હોસ્પિટલના ત્રીજા માળના ખૂણાવાળા ઓરડામાં જ્યારે અચાનક ડૉ. વિક્રમને પ્રેતાત્માના ટોળાએ ઘેરી લીધો !

નમસ્તે મિત્રો , આ કહાની મા આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે , આજ ના સમયમા બે પ્રકારના લોકો હોય જેમાં થી એક પ્રકારના લોકો માને છે કે ભૂત ખરેખર હોય છે અને બીજા પ્રકારનાં લોકો ના કહેવા અનુસાર ભૂત પ્રેત માત્ર ફિલ્મો અને વાર્તાઓ સુધી જ સીમિત હોય છે . જેનો મતલબ એ છે કે હકીકતમાં કોઈ ભૂત પ્રેત જેવી વસ્તુ હોતી નથી ઘણા લોકો ભૂતોના અસ્તિત્વના પુરાવા આજ સુધીના તેના અનુભવ દ્વારા જણાવે છે જો કોઈ વ્યક્તિ સાથે ભૂત પ્રેત જેવી અજ્ઞાત શક્તિઓ નો સામનો થયો હોય તો તે લોકો ભૂત પ્રેત મા માનતા હોય છે અને જ્યારે વ્યક્તિ નો સામનો ક્યારેય આવી દુષ્ટ શક્તિઓ સામે થતો નથી ત્યારે તે લોકો ભૂત પ્રેત જેવી બાબતો માં વિશ્વાસ કરતા નથી , આજે અમે તમને એક એવા વ્યક્તિ ની વાત કહેવા જઈ રહ્યા છીએ કે જેનો આ ઘટના પહેલા ભૂત સાથે કોઈ પણ સંબંધ ન હતો, આ વ્યક્તિનું નામ વિક્રમ હતું , વિક્રમ ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ શહેર નો રહેવાસી હતો વિક્રમ વ્યવસાયે એક ડોકટર હતો આથી તેને હંમેશાં તેના કામના લીધે અન્ય શહેરો અને હોસ્પિટલોમાં જવું પડતુ હતું જોકે વિક્રમ ભૂત પ્રેતો જેવી વસ્તુઓ માં માનતો ન હતો , પરંતુ જ્યારે આ ઘટના તેની સાથે બની ત્યારે તેણે આ બધી બાબતો પર વધુ વિશ્વાસ કરવાનું શરૂ કર્યુ હતું આજે અમે તમને વિક્રમ સાથે બનેલી આ ઘટના વિશે જણાવીશું .

image source

વર્ષ 2003 ના ડિસેમ્બર મહિના ની વાત છે આ દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો , તે દિવસે વિક્રમ રાજસ્થાન ની એક હોસ્પિટલ માં જવા માટે નીકળ્યો હતો હકીકતમાં ત્યાં વિક્રમ ને એક ઓપરેશન કરવા માટે બોલાવવામાં આવ્યો હતો વિક્રમ રાત્રી ના 1 : 30 વાગ્યે તે હોસ્પિટલ માં પહોંચ્યો હતો પણ ઓપરેશન સવારે 4 : 00 વાગ્યે કરવાનું હતું આથી વિક્રમ રાહ જોવા માટે હોસ્પિટલ ની અંદર આવેલી કોફી શોપ પર આવ્યો હતો વિક્રમે મશીન માંથી પોતાના માટે એક કોફી કાઢી કોફી શોપ ના ટેબલ પર બેસી ગયો . તે કોફી શોપમાં એકલો જ હતો અને ત્યાં વિક્રમ સિવાય કોઈ પણ વ્યક્તિ હાજર ન હતા તે રાત્રે લગભગ 3 : 00 વાગ્યે વિક્રમ ને તેની પાછળ કોઈ વ્યક્તિ ના હોવા નો આભાસ થયો આથી વિક્રમે પાછળ જોયું પરંતુ ત્યાં કોઈ ન હતું ,

The Argonaut – A blessing and a curse – One former hospital is ...
image source

વિક્રમ ફરી થી તેની કોફી પીવામાં મગ્ન થઈ ગયો હતો ત્યાર બાદ થોડી જ વાર પછી કોઈ એ તેના વાળમાં જોર થી ફૂંક મારી અને વિક્રમ હવે એક દમ ડરી ગયો હતો તે ટેબલ પર થી ઉભો થયો અને આજુબાજુમા જોયું પણ તે કોફી શોપ મા તેના સિવાય કોઈ ન હતું વિક્રમ મૂંઝવણ માં મુકાઈ ગયો હતો કે આ કોઈ ભ્રમ હતો કે હકીકત વિક્રમ તરત જ હોસ્પિટલના એટેન્ડન્ટ પાસે ગયો અને તેણે તેની સાથે બનેલી આખી વાત કહેવાનું શરૂ કર્યું પણ એટેન્ડન્ટ વિક્રમની વાત પર વિશ્વાસ કરી રહ્યો ન હતો , તેણે વિક્રમને એમ કહ્યું કે આ કદાચ તમારો વહેમ હશે કારણકે આજે પવન ખૂબ જ ઝડપથી ફૂંકાઇ રહ્યો છે એટેનડેન્ટ ની આ વાત સાંભળી ને વિક્રમ ને પણ એમ લાગ્યું કે ખરેખર ખૂબ જ ઝડપ થી પવન ફૂંકાઈ રહ્યો છે આથી તેને નક્કી ભ્રમ થયો હોવો જોઈએ તેને લાગ્યું કે મારે થોડો સમય સૂઈ જવું જોઈએ આથી વિક્રમ હોસ્પિટલની અંદર એક ખાલી રૂમમા જ સૂઈ ગયો . હજી વિક્રમ થોડી વાર પહેલા જ સૂતો હતો ત્યાં જ તેને કોઈના ઝાંઝર નો અવાજ સંભળાવાનું શરૂ થયું , તે સફાળો જાગી ગયો અને તે જોવા લાગ્યો હતો કે આ કોનો આવાજ છે પરંતુ રૂમમા અંધારા ની લીધે વિક્રમ કંઈપણ જોઈ શકતો ન હતો પણ ઝાંઝર નો અવાજ હજી સુધી તેના કાનમાં સ્પષ્ટ રીતે સંભળાતો હતો . સતત આવતા ઝાંઝર ના અવાજ ને લીધે વિક્રમ ભયભીત થઈ ગયો હતો તે ઉઠીને ઓરડામાંથી બહાર ગયો અને બહારનો નજારો જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી

