કોરોના વાયરસ વચ્ચે રેલવે મુસાફરો માટે આવ્યા સારા સમાચાર, જાણો શું છે લેટેસ્ટ માહિતી

કોરોના સંક્રમણને લઈને આખાય વિશ્વમાં અત્યારે લોકડાઉનનો માહોલ જોવા મળી રહ્યો છે. એવા સમયે ભારતમાં પણ માર્ચ મહિનાથી જ જાહેર સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. પાછળના લાંબા સમયથી ભારતમાં જાહેર અવરજવરની સેવાઓને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી.

image source

આ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની સેવાઓમાં ખાસ કરીને ભારતીય રેલવે પણ લોકડાઉન દરમિયાન સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી. જો કે પાછળના દિવસોમાં લોકડાઉન બાદ અનલોક લાગુ થવા સાથે જ અમુક ટ્રેનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસને સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણે મંજુરી આપવામાં આવી છે.

image source

એવા સમયે હવે રેલ્વે ખાતામાં પણ મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. દેશભરમાં હવે સેવાઓ સાથે ખાનગી ટ્રેનોની અવરજવર શરુ થવા જઈ રહી છે. આ ટ્રેનોમાં ૧૭ ટ્રેન મુબઈ સ્ટેશનથી, ૨ ટ્રેન ગુજરાત સ્ટેશનથી અને ૧૬ ટ્રેન દિલ્હી સ્ટેશનથી દોડાવવામાં આવશે.

રિક્વેસ્ટ ફૉર ક્વૉલિફિકેશન કાઢીને તૈયાર

image source

હાલમાં દેશભરમાં જ્યારે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, એવા સમયે આખાય દેશમાં કુલ મળીને ૧૦૦ જેટલા રૂટ પર રેલ્વે વિભાગ ૧૨ કલસ્ટર દ્વારા ૧૫૧ જેટલી ખાનગી ટ્રેનો દોડાવવાની તૈયારીઓ કરી રહ્યો છે. જો કે આ પ્રોજેક્ટ હજુ શરુ નથી થયો, પણ આ ટ્રેનો દ્વારા જુદા જુદા શહેરોથી અનેક સ્ટેશનોને જોડવા માટે વિચારાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રેલ્વે મંત્રાલય દ્વારા રિક્વેસ્ટ ફૉર ક્વૉલિફિકેશન તૈયાર કેરી દેવામાં આવ્યું છે, તેમજ હવે માત્ર ૬ થી ૮ મહિનામાં જ એની ફાઈનાન્શિયલ બિડ્સ કાઢવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે.

ક્યાં સ્ટેશનથી કેટલી ટ્રેન શરુ થશે

image source

જ્યારે રેલ્વે વિભાગે દેશભરના ૧૨ ક્લસ્ટર દ્વારા ૧૦૦ જેટલા રૂટ પર ૧૫૧ ટ્રેન દોડાવવા અંગે વિચાર્યું છે ત્યારે, કયા સ્ટેશનથી કેટલી ટ્રેનો ચલાવાશે એ પણ નક્કી કરવામાં આવી રહ્યું છે. એમાં સૌથી વધુ મુંબઈથી ૧૭ ટ્રેન અને દિલ્હીથી ૧૬ ખાનગી ટ્રેનો દરરોજ જુદા જુદા શહેરો માટે દોડાવવામાં આવશે.

image source

આ સિવાય હાવડાથી ૯ ટ્રેન, મધ્યપ્રદેશથી ૬ ટ્રેન, રાજસ્થાન અને બિહારથી ૭-૭ ટ્રેન તેમજ ગુજરાત અને ઝારખંડથી ૨-૨ ટ્રેન સાથે હરિયાણા અને પંજાબથી ૧-૧ ટ્રેનને દોડાવાશે. જો કે આ સિવાયની 45 જેટલી ટ્રેનોને દક્ષિણ ભારતના જુદા જુદા શહેરોથી ચલાવવામાં આવશે. આ આયોજન માટે રેલવે મંત્રાલયે રિક્વેસ્ટ ફૉર ક્વૉલિફિકેશન કાઢી રાખી છે. હવે બીડ્સ દ્વારા એનું નિર્ધારણ થાય એટલા સમયની જ રાહ જોવાઈ રહી છે.

30 હજાર કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ

image source

આપને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટમાં આશરે 30 હજાર કરોડ જેટલા રૂપિયાનું ખાનગી રોકાણ થશે. આ આયોજન મુજબ દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 જેટલા કોચ હશે. જો કે અધિકારો સરકાર હસ્તક રહેશે.

image source

ટ્રેનના લૉકોપાઈલટ અને ગાર્ડ રેલવે ખાતાના જ હશે. સેફ્ટી ક્લિયરન્સ પણ રેલવે વિભાગ દ્વારા જ આપવામાં આવશે. તેમજ મુંબઈથી જેટલી પણ સંખ્યામાં પ્રાઈવેટ ટ્રેન જશે, એટલી જ સંખ્યામાં અલગ-અલગ શહેરોથી પણ ટ્રેનો અહી પછી આવશે. એટલે કે જો ૧૭ ટ્રેન રવાના થશે તો ૧૭ ટ્રેનો પછી પણ આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતથી ફક્ત ૨ ટ્રેન જશે અને બીજા રાજ્યોથી ૬ ટ્રેન આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span