જસ્ટ રુમ ઈનફ – આ એક આઈલેન્ડનું નામ છે તેનું નામ જ ઘણુંબધું કહી જાય છે, વિશ્વનું સૌથી નાનું આઈલેન્ડ…
આમ તો દુનિયામાં અનેક સુંદર આઈલેન્ડ આવેલા છે, પંરતુ કેટલાક આઈલેન્ડ એવા હોય છે, જેના વિશે લોકોને વધુ જાણકારી તો નથી હોતી, પણ આઈલેન્ડ ચિત્રવિચિત્ર હોય છે. આવા જ એક આઈલેન્ડ વિશે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે, જે એટલું નાનકડુ છે કે, તેની સાઈઝ જાણીને તમે હેરાન થઈ જો. આજે જાણી લો આ આઈલેન્ડ વિશે.

ન્યૂયોર્કના એલેક્ઝાન્ડ્રીયા શહેરની પાસે આ આઈલેન્ડ આવેલું છે, જે દુનિયાનું સૌથી નાના આઈલેન્ડનું બિરુદ પામેલું છે. આ આઈલેન્ડનું નામ ‘જસ્ટ રુમ ઈનફ’ છે. આ આઈલેન્ડની સાઈઝ ટેનિસ કોર્ટના જેટલી જ છે. તમને જાણીને પણ નવાઈ લાગશે કે, દુનિયાના આ સૌથી નાનકડા આઈલેન્ડ પર માત્ર એક જ ઘર અને એક જ વૃક્ષ છે.

‘જસ્ટ રુમ ઈનફ’ આઈલેન્ડ એટલું નાનુ છે કે, તેનું ઘર એક ખૂણાથી શરૂ થઈને તે જ રૂમના બીજા ખૂણા પર પૂરુ થઈ જાય છે. દુનિયાભરમાં લગભગ 2000થી વધુ આઈલેન્ડ આવેલા છે, જેમાં એક છે ‘જસ્ટ રુમ ઈનફ’
.
ન્યૂયોર્કમાં આવેલ આ આઈલેન્ડ માત્ર 3300 સ્કેવર ફીટ જગ્યામાં ફેલાયેલુ છે. દુનિયાનું સૌથી નાનુ આઈલેન્ડ હોવાને કારણે તેનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂક્યું છે. જ્યાં તેને સૌથી નાના આઈલેન્ડનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે.

‘જસ્ટ રુમ ઈનફ’ આઈલેન્ડ પર બિશપ રોક દુનિયાનું સૌથી નાનકડુ આઈલેન્ડ કહેવાતું હતું. પરંતુ હવે આ સ્થાન ‘જસ્ટ રુમ ઈનફ’ આઈલેન્ડે લઈ લીધું છે. આ આઈલેન્ડ બિશપ આઈલેન્ડના અડધા ભાગ જેટલું જ છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા આ આઈલેન્ડ હબ આઈલેન્ડના નામથી ઓળખવામાં આવતુ હતું. પરંતુ વર્ષ 1950માં આ આઈલેન્ડે એક પરિવારે ખરીદી લીધું હતું. જેના બાદ પરિવારના લોકોએ તે આઈલેન્ડ પર નાનકડુ ઘર બનાવડાવ્યું હતું, તેમજ એક વૃક્ષ લગાવ્યું હતું. બસ, ત્યારથી આઈલેન્ડની ઓળખ બદલાઈ ગઈ હતી. નિર્જન રહેતુ આઈલેન્ડ હવે ઘરવાળુ થઈ ગયું હતું. થોડા સમય બાદ પરિવારે આઈલેન્ડનું નામ બદલીને ‘જસ્ટ રુમ ઈનફ’ કરી દીધું હતું.

જોકે, પરિવારના સદસ્યોએ વિકેન્ડમાં સમય વિતાવવા માટે આ આઈલેન્ડ પર ઘર બનાવ્યું હતું. પરંતુ ધીરે ધીરે નાનકડા એવા આઈલેન્ડ પર અનેક મુસાફરો આવવા લાગ્યા હતા. બસ, આ આઈલેન્ડને નવુ સ્વરૂપ મળ્યું, અને જોત જોતામાં તે ટુરિસ્ટ સ્પોટ બની ગયું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.