જાણો ઇરફાન ખાનના ફેમિલીમાં કોણ કોણ છે અને હાલમાં શું કરે છે તેમનો દિકરો

ઈરફાન ખાન ફેમીલી

image source

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનના મૃત્યુથી બોલીવુડના સેલેબ્સને ઝટકો લાગ્યો છે. ઈરફાન ખાનએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. સદનસીબે ઈરફાન ખાનની આ દુઃખની પળોમાં પોતનો પરિવાર સાથે જ હતો. ઈરફાન ખાનની પત્ની સુતાપા સિકંદર, પોતાના બંને પુત્રો બાબિલ ખાન અને અયાન ખાન પણ ઈરફાન ખાનની સાથે જ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.

image source

ઈરફાન ખાનના દીકરા બાબિલ ખાન લંડન યુનીવર્સીટીમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. બાબિલ ખાન ભારતમાં લોકડાઉન થયાના કેટલાક દિવસ પહેલા જ પાછા ફર્યા હતા. બાબિલ ખાનના ભારત પાછા આવી ગયાની ખુશી વ્યક્ત કરતા માતા સુતાપા સિંકદરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ઉપરાંત જે બાળકો પાછા નથી આવી શક્યા તેમના માટે દુઃખ વ્યક્ત કર્યું છે.

image source

સુપાતા સિકંદરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે, હું એ બધા જ વ્યક્તિઓની પ્રાર્થના અને શુભકામનાઓ માટે ધન્યવાદ આપ્યા છે. બાબિલ ખાનના ભારત સુરક્ષિત આવી જાય છે. જે વ્યક્તિઓએ મદદ કરી તે તમામ વ્યક્તિઓનો ધન્યવાદ. બાબિલ ખાનની ફ્લાઈટ એક કલાક લેટ હતી. હું બાબિલની રાહ એરપોર્ટ પર જ જોઈ રહી હતી અને થોડી ચિંતિત પણ હતી. આવનાર દરેક વ્યક્તિ માસ્ક પહેરીને આવી રહ્યા હતા અને જયારે તેમના પરિવારના સભ્યો મળ્યા ત્યારે તેઓના આલિંગન અને ચુંબન જોઇને મારું દિલ ભરાઈ આવ્યું.

image source

ખાસ વાત એ છે કે, ઈરફાન ખાનએ ફેબ્રુઆરી, ૧૯૯૫માં હિંદુ છોકરી સુતાપા સિકંદર સાથે પ્રેમ વિવાહ કર્યા હતા. ઈરફાન ખાન અને સુતાપા સિકંદરની વચ્ચે દિલ્લીની નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં એક્ટિંગના અભ્યાસ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ઈરફાન ખાનનો બીજો પુત્ર અયાન ખાન પણ હવે અભ્યાસ કરી રહ્યો છે. અયાન ખાનએ પોતાના પિતા ઈરફાન ખાન સાથે ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’માં કામ કર્યું હતું અયાન ખાનએ જયારે પિતા સાથે ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’માં કામ કર્યું ત્યારે તે ફક્ત સાત વર્ષ હતા. ઈરફાન ખાનએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અયાન ખાનને કેમેરાની સામે ખુબ જ આરામદાયક મહેસુસ કરે છે. અયાન મારી સાથે કેટલીક ફિલ્મોના સેટ પર આવતો જતો રહ્યો છે.