પૃથ્વી પરની આ જગ્યાઓ જોશો, તો કહેશો આ જ સાચું સ્વર્ગ છે

સ્વર્ગ જવાનુ સપનુ દરેક કોઈ જુએ છે. પણ અસલમા સ્વર્ગ કેવું હોય છે તેની કોઈને ખબર હોતી નથી. આકાશમાં સ્વર્ગ ક્યાં છે તે તો કોઈને ખબર નથી, પરંતુ જમીન પર સ્વર્ગ ક્યાં આવેલું છે તે અમે તમને જણાવી શકીએ છીએ. ધરતીની નીચે પણ સ્વર્ગ છે. અમે મજાક નથી કરતા, પણ તમે આ જગ્યા પર આવીને ભૂલી જશો કે તમે પૃથ્વી પર જ છો.

image source

હૈંગ સોન ડૂંગની ગુફા, વિયેતનામ

સોન ડુંગ દુનિયામાં શોધવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ગુફા છે. વિયેતનામના એક ચર્ચિત નેશનલ બગીચામાં આવેલી આ ગુફા અંદાજે 20થી 50 લાખ વર્ષ જૂની છે. પ્રકૃતિના કોઈ અદભૂત અજુબાની જેમ આ ગુફા અંદાજે 5 કિલોમીટર લાંબી, 200 મીટર ઊંચી અને 150 મીટર પહોળી છે.

Excursion to the nearby Puerto Princesa Subterranean River ...
image source

પ્યૂર્ટી પ્રિંસેસાની ભૂમિગત નદી, ફિલીપાઈન્સ

આ દુનિયાની સૌથી લાંબા ભૂમિગત નદી છે. જેની મુસાફરી તમે નાવડીની મદદથી કરી શકો છો. વર્ષ 2012માં દુનિયાના સાત નવા અજુબામાં તેને સામેલ કરવામાં આવી હતી. તે ફિલીપાઈન્સના પલાવન ટાપુ પર આવેલી છે.

image source

ઓજાકર્સ કવર્ન્સ ગુફા, અમેરિકા

અમેરિકાના મિસૌરી પ્રાંતમાં આવેલી આ ગુફાને 1880ના દાયકામાં શોધવામાં આવી હતી. આ ગુફા એન્જેલ શોવર્સના નામથી ફેમસ ફુંવારાઓ માટે પ્રસિદ્દ છે. આ ગુફાની છત પરથી અનેક ધારાઓ કેલ્સાઈટના બનેલા બાથટબ જેવી આકૃતિઓમાં નીચે પડતી દેખાય છે. આ મનમોહક નજારાને જોઈને એવું લાગે છે કે, માને તમે સ્વર્ગના ગુસલખાનામાં આવી ગયા હોવ, જ્યાં આ સુંદર બાથટબ તમારી રાહ જોઈ રહ્યું હોય.

Salina Turda salt mine museum in Romania : woahdude
image source

સલીના તુરડા, રોમાનિયા

રોમાનિયાના ટ્રાન્સિલવાનિયાની નજીક આવેલી મીઠાની આ ખાણ વર્ષ 1992માં સામાન્ય મુસાફરો માટે ખોલવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અંદાજે 20 લાખ મુસાફરો તેની સુંદરતાને નિહારી શક્યા છે.

Reed Flute Cave of Guilin, China, Happytrips.com | Times of India ...
image source

રીડ ફ્લુટ ગુફા, ચીન

અલગ અલગ રંગોના રોશની સાથે સજેલા લાઈમસ્ટોનની આ ગુફા અંદાજે 180 મિલિયન વર્ષ જૂની છે. આ ગુફાને દ્વીતિય વિશ્વ યુદ્ઘ દરમિયાન એક જાપીની સૈનિક દ્વારા શોધવામાં આવી હતી.

Travel Recipes and More image by K S | Natural bridge springbrook ...
image source

સ્પ્રિંગ્બુક પાર્ક સ્થિત નેચરલ બ્રિજ, ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ વિસ્તારાં બ્રિસ્બેનથી અંદાજે 100 કિલોમીટર દૂર પર આવેલી આ સુંદર ઝરણાંની ધાર ગુફાના ઉપરના ભાગને કાપતી પોતાના રસ્તો બનાવે છે. આ પૂરી પ્રક્રિયાથી ગુફાની છત પર કોઈ પુલની આકારમાં બનતી હોય તેવો નજારો દેખાય છે.

image source

વાઈટોમો ગ્લોવોર્મ ગુફા, ન્યૂઝીલેન્ડ

ગ્લોવોર્મ નામથી ઓળખાતી આ ખાસ ફંગસ માત્ર ન્યૂઝીલેન્ડમાં જ મળી આવે છે. ગ્લોવોર્મની હાજરીને કારણે આ ગુફામાં હંમેશા એક સુંદર ચમક ફેલાયેલી રહે છે.

8 Natural Wonders of Brazil - EscapeHere
image source

પોકો એંકાટડો, બ્રાઝિલ

બ્રાઝિલની આ સુંદર ગુફાની જાણકારી બહુ ઓછા લોકોને છે. જેને કારણે તેની ગણતરી પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં નથી થતી. તેમ છતાં જે લોકો સુંદર નજારાની વચ્ચે શાંતિના બે પળ વિતાવવા માંગો છો, તેમના માટે આ ગુફા બેસ્ટ છે. ગુફામાં રહેલુ ઝરણું કોઈ પણ વ્યક્તિને મનમોહક બની રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.