જો તમારા લગ્ન બાકી છે તો આજથી જ શરુ કરો આ પ્લાનીગ.. ભવિષ્ય માટે રેહશે ખૂબ ફાયદાકારક…

જવાનીમાં આપણે બધાના ખર્ચો સામાન્ય રીતે બહુ જ ઓછા હોય છે. કેમ કે, તે સમયે લોકોની પાસે જવાબદારી ઓછી હોય છે. તેથી એ જ એવો સમય છે, જ્યાં તમે સારુ ઈન્વેસ્ટમેન્ટ વિશે વિચારી શકો છો. લગ્ન બાદ તમારા આર્થિક લક્ષ્યાંક અને જીવનસાથીના ખર્ચા પણ વધી જાય છે. તેથી આજે એવા ટિપ્સ જાણી લો, જેનાથી તમે નાની-મોટી આર્થિક ગડબડી કરવાથી બચી શકો છો, અને સારું ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરી શકશો.

એકથી વધુ ક્રેડિટ કાર્ડ યુઝ ન કરો

કેટલાક યંગસ્ટર્સ એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ રાખે છે. આમ તો ક્રેડિટ કાર્ડ, તમારા જીવનને સરળ બનાવવા માટે બનાવાયા છે. પંરતુ હંમેશા એવું નથી થતું. કેમ કે, ક્રેડિટ કાર્ડની આડમાં લોકો વધુ ખર્ચ કરી લે છે. જેને કારણે મની મેનેજમેન્ટ બગડી જાય છે. આ કારણે કેટલાક લોકો દેવામાં ડૂબી જાય છે.

image source

સારું પ્લાનિંગ કરી શકો

કોઈ પણ કામ કરવા માટે જરૂરી છે કે સારું પ્લાનિંગ કરો. કેમ કે તેનાથી કામ સરળ બની જાય છે. તેના માટે એક પ્રોફેશનલ પ્લાનરની મદદથી એક મજબૂત ફાઈનાન્શિયલ પ્લાન તૈયાર કરવો જરૂરી નથી, પરંતુ તમારે માસિક બજેટ તૈયાર કરવું જોઈએ. તેના હિસાબે જ ચાલવાનો પ્રયાસ કરો. પ્રયત્ન કરો કે, તમે તમારો રિટાયર્ડમેન્ટ સુધીનો પ્લાન બનાવી શકો, જેનાથી તમને કોઈ તકલીફ ન થાય. તમને હાલ એવું લાગશે કે તેનો સમય હજી આવ્યો નથી. પંરતુ તમારી આર્થિક પરિસ્થિતિઓ અને યોજનાઓની જાણકારી નહિ રાખો તો બાદમાં નુકસાન થશે.

image source

ઈમરજન્સી ફંડ જરૂર રાખે

ઈમરજન્સી ફંડ હોવું બહુ જ જરૂરી છે. કેમ કે, તમને કોઈ અંદાજ નથી કે રૂપિયાની જરૂર ક્યાં અને કેવીરીતે પડશે. તેથી રૂપિયા કમાવાની શરૂઆત કરો, ત્યારથી જ ઈમરજન્સી ફંડને બનાવવા પર પણ ધ્યા રાખો. જો તમે વધુ રૂપિયા બચાવીને નથી રાખી શક્તા, તો થોડું થોડું કરીને બચાવો. 6 મહિના સુધી વાપરી શકો, તેટલું ઈમરજન્સી ફંડ તમારી પાસે હોવું જરૂરી છે.

image source

ઈન્સ્યોરન્સ અને ઈન્વેસ્ટમેન્ટ એક જ નથી

આ ભૂલ દરેક વ્યક્તિ કરે છે. એક ઈન્સ્યોરનસ પ્લાનને ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડી દેવું. ઈન્સ્યોરન્સ કંપની દ્વારા મોંઘા શુલ્ક અને ફીસના રૂપમાં તમારા રૂપિયા ખાવાનો એક રામબાણ ઈલાજ છે. આ ઉપરાતં ઈન્સ્યોરન્સ પ્લાન, એન્ડોરમેન્ટ પ્લાન પણ શરૂશરૂમાં આકર્ષક લાગે છે, પરંતુ તે અનુમાન કરતા ઓછું રિટર્ન આપે છે. તેથી ઈન્સ્યોરન્સ અને ઈન્વેસ્ટમેન્ટને હંમેશા અલગ રાખવું જોઈએ. હાઈ રિટર્ન આપવાનો વાયદો કરનારા લોભાવનારા ઈન્સ્યોરન્સ ઉત્પાદકોની તુલનામાં એક શુદ્ધ ટર્મ ઈન્સ્યોરન્સ લેવું જોઈએ.

image source

ઈન્સ્યોરન્સ કવર જરૂર રાખો

સાચા સમય પર લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ લેવું જોઈએ. તે ફાઈનાન્શિયલ પ્લાનિંગનો મુખ્ય ભાગ છે. તમારી લાઈફ ઈન્સ્યોરન્સની રકમ તમારી ઉમર, તમારી જવાબદારી અને તમારા પરિવારના આશ્રિત લોકો પર નિર્ભર કરે છે. તે જ રીતે હેલ્થ ઈન્સ્યોરન્સની રકમ પણ તમારા પરિવારના લોકોની સંખ્યા, બીમારીઓનો ઈતિહાસ, નિવાસ સ્થળ, એક સેકન્ડરી હેલ્થ ઈન્સ્યોરન્સ અન તમારી હાલની ઉંમર પર નિર્ભર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.