image source

આખું હોસ્પિટલ એક ખંડેરમાં ફેરવાઈ ગયું હતું અને વિક્રમ હવે ત્યાં થી બહાર નીકળવાનો રસ્તો શોધતો હતો બહાર નીકળવાનો રસ્તો શોધતા શોધતા તે હોસ્પિટલના 3જા માળે પહોંચી જાય છે ત્યાં તેને કેટલાક લોકોનો અવાજ સંભળાયો હતો આ અવાજો સાંભળ્યા પછી વિક્રમના જીવ મા જીવ આવ્યો હતો અને તેના મનમાં હાશકારો થયો કે તે અહીં એકલો નથી , આ અવાજનો પીછો કરતા કરતા તેણે જોયું કે આ અવાજો પાછળના ભાગના ઓરડામાંથી આવી રહ્યા હતા અને આ અવાજો એવા હતા કે 25 થી 30 લોકો એકબીજાની સાથે વાત કરી રહ્યા હોય જ્યારે વિક્રમ આ ઓરડામાં પ્રવેશ્યો ત્યારે રૂમ માં શાંતિ છવાઈ જાય છૅ વિક્રમ કંઇક સમજી શકે તે પહેલાં જ રૂમમા રહેલા બધા લોકોએ વિક્રમ તરફ જોવાનું ચાલુ કર્યું અને એકાએક આખો ઓરડો વિક્રમ વિક્રમની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો વિક્રમ આ અવાજો સાંભળીને ખૂબ જ ડરી ગયો હતો

image source

જ્યારે વિક્રમે આ રૂમની બહાર જવા પાછળ ફર્યો ત્યારે તેણે જોયું કે રૂમનો દરવાજો આપમેળે બંધ થઈ ગયો હતો ડર ને લીધે વિક્રમે જોરથી બૂમ પાડી અને જ્યારે વિક્રમે પાછળ ફરીને જોયું કે તે બધા લોકો તેની નજીક જ ઉભા હતા , એવામાં અચાનક દરવાજો ખુલ્યો અને વિક્રમ રૂમની બહાર આવ્યો અને વિક્રમે જોયું કે દરવાજો ખોલવા વાળો વ્યક્તિ કોઈ ખૂબ જ વૃદ્ધ માણસ હતો , વિક્રમે આ માણસને બૂમ પાડી ને કહયું કે મને બચાઓ આ લોકો મને મારી નાખશે વૃદ્ધ વ્યક્તિએ વિક્રમ ને હસતા હસતા કહ્યું કે અહીં તો કોઈ જ નથી અને ઓરડાની અંદર હકીકત મા કોઈ નહોતું ઓરડાની અંદર માત્ર એક લાઈટ જ ચાલુ હતી અચાનક આખો ખંડેર ફરીથી હોસ્પિટલમાં ફેરવાઈ ગયો હતો, વિક્રમે આખી ઘટના વૃદ્ધને કહી , પછી તે વૃદ્ધએ વિક્રમને કહ્યું કે તે જે અવાજો સાંભળયા છે તે બધું સાચું છે આ હોસ્પિટલ બની હતી તે પહેલાં આ જગ્યા એ કબ્રસ્તાન હતુ કબ્રસ્તાન તોડીને આ હોસ્પિટલ ને બનાવવામાં આવી હતી તેથી ઘણા લોકોને આવા અવાજ સંભળાતા હોય છે હવે વિક્રમ આ હોસ્પિટલમાં થી તરત જ રવાના થાય છે અને તેના ઘરે ચાલ્યો જાય છે આવી રીતે વિક્રમનો પહેલીવાર વાર ભૂત સાથે સામનો થયો હતો .

image source

વિક્રમ સાથે બનેલી આ ઘટના વિશે તમારું શું કહેવું છે ? ભૂત પ્રેત પર વિશ્વાસ કરવો કે ન કરવો એ દરેક લોકોનો પર્સનલ ઓપિનિયન હોય છે જેના વિશે અમે દખલ દેવા માંગતા નથી પરંતુ જો આવી ઘટના તમારી અથવા તો તમારા ઓળખીતા લોકો સાથે ઘટી હોય તો અમને કોમેન્ટ મા જણાવવા નું ભૂલતા નહિ અને તમને આજ ની અમારી વાર્તા ગમી હોય તો આ વાર્તા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.