પ્રિયંકાના સાસુને તો તમે સાડીમાં જોયા પણ શું તમે જાણો છો, હોલીવૂડની આ હસ્તીઓ પણ સાડી પહેરી ચૂકી છે?

પ્રિયંકાના સાસુને તો તમે સાડીમાં જોયા પણ શું તમે જાણો છો ? હોલીવૂડની આ હસ્તીઓ પણ સાડી પહેરી ચૂકી છે ?

સાડીમાં બોલીવૂડ અભિનેત્રીઓ જ નહીં પણ હોલીવૂડની સુંદરીઓ પણ ગ્લેમરસ દેખાય છે. સાડી જેવા જટિલ અને પરંપરાગત અટાયરને પહેરીને તેમણે સાબિત કર્યું છે કે ભારતીય સંસ્કૃતિની સાથે સાથે દેશી અવતારને પણ તેઓ પસંદ કરે છે. જોકે, હજુ સુધી આ લિસ્ટમાં આપણે પ્રિયંકા ચોપડાની સાસુ એટલે કે ડેનિસ મિલરનું જ નામ જાણતા હતા, પણ શું તમે એ જાણો છો કે તેમના સિવાય પણ હોલીવૂડની અન્ય જાