જો તમે પણ SBIમાં કરાવી હોય FD, તો આ માહિતી વાંચીને તમને પણ લાગશે ઝાટકો

તમે જાણતા જ હશો કે એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક છે.એસબીઆઇએ ગુરુવારે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.એસબીઆઇએ કહ્યું કે નવા દરો પણ 12 મેથી લાગુ કરવામાં આવશે.

એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 3 વર્ષના સમયગાળાની FD પરના વ્યાજ દરમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો છે.બેંક દ્વારા નક્કી કરાયેલા નવા દરો 12 મેથી લાગુ થશે.દેશની સૌથી મોટી બેંકે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે,સિસ્ટમ અને બેંકની તરલતાને ધ્યાનમાં રાખીને,અમે 3 વર્ષના સમયગાળા માટે રિટેલ ટર્મ ડિપોઝિટ રેટમાં આ ઘટાડો કરી રહ્યા છીએ.

image source

એસબીઆઈના નવા FD દર – હાલમાં એસબીઆઈ 7 દિવસથી 45 દિવસની FD પર 3.5% વ્યાજ ચૂકવે છે.જ્યારે તે 46 દિવસથી 179 દિવસ માટે 4.5 ટકા વ્યાજ ચૂકવે છે અને 180 દિવસથી એક વર્ષ કરતા ઓછા સમયગાળા માટે 5 ટકા વ્યાજ ચૂકવે છે.

1 વર્ષથી 10 વર્ષ સુધીની પાકતી ડિપોઝીટ પર બેંક 7.7 ટકા વ્યાજ ચૂકવે છે.તમામ મુદતની FD પર,આ બેંક વરિષ્ઠ નાગરિકોને 50 બેસિસ પોઇન્ટ અથવા 0.50 ટકા વધુ વ્યાજ આપે છે.

image source

અગાઉ માર્ચ 2020 માં એસબીઆઇએ FD વ્યાજ દરમાં 20 થી 50 બેસિસ પોઇન્ટ ઘટાડવાની પણ જાહેરાત કરી હતી.તેનો અમલ 28 માર્ચ 2020 થી કરવામાં આવ્યો હતો.માર્ચની શરૂઆતમાં એસબીઆઈએ 10 મી તારીખે FD વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.

image source

એમસીએલઆરમાં 0.15 ટકાનો ઘટાડો

એસબીઆઇએ આજે બીજી મોટી જાહેરાત કરી છે.એસબીઆઇ હોમ લોનના વ્યાજદરમાં 0.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.આ કપાત બાદ વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા થયો છે.નવા દરો 10 મેથી લાગુ થશે. બેંક દ્વારા એમસીએલઆરમાં આ સતત 12 મો ઘટાડો અને નાણાકીય વર્ષ 2020-21માં બીજો ઘટાડો છે.એપ્રિલની શરૂઆતમાં

એસબીઆઈએ વ્યાજના દરમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો.

image source

કેટલી બચશે ઇએમઆઈ

એસબીઆઈના નિર્ણયથી એમસીએલઆર આધારિત મકાનો લેનારા ગ્રાહકોને થોડી રાહત મળશે.જો કોઈ વ્યક્તિએ 30 વર્ષ માટે એસબીઆઈ પાસેથી 25 લાખ રૂપિયાની એમસીએલઆર આધારિત લોન લીધી હોય,તો દર મહિને તેમની ઇએમઆઈ 255 રૂપિયા બચશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.