નોકરીને લઇને જો તમે કરતા હોવ અસુરક્ષિત ફિલ, તો આજે જ વાંચી લો આ આર્ટિકલ
નોકરીની અસુરક્ષા
આપણે બધા ભવિષ્ય કે કરિયરને લઈને હંમેશા ચિંતિત રહીએ છીએ. આપ પણ જાણો છો કે આજકાલ દરેક વ્યક્તિ પોતાની નોકરીને લઈને અસુરક્ષિત જેવું મહેસુસ કરે છે. આના કારણે લોકો માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે. દરેક વ્યક્તિ આ વાતને લઈને પરેશાન રહે છે કે તેની નોકરી તેની પાસે હંમેશા રહેશે કે નહી.

શું આપ પણ પોતાની નોકરીને લઈને અસુરક્ષિત મહેસુસ કરો છો. આપ જ નહી ઉપરાંત આપની જેવા એવા ઘણા બધા લોકો છે જે નોકરીને લઈને અસુરક્ષિત જેવું મહેસુસ કરે છે પરંતુ શું આપ જાણો છો કે એનાથી આપની પર્સનાલિટી પર કેટલો ફર્ક પડે છે. શોધકર્તાઓ અનુસાર, નોકરીને લઈને અસુરક્ષિત મહેસુસ કરવું ખુબ સામાન્ય થઈ ગયું છે જેને લઈને લોકોની પર્સનાલીટી પર પણ અસર પડી રહી છે.

નોકરીને લઈને અસુરક્ષિત મહેસુસ કરવું ખતરનાક:
જર્નલ ઓફ એપ્લાઇડ સાઈકોલોજીમાં પ્રકાશિત થયેલ એક અધ્યયનને નોકરીની અસુરક્ષાને નકારાત્મક પ્રભાવોને વધારવાનો આધાર માનીને કરવામાં આવ્યો હતો. અધ્યયનના શોધકર્તા લીના વાંગના મુજબ, નોકરીની અસુરક્ષાને લઈને ફક્ત આપણી મેન્ટલ હેલ્ધ પર જ અસર નથી પડતો ઉપરાંત એનાથી આપણને શારીરિક રીતે પણ નુકસાન થાય છે. પરંતુ હવે આપણે આ ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે તેની અસર કોઈ વ્યક્તિ પર પડે છે.

જે લોકોને પોતાની નોકરીની સુરક્ષાને લઈને ડરી રહ્યા હોય છે તેમનું સ્વાસ્થ્ય તુલનાત્મક રૂપથી વધારે ખરાબ હોય છે. એવા લોકોમાં આપને ચિંતા અને ઉદાસીના લક્ષણ વધારે ઝડપથી વધવા લાગે છે. છેલ્લા એક અધ્યયનમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જર્નલ ઓફ ઓક્યુપેશનલ એન્ડ એન્વાયરમેન્ટલ મેડીસીનમાં પ્રકાશિત રીપોર્ટ અનુસાર, આપણા સ્વાસ્થ્યને નોકરીની અસુરક્ષા સાથે સીધો સંબંધ છે.

પર્સનાલીટી પર પડે છે ખરાબ અસર:
૧૦૪૬ લોકો માટે નોકરીની અસુરક્ષા અને વ્યક્તિત્વના વિષયમાં જવાબ લેવા માટે ઘરેલું, આવક અને શ્રમ ઓસ્ટ્રેલીયા(HILDA)થી રાષ્ટ્રીય સ્તર પર ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અધ્યયનમાં જોવામાં આવ્યું છે કે લાંબા સમયથી નોકરીને લઈને અસુરક્ષિત મહેસુસ કરવું એક નકારાત્મક પ્રભાવ પાડે છે, જો કે તેની સીધી અસર કોઈની પણ પર્સનાલિટી પર થઈ શકે છે. આવામાં દરેક વ્યક્તિ તણાવમાં રહે છે અને તણાવમાં લાંબા સમય સુધી રહેવાથી તેની સીધી અસર આપણા શારીરિક રીતે જોવા મળે છે.

કેટલાક લોકો આ વાતને માને છે કે નોકરીની અસુરક્ષા મહેસુસ કરવાથી લોકો મોટાભાગે વધારેથી વધારે મહેનત કરવા લાગે છે જેનાથી તેમની નોકરી હંમેશા માટે સુરક્ષિત રહે. પરંતુ વાંગ જણાવે છે કે આપણી શોધમાં આવા કોઇપણ સૂચન નથી. અમને એ મળ્યું છે કે જે લોકો નોકરીની અસુરક્ષા મહેસુસ કરે છે, તે ખરેખરમાં પોતાના પ્રયત્નોને ઓછા કરવા, મજબુત, સકારાત્મક કામ કરનાર સંબંધોથી દુર રહે છે. આમ જ ધીરે ધીરે સ્થિતિ ઉત્પન્ન થાય છે જેનાથી તણાવ થવાના કારણે પર્સનાલીટી પર પ્રભાવ પાડે છે.

આ બધા માંથી બચવા માટે આપને નોકરીના તણાવને દુર રાખીને પોતાનું કામ કરવું જોઈએ. આની સાથે જ આપે તણાવમુક્ત રેહવા માટે યોગા અને એકસરસાઈઝ કરવી જોઈએ જેનાથી આપ તણાવમુક્ત રહી શકો છો. આપ પોતાના કામને મેહનત અને લગનની સાથે કરો જેનાથી આપનું કામ સારી રીતે દેખાઈ શકે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.