જો તમારો ક્રશ તમારી સામે આવી જાય તો, લોકો કરે છે આવી ભૂલો તમે તો નથી કરતા ને??…
મોટાભાગના લોકોનું ઓફિસ કે કોલેજમાં કોઈને કોઈ ક્રશ હોય છે. યુવક-યુવતીઓ જ્યારે કોઈને પસંદ કરવા લાગે છે, પરંતુ કહેવાની હિંમત કરી શક્તા નથી. ત્યારે એક તરફા પ્રેમને બોલચાલની ભાષામાં ક્રશ કહેવાય છે. કોઈ યુવક કે યુવતીની સામે તેમનો ક્રશ આવી જાય તો તેઓ બહુ જ અસહજ અનુભવે છે. આ જ કારણે ક્રશની સામે તેઓ જાણ્યે-અજાણ્યે કેટલીક ભૂલો કરી દે છે. તો જાણો તેઓ કેવી કેવી ભૂલો કરે છે

સતત જોતા રહેવું
યુવક-યુવતીની સામે જ્યારે તેમનો ક્રશ આવી જાય છે, ત્યારે તેઓ કંઈ પણ વિચાર્યા-કર્યા વગર સતત તેને જોયા કરે છે. એટલુ જ નહિ, કેટલાક લોકો તો એકલા એકલા હસવા લાગે છે.
ઓવર-એક્સાઈટેડ થઈ જવું
જો ક્રશ સ્માઈલ કરી દે, અથવા તો કંઈક બોલો, તો આવી સ્થિતિમાં લોકો ઓવર-એક્સાઈટેડ થઈ જાય છે, આ કારણે જ તેઓ ક્રશની સામે અનેક એવી ભૂલો અને બેવકૂફી ભરી હરકતો કરી બેસે છે. આવું કરવાથી તમારી ઈમ્પ્રેશન ખરાબ પડી શકે છે.

જોતા જ બધુ ભૂલી જવું
અનેકવાર એવું થાય છે કે, લોકો પોતાના ક્રશને જોઈને નર્વસ થઈ જાય છે. જેના કારણે તેઓ વાત કર્યા વગર જ હસવા લાગે છે, અથવા તો મોબાઈલનો ઉપયોગ કરવા લાગે છે. એટલું જ નહિ, ક્રશને જોતા જ તે પહેલા થઈ રહેલી વાતોને પણ ભૂલી જાય છે અને આઈ કોન્ટેક્ટ કરતા ખચકાય છે.
નામ રાખવું
મોટાભાગના લોકો એવું વિચારે છે કે, સામેવાળી વ્યક્તિને ખબર ન પડે કે મારું તેમના પર ક્રશ છે અને આ કારણે જ તેઓ ક્રશનું કોડનેમ રાખી દે છે. આવામાં જો ભૂલથી તમારા ક્રશને તેના આ નામ વિશે ખબર પડે, તો તેની નજરમાં તમારી ઈમેજ ખરાબ પડી શકે છે.

સપના જોવા
કેટલાક લોકો એવા પણ હોય છે, જે પોતાના ક્રશને લઈને એક અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે. ક્રશને જોતા જ તેઓ અલગ અલગ પ્રકારના સપના જોવા લાગે છે અને તેના વિશે જ વિચારવા લાગે છે.

ઘબરાઈ જવું
જો કોઈ કારણથી અચાનક તમારો ક્રશ સામે આવીને તમને કંઈક પૂછે છે, તો આવી સ્થિતિમાં કેટલાક લોકો ઘબરાઈ જાય છે. આ ઘબરાહટને કારણે લોકોના મોઢામાંથી અવાજ પણ નીકળતો નથી અને તેઓ તેમના સવાલનો જવાબ આપી શક્તા નથી. આવું કરવાથી તમારી ઈમેજ ખરાબ બનશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.