ઝડપથી વજન ઓછું કરવા માટે ડાયટમાં સામેલ કરો આ પાંચ સૂપ…

વજન ઓછું કરવા માટે સૌથી વધારે જરૂરી છે ખાવા-પીવાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. વજન વધવાનું કારણ અયોગ્ય રીતે ખાવા-પીવાનું પણ માનવામાં આવે છે. માત્ર વર્કઆઉટ કરવાથી નહીં પણ પોતાની ડાયટને ધ્યાનમાં રાખીને પણ ઝડપથી ફેટ બર્ન કરી શકો છો, પરંતુ કેટલાંક લોકો તેના માટે ડાયટિંગની મદદ લેતા હોય છે. ડાયટિંગ કરવાથી ફેટ બર્ન થાય છે, પરંતુ તેની સાથે શરીરમાં કેટલાંક પ્રકારની કમજોરી આવી જાય છે.

ખાવા ન ખાવાથી સારું એ છે કે ડાયટમાં પ્રોટીન યુક્ત અને ફેટ વાળો આહાર ખાવાની જગ્યાએ ફાઈબર યુક્ત આહારને સામેલ કરવો. તેના માટે સુપ એકદમ બેસ્ટ છે. આજે અમે તમને જણાવીશું ક્યા ક્યા સૂપ પીવાથી વજન કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

Three easy vegetable soups for quick weight loss | The Times of India
image source

વજન ઓછું કરવા માટેના સૂપ –

ઝડપથી વજન ઘટાડવા માંગતા હોવ તો દરરોજ તમારા આહારમાં સુપને જરૂરથી સામેલ કરો. દરરોજ એક જ જેવો સૂપ પીવાની જગ્યાએ દરરોજ અલગ-અલગ સૂપ પીવો

Classic White Bean Soup Recipe With Bacon
image source

વ્હાઈટ બીન સૂપ-

૧. વજન કંટ્રોલ કરવા માટે વ્હાઈટ બીનનો સૂપ એકદમ બેસ્ટ છે. તેમાં ફેટ અને સોડિયમ ઓછી માત્રામાં હોય છે. જે ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે તે સિવાય તેને બનાવો પણ એકદમ સરળ છે. પાણીમાં વ્હાઈટ બીન ઉકાળીને તેમા ટામેટા, લીલા શાકભાજી, મીઠું અને મરી નાંખીને ઉકાળો.

image source

૨. બ્રોકલી સૂપ-

બ્રોકલી ખાવાનું લોકો ઓછું પસંદ કરે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે બહ ગુણકારી છે. વજન ઓછું કરવા માટે તે બહુ લાભકારી છે, કેમ કે, 100 ગ્રામ બ્રોકલીમા માત્ર 1.2 ગ્રામ ફેટ હોય છે. તે વજન ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ પેટ પરની વધારાની ચરબીને દૂર કરવામાં પણ મદદ કરે છે.

Creamy Bottle Gourd Soup | Lauki Soup | Dudhi Soup | Dassana's Recipes
image source

૩. દૂધીનો સૂપ-

દૂધીમાં ફેટ અને શુગર બહુ ઓછી માત્રામાં હોય છે. તે સિવાય ફાઈબર પણ તેમાં ભરપૂર માત્રામાં હોય છે જે પેટ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ દિવસમાં એક વખત દૂધીનો સૂપ જરૂરથી પીવો. તેમજ દૂધીનો સૂપ પીવાથી શરીરમાં ઠંડક રહે છે અને તેનાથી વજન પણ નથી વધતું.

બ્રાઉન રાઈસ વિથ મિક્સ ચિકન સૂપ-

આ સૂપ ટેસ્ટી હોવાની સાથે સાથે વજન પણ ઝડપથી ઓછું કરવા માટે લાભકારી છે. તેમાં સોડિયમ ઓછું અને પ્રોટીન વધારે માત્રામાં હોય છે, અને ચિકનની સાથે બ્રાઉન રાઈસનું સેવન કરવાથી ફેટ ઓછું કરવામાં મદદ કરે છે.

Cream of Mushroom Soup | The Cozy Apron
image source

૪. મશરૂમનો સૂપ-

મશરૂમમાં ફેટ બહુ ઓછી માત્રામાં હોય છે અને તે શરીરને પૂરતા પ્રમાણમાં ફેટ પ્રદાન કરે છે. તેનાથી ઝડપથી વજન ઓછું કરી શકાય છે.

જો કે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે સૂપને જમવાના 10 મિનિટ પહેલા પીવો, અથવા તો રાતના સમયે સૂપ પીવો. પરંતુ જો તમે વજન ઘટાડવા માટે સૂપ પી રહ્યા હોય તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે સૂપની સાથે કે તેની પહેલા બ્રેડ, કોલ્ડ ડ્રિંક, બિયર વગેરે જેવી વસ્તુઓનું સેવન ક્યારે પણ ન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.