જો કાળઝાળ ગરમીમાં ફોલો કરશો આ ટિપ્સ, તો નહિં લાગે લૂ અને રહેશો એકદમ ફ્રેશ…

ગરમી પોતાનો આકરો મિજાજ બતાવવા લાગી છે ત્યારે અનેક લોકો આ દિવસોમાં હેરાન-પરેશાન થઇ ગયા છે. જો કે આ ગરમીમાં લોકોને સ્કિનના પ્રોબ્લેમ્સ પણ થવા લાગશે. આ સાથે જ કાળઝાળ ગરમીમાં લોકોને ડિહાઇડ્રેશનની સમસ્યા પણ સતાવશે, પણ જો તમે આજથી જ આ ટિપ્સ ફોલો કરશો તો તમે ગરમીથી બચી શકશો, લૂ નહિં લાગે અને એકદમ ફ્રેશ ફિલ પણ કરશો.

image source

– ઘરમાંથી બહાર જતી વખતે ખીસ્સામાં એક ડુંગળી મુકો જેથી કરીને લૂ લાગવાથી બચી શકાય.

– ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા સોફ્ટ ડ્રિંક્સ કે સોડા પીવાની જગ્યાએ નેચરલ અને હેલ્ધી વસ્તુઓથી બનેલુ ડ્રિંક્સ પીવો.

– ગરમીથી બચવા માટે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે એક ગ્લાસ ઠંડુ પાણી પીને નીકળો.

image source

– દિવસમાં ઓછામાં ઓછા દસથી પંદર ગ્લાસ પાણી અવશ્ય પીવો. પાણી પીવામાં જરા પણ ઢીલાશ ન રાખશો કેમકે આ ઋતુમાં પાણી શરીરમાં પરસેવા દ્બારા બહાર નીકળી જાય છે.

– ગરમીમાં બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવાનુ ટાળો કારણકે તેનાથી ફૂડ પોઈઝનિંગ થવાના ચાન્સિસ વધી જાય છે .

– ગરમીમાં પાચન શક્તિ ખાસ કરીને નબળી પડી જાય છે. પાચન શક્તિ સારી રીતે કાર્ય કરે તે માટે મસાલેદાર અને વધારે પડતાં તળેલા ખોરાકથી દૂર રહો. ભુખ કરતાં બે રોટલી ઓછી ખાઓ.

image source

– આકરા તડકામાં બહાર નીકળતાં પહેલાં પોતાને કવર કરીને બહાર નીકળો. ખાસ કરીને માથાને અને ત્વચાને કોઈ પણ રીતે બચાવો. તેના માટે ટોપી, સ્કાર્ફ અને ગોગલ્સનો ઉપયોગ કરી શકો છો.

– ગરમીમાં ઘરે જ કેરીનો બાફલો બનાવો અને પીવો જેથી કરીને લૂ સામે રક્ષણ મળે અને વિટામીન સી પણ મળી રહે.

– ગરમીમાં રોજ એક ગ્લાસ છાશ પીવો જેથી કરીને એસિડિટી જેવી સમસ્યાઓથી બચી શકાય.

image source

– આંખોને આકરા તાપથી બચાવી રાખવા માટે ડાર્ક રંગના ગોગલ્સ અવશ્ય પહેરો.

– ગરમીથી બચવા લીંબુ શરબત પીઓ જે શરીરમાં એનર્જી બનાવી રાખશે.

– ગરમીમાં બહાર નિકળતા પહેલા સ્કીન પર સારી કંપનીનું સનસ્ક્રીન લોશન અવશ્ય લગાવો.

– સવારે વહેલાં ઉઠીને ફ્રેશ હવા લો.

– ગરમીમાં ખાસ કરીને સુતરાઉ કપડાં જ પહેરવાનો આગ્રહ રાખો જેથી કરીને તે ઝડપથી પરસેવો ચુસી લે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.