જો તમે ફોલો કરશો આ ટિપ્સ, તો રાતોરાત તમારી ત્વચા બની જશે ગોરી-ગોરી

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે સુંદર દેખાય અને તેમનો ચેહરો ગ્લોઈંગ રહે.ઘણા લોકો આવા ચહેરો મેળવવા માટે ઘણી ખર્ચાળ ક્રિમ અને
બજારમાં મળતા ઉત્પાદનો ખરીદે છે,જેમાંથી કેટલાક ઉત્પાદનો કામ નથી કરતા અને કેટલાક ઉત્પાદનોની આડઅસર થાય છે.આજે અમે
તમને ઘરે બનાવેલા ફેસ પેક વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તમને જણાવી દઈએ કે તે ખૂબ સસ્તું પણ છે કારણ કે તમે જાણો છો કે
હમણાં થોડા જ દિવસોમાં ઠંડીના દિવસો શરુ થશે અને આ દિવસોમાં ત્વચાની સમસ્યા થવી તો સામાન્ય છે.ઠંડીના દિવસોમાં ત્વચા પર
કરચલીઓ વધુ આવવા લાગે છે.આ કરચલીઓ દુર કરવા માટે મહિલાઓ તેમના ચેહરા પર ઘણા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.પરંતુ આ
પ્રોડક્ટ્સની તેમના ચેહરા પર કોઈ અસર દેખાતી નથી.

image source

પરંતુ આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ,જે ઉપાય અજમાવવાથી તમે એક દૂંદર અને ગ્લોઈંગ ચહેરો
મેળવી શકો છો.આજે અમે તમને એવા ફેસપેક વિશે જણાવીશું જેને તમે ઘરે જ બનાવી શકો છો.આ ઘરેલુ ફેસપેક એવું છે જે તમને
ક્યારેય કોઈ પાર્લર અથવા બજારમાં પણ નહીં જોવા મળ્યું હોય.અહીં આ ફેસપેકમાં ઉપયોગમાં લેવાતી દરેક ચીજો તમારા ઘરમાં
આરામથી મળી જશે અને જો આ ચીજો તમારા ઘરમાં નહીં હોય તો તમને બજારમાંથી આ ચીજો સરળતાથી મળી રહેશે.તો ચાલો
જાણીએ જાદુઈ ફેસપેક વિશે.આ ફેસપૅકનાં ઉપયોગથી તમારી ત્વચા રાતોરાત સફેદ દૂધ જેવી થઈ જશે.

ફેરનેસ લોશન

image source

તમને જણાવી દઈએ કે દહીં ત્વચા માટે ફાયદાકારક હોય છે,દહીંમાં લેક્ટીક એસિડ હોય છે અને જ્યારે તમે તેને તમારા ચહેરા પર
લગાવો છો,તો તમારો ચહેરો એકદમ ચમકવા લાગે છે.

image source

ફેરનેસ લોશન બનાવવા માટે તમારે અડધી ચમચી દહીં,3 ચમચી ઓલિવ તેલ અને એક ચમચી મધની જરૂર છે, હવે આ બધી વસ્તુઓને
બાઉલમાં મિક્સ કરો.તૈયાર છે તમારું ફેરનેસ લોશન,હવે આ લોશનને તમારે નાહવાના અડધો કલાક પેહલા લગાવવું પડશે.ત્યારબાદ
નાહ્યા પછી તમારી ત્વચા એકદમ ચમકવા માંડશે.આ પેકનો ઉપયોગ સતત 7 દિવસ સુધી કરવું જરૂરી છે.

મુલ્તાની માંટ્ટીનું ફેસ-પેક

તમને જણાવી દઈએ કે મુલ્તાની માંટ્ટીનો ઉપયોગ કરવાથી શરીરમાં રહેલ ખનીજ તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે મુલ્તાની
માટીનો ઉપયોગ ઘણા સૌંદર્ય ઉત્પાદનોમાં પણ થાય છે.

image source

આ ફેસ-પેક બનાવવાની રીત.સૌથી પેહલા 4 ચમચી મુલ્તાની માટી લો,5 ચમચી ગુલાબજળ અને 2 ચમચી બદામ તેલ હવે તમારે આ
બધી વસ્તુઓને એક બાઉલમાં નાખી બરાબર મિક્ષ કરી લેવી પડશે.હવે આ મિક્ષણને બરાબર મિક્સ કરી તમારા ચેહરા પર લગાવી
લો.ત્યારબાદ તેને 10 મિનિટ માટે છોડી દો.10 મિનિટ પછી તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો.આ ઉપાય 7 દિવસ કરવાથી તમારી
ત્વચા પર તમને સપષ્ટ ફાયદો જોવા મળશે.

ચંદન તેલ

image source

લગભગ તમે ચંદનનું તેલનું નામ પ્રથમ વખત સાંભળ્યું છે,તમને જણાવી દઈએ કે ચંદન તેલનો ઉપયોગ ઘણા ઉત્પાદનોમાં થાય છે,જેમ
કે સાબુમાં ચંદન તેલનો ઉપયોગ કરવામાં આવે છે.ચંદન તેલ તમારા ચહેરાના ડાઘ અને રંગદ્રવ્યને દૂર કરશે.

image source

ચંદન તેલનો ઉપયોગ તમારા ચેહરા પર કરવા માટે તમારે અહીં જણાવેલી વસ્તુઓને મિક્સ કરવી પડશે જેમ કે અડધી ચમચી ચંદન
પાવડર,4 ચમચી બદામનું તેલ,એક ચપટી હળદર.આ ફેસ-પેક બનાવવા માટે સૌથી પહેલાં બદામનું તેલ ગરમ કરો,તેલ ગરમ થયા પછી
તેમાં હળદર અને ચંદનનો પાઉડર મિક્સ કરો અને તે મિક્ષણને થોડીવાર માટે ઠંડુ થવા છોડી દો,જ્યારે તે ઠંડુ થાય પછી તેને સૂતા પહેલા
તમારા ચહેરા પર લગાવો.તેનાથી તમારા બધા દાગ અને ફોલ્લીઓ દૂર થશે અને તમારા ચેહરાનો ગ્લો વધશે.