ગરમીમાં તદુંરસ્ત રહેવું હોય તો, ફ્રિજની જગ્યાએ પીવો માટલાનું પાણી…

ગરમીમાં તદુંરસ્ત રહેવું હોય તો, ફ્રિજની જગ્યાએ પીવો માટલાનું પાણી

આજના સમયમાં બધાના ઘરમાં ફ્રિજ હોય છે પરંતુ કેટલાંક લોકો ગરમીમાં માટલાના પાણી વધારે પીવે છે, કેમ કે, તે સ્વાસ્થ્ય માટે બહુ લાભકારક હોય છે. માટીમાં એવા ગુણો હોય છે જે શરીરને પોષક તત્ત્તવોની ઉણપને પૂરી કરે છે અને તમારા શરીરને સ્વસ્થ રાખે છે. કહેવાય છે કે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીએ તો માટલાનું પાણી અમૃત છે. વર્ષોથી ભારતીય ઘરોમાં પાણી સ્ટોર કરવા માટે માટલાંનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

માટાલાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોવાને કારણે તેને પીવાથી ક્યારે બીમારી નથી આવતી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. માટે માટલાનું પાણી આપણને સ્વસ્થ રાખે છે. આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ , હળવા , સ્વચ્છ અને અમૃત સમાન ગણાય છે . આ પ્રાકૃતિક જળના સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરેને સ્વસ્થ રાખે છે.

-રોગપ્રતિકાક ક્ષમતા વધારે છે

નિયમિતપણે માટલાનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્લાસ્ટિકના બોટલમાં પાણી સ્ટોર કરવાથી તેમાં પ્લાસ્ટિકની અશુદ્ધિઓ ભળે છે. જાણવા મળ્યું છે કે, માટલામાં પાણી સ્ટોર કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધી જાય છે.

image source

-ઝેરી તત્ત્તવોને નાશ કરે છે

માટીમાં એવા તત્ત્તવો હોય છે જે શરીરની અશુદ્ધીઓને શુદ્ધ કરે છે. તે પાણીના ઝેરી પદાર્થોને શોષી લે છે અને પાણીમાં જરૂરી પોષક તત્ત્તવોને મિક્સ કરવામાં મદદ કરે છે. તેને પીવાથી સ્વાસ્થ સારું રહે છે. માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે. માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે.

-પાચનતંત્રને મજબૂત રાખવા

માટલાનું પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે . એને પેવાથી પેટમાં ભારે નથી લાગતું. તેમજ માટલાનું પાણી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ વધે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણીમાં ઝેરી તત્ત્તવો જમા થાય છે જે સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક હોય છે.

image source

-એસિડિટી અને પેટનો દુઃખાવો

માટીમાં રહેલા ક્ષારીય ગુણ પાણીની અમ્લતા સાથે પ્રભાવિત થઈને, યોગ્ય PH સંતુલન પુરું પાડે છે. આ પાણી પીવાથી એસિડિટી કંટ્રોલ કરી શકાય છે અને પેટના દુ:ખાવામાં પણ રાહત મળે છે. તેમજ માટલાના પાણીમાં રહેલા પ્રાકૃતિક મિનરલ્સ એસીડીટીથી બચાવે છે.

-ગળાની સમસ્યાને રાખે છે દૂર

ફ્રિઝનુ પાણી પીવાથી ગળાની કોશિકાઓનુ ખરાબ થઈ જાય છે. જેના કારણે ગળામાં સોજો આવી જાય છે પરંતુ માટાલાનું પાણી પીવાથી ક્યારે પણ ગળાની સમસ્યા નથી થતી. તેમજ ઘણી વાર ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી ગળાની સાથે સાથે શરીરના અન્ય અંગો પર પણ આડઅસર થાય છે. ફ્રિજનું પાણી કાયમ પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ગળું ખરાબ થાય છે. માટલાનું પાણી પીવાથી શરદી અને કફ ની તકલીફ માંથી છુટકારો મળે છે અને ગળાની તકલીફ પણ દૂર થઇ છે.

image source

-ગર્ભાસ્થામાં ફાયદાકારક

ર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે પણ માટલા નું પાણી ખુબ સ્વાસ્થયવર્ધક સાબિત થાય છે. ગર્ભાવસ્થામાં બહુ ઠડું પાણી હાનિકારક છે. ગરમીમાં પ્રેગ્નેટ મહિલાએ માટાલાનું પાણી પીવું. કારણકે તે સ્વાસ્થ્ય માટે સારું પણ હોય છે અને માટીની ભીનાશને કારણે ગર્ભવતી મહિલાને સારો અનુભવ થઈ શકે છે.

– થાક દૂર કરે છે

માટલાનું પાણી પીવાથી થાક દૂર થઈ જાય છે . એને પેવાથી પેટમાં ભારે નથી લાગતું. તેમજ લોહીવહેતાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખે તો લોહી વહેવુ બંદ થઈ જાય છે. સવારના સમયે આ પાણીના પ્રયોગથી દિલ અને આંખોની સેહત દુરૂસ્ત રહે છે. જે લોકોને અસ્થમાની સમસ્યા હોય છે એ આ પાણીના પ્રયોગ ન કરવું કારણ કે એની તાસીર ઠંડી હોય છે. જેથી કફ અને ખાંસી વધે છે. શરદી , આંતરડામાં દુખાવા , તાવમાં માટલાના પાણી ન પીવું. તળેલી વસ્તુઓ ખાદ્યા પછી આ વસ્તુઓ ન ખાવી નહી તો ખાંસી થઈ શકે છે.

image source

તેમજ તે વાતનું ખાસ ધ્યાન રાખવું માટલાનુ પાણી દરરોજ બદલવુ. પણ એને સાફ કરવા માટે અંદર હાથ નાખીને ઘસવું ન જોઈએ નહી તો એના છિદ્ર બંદ થઈ જાય છે અને પ આણી ઠંદા નહી થતા.

તમને આ માહિતી પણ જણાવી ગમશે.

વિશ્વની ૨૦ એવી જગ્યાઓ જ્યાં એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ…

ભારતની 8 સૌથી આલિશાન હોટેલ્સ, સામાન્ય લોકો માટે તો એક દિવસ રોકાવું પણ સપના જેવું…

શું તમનેે ખબર છે 2000ની નોટ પર કેમ આવા બબલ્સ હોય છે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.