કારને સ્ટાર્ટ કરો તો રિસરક્યુલેશન મોડ ઓફ કરી દો. જેથી ગરમ હવા વેન્ટીલેશન દ્વારા બહાર નીકળી જશે. એક વાર કારની અંદર ઠંડી હવા આવી જાય તો રિસરક્યુલેશ મોડ ઓન કરી દો. જેથી કારમાં માત્ર એ જ ઠંડી હવા ફરશે, જે કેબિનમાં જમા થઈ છે. આ પ્રોસેસને જોશો, તો તમે જોશો કે કારનુ એસી બહુ જ સારી રીતે ચાલે છે.

image source

એસીને સૌથી ધીમી ગતિ પર ચાલુ કરો

જો તમારી કારમાં ઓટો એસી કે ક્લાયમેટ કન્ટ્રોલ આપવામાં આવ્યુ છે, તો તમે એસી સૌથી ધીમી ગતિ પર ચાલુ કરો, તેનાથી કારની અંદરનુ ટેમ્પરેચર બહુ જ તેજીથી ઓછુ થઈ જશે. એકવાર હવા ઠંડી જાય તો બાદમાં તમે તમારી મરજી મુજબ તાપમાન વધારી શકો છો.

image source

કાર તેજીથી ચલાવો

જો તમારી કાર લાંબા સમયથી બહાર હોય કે, તડકામાં પાર્ક હોય તો સ્વભાવિક રીતે જ કારની કેબિન બહુ જ ગરમ થઈ ગઈ હશે. આવામાં કાર સ્ટાર્ટ કરીને તમામ વિન્ડો ઓપન કરી દો, અને થોડા કિલોમીટર સુધી તેજ સ્પીડમાં કાર ચલાવો. જેનાથી તમે અનુભવશો કે, કારમાં ઠંડી હવા આવવાની ચાલુ થઈ ગઈ હશે. ત્યાર બાદ કારની કાચ બંધ કરીને સામાન્ય ગતિ પર ડ્રાઈવ કરી શકો છો.

image source

આ પણ સમયાંતરે કરતા રહો

આ ઉપરાંત તમે કાર અને એસીનુ સમયાંતરે મેઈનટેન્સ કરાવતા રહો. જેથી એસી સિસ્ટમ સારી રીતે ચાલશે. જો એસીના પરફોર્મન્સમાં કોઈ તકલીફ આવે છે, તો સૌથી પહેલા તેનુ કમ્પ્રેશર ચેક કરાવો. આ ઉપરાંત ગરમીમાં કાર છાયડામાં જ પાર્ક કરવાનું રાખો. રસ્તા પર પાર્કિગ ન મળે, તો બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાર્ક કરવું વધુ સારું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.