જો પાર્ટનર આ 8 સવાલનો ‘હા’માં જવાબ આપે, તો જ લગ્ન માટે ‘હા’ પાડજો…
લગ્ન જિંદગી માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય હોય છે, કેમ કે આ પવિત્ર બંધનમાં કેટલાક પળ માટે નહિ, પંરતુ આખી જિંદગી માટે હોય છે. લગ્ન બાદ જ્યાં યુવક-યુવતીની જિંદગી સમગ્ર રીતે બદલાઈ જાય છે, તો તેમની જિંદગી પણ બદલાઈ જાય છે. જો પતિ-પત્નીના વિચાર અને આપસી અંડરસ્ટેન્ડિંગ હોય, તો જ જવાબદારી સારી રીતે નિભાવી શકાય છે. તેથી સારું છે કે, લગ્ન પહેલા તમારા થનારા હમસફર સાથે કેટલીક બાબતો પહેલેથી જ નક્કી કરી લો, જેથી બાદમાં તમને પશ્ચાતાપ ન કરવો પડે. આજે અમે તમને એવા 8 સવાલો વિશે બતાવીશું, જેનો જવાબ તમારે લગ્ન પહેલા તમારા થનારા જીવનસાથી પાસેથી માંગી લેવો બેસ્ટ રહેશે. તો તે આ સવાલનો જવાબ હામાં આપે છે, તો જ તમારી હા પાડવી યોગ્ય ગણાશે.

1. આ સવાલ તમે લગ્ પહેલા એકબીજાને જરૂર પૂછો કે, તમે મારી સાથે જ લગ્ન કરવા કેમ માંગો છો. મોટાભાગના કિસ્સામાં જોવાયું છે કે, યુવકો કે યુવતીઓ કોઈના દબાણમાં આવીને લગ્ન માટે હા કહે છે.
2. જેની સાથે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો, તેમની પસંદ અને નાપસંદને તમારે પહેલેથી જ જાણી લેવી જોઈએ. તેથી લગ્ન પહેલા જ તમારા પાર્ટનરની પસંદ અને આદતો બંને વિશે સારી રીતે માહિતી મેળવી લો, જેથી લગ્ન બાદ કોઈ તકલીફો ન રહે.
:max_bytes(150000):strip_icc()/GettyImages-636698954-5935b35d3df78c08abbeaf66.jpg)
3. તમારા પાર્ટનરનો તેના પરિવાર સાથે કેવો સંબંધ છે, તે સવાલ તો તેને જરૂર પૂછી લેજો. જેથી તમને તેના ઘરમાં એડજસ્ટ થવામાં કોઈ તકલીફ ન થાય.
4. લગ્ન પહેલા પૂછી લેજો કે લગ્ન બાદ તે ક્યારે અને કેટલા બાળકો ઈચ્છે છે. હનિમૂન અને બાળખોને લઈને તેનું શું પ્લાનિંગ છે. તેનાથી તમને માલૂમ પડશે કે તમારા બંનેને તાલમેલ બરાબબર બેસે છે કે નહિ.

5. મારી સાથે તમે જીવન કે વિતાવવા માગો છે તે સવાલ પૂછીને તમે તેના જવાબથી તમારા ભવિષ્યની કલ્પના આસાનીથી કરી શકો છો.
6. આ બહુ જ જરૂરી સવાલ છે કે, જેના વિશે તમે તમારા પાર્ટનરને જરૂર પૂછો કે, તે રોમાન્સ વિશે શુ વિચારે છે. જેનાથી તમે તમારી રોમાન્સ લાઈફ કેવી રહેશે તેનો અંદાજ લગાવી શકો છો.

7. તમે લગ્ન બાદ ભલે એકલા રહો કે, તેની ફેમિલી સાથે. પણ થનારા પાર્ટનરને આ સવાલ જરૂર પૂછજો કે, તમારી આર્થિક સ્થિતિ કેવી છે અને ભવિષ્યમાં તે પોતાની આર્થિક જવાબદારીઓ કેવી રીતે પૂરી કરશો. આ બાબતે બંનેના જવાબ બહુ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય.
8. એ જાણવું બહુ જ જરૂરી છે કે, તમારા સાથીનું જીવનમાં શુ લક્ષ્ય છે. સાથે એ પણ ક્લિયર કરી લેવું કે, જો તમે લગ્ન બાદ જોબ ચેન્જ કરવા માંગો છો, તો તેને કોઈ તકલીફ તો નથી ને. મોટાભાગની જોબ કરનારી મહિલાઓ એવું ઈચ્છે છે કે તેને એવો લાઈફ પાર્ટનર મળે જે તેની પેશનને પ્રોત્સાહન આપે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.