જો ફોલો કરશો આ ટિપ્સ, તો બ્યૂટી પ્રોડક્ટ્સ ક્યારે પણ નહિં થાય Expired…

આજના આ સમયમાં છોકરીઓ માટે મેક અપ કરવો એ એક જરૂરિયાત બાબત બની ગઇ છે. જો કોઇ છોકરી પાસે વધુ સમય ના હોય તો તે જલદીમાં પણ થોડો મેક અપ કર્યા પછી જ ઘરની બહાર નિકળવાનો આગ્રહ રાખતી હોય છે. મેક અપ કરવા માટે છોકરીઓ અનેક ઘણી બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે. જો કે મોટાભાગની છોકરીઓની ફરિયાદ હોય છે કે તેઓ તેમની બ્યૂટી પ્રોડક્ટ્સ એક-બે વાર યુઝ કરે ત્યાં જ તે ખરાબ થઇ જાય છે અથવા તો તે એક્સપાયરડ થઇ જાય છે. આમ, બ્યૂટી પ્રોડક્ટ્સ એકવાર ખરાબ થઇ જાય તો તમે તેનો ફરી યુઝ પણ નથી કરી શકતા અને પછી તે ફેંકવાનો વારો આવે છે. આમ, જો તમારી સાથે પણ વારંવાર આવુ જ કંઇક થતુ હોય તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જે તમારી કોઇ પણ બ્યૂટી પ્રોડક્ટ્સને ખરાબ થવા દેશે નહિં.

image source

બ્યૂટી પ્રોડક્ટ્સ લેતી વખતે ડેટ ચેક કરો

એક બાબત ખૂબ જ જરૂરી છે કે, જ્યારે તમે બહાર બ્યૂટી પ્રોડક્ટ્સ લેવા જાઓ છો ત્યારે સૌ પ્રથમ તેની ડેટ ચેક કરો. કારણકે ઘણી વખત કોઇ પ્રોડક્ટ્સ એક્સપાયરડ પણ થયેલી હોય છે. આ સાથે જ કોઇ પણ પ્રોડક્ટ્સને ઘરે લાવ્યા પછી તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો. જો તમે તમારી પ્રોડક્ટ્સનો યુઝ ના કરી શકો તેમ હોય તો તે તમારી ફ્રેન્ડને આપો જેથી કરીને કોઇ બીજી વ્યક્તિ તમારી પ્રોડક્ટસનો યુઝ કરી શકે અને તે વેસ્ટ ના જાય તેમજ કોઇ બીજાના કામમાં પણ આવે.

image source

જરૂરિયાત વગર બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદશો નહિં

જો તમને દેખાદેખી કરીને કોઇ વસ્તુ ખરીદવાની આદત હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે. કારણકે ઘણી વાર દેખાદેખી કરીને વસ્તુ ખરીદવાથી પૈસા વેડફાઇ જાય છે અને તે પછી કોઇ કામમાં પણ આવતી નથી. આમ, જો તમે કોઇની બ્યૂટી પ્રોડક્ટ્સ જોઇને ખરીદતા હોવ તો ના ખરીદતા કારણકે બની શકે કે તમે તેના જેટલો યુઝ ના પણ કરતા હોવ. આમ, તમારી જરૂરિયાત હોય ત્યારે જ બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદવાનો આગ્રહ રાખો જેથી કરીને તે જલદી બગડી ના જાય.

The 3 Beauty products you need to buy & The 3 you need to "bye ...
image source

જાહેરાત જોઇને લોભાશો નહિં

આજના આ સમયમાં લોકો પોતાની પ્રોડક્ટ્સનુ સેલિંગ કરવા માટે અનેક જાતનુ માર્કેટિંગ કરતા હોય છે. આમ, માર્કેટિંગમાં જાહેરાત એ એક મોટુ સાધન છે. જાહેરાતથી અનેક લોકો લોભાઇ જાય છે અને પછી વ્યક્તિને કોઇ પણ વસ્તુ ખરીદવાની ઇચ્છા થઇ જતી હોય છે. હંમેશા એવી જ બ્યૂટી પ્રોડક્ટ્સની ખરીદી કરો જે તમારા બજેટને અનુરૂપ હોય. એવી પ્રોડક્ટ્સને અવોઇડ કરો જે માત્ર જાહેરાતો જોઇને તમે લોભાઇ ગયા હોવ.

image source

મલ્ટી-ટાસ્કિંગ પ્રોડક્ટ્સ ખરીદો

હંમેશા એવી પ્રોડક્ટ્સ ખરીદો જેનો ઉપયોગ તમે એક કરતા વધારે કામમાં કરી શકો એટલે કે તે મલ્ટી-ટાસ્ક હોય. મલ્ટી-ટાસ્કિંગ પ્રોડક્ટ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે તમારા પર્સમાં બહુ જગ્યા રોકતી નથી અને તે આસાનીથી નાના પર્સમાં પણ આવી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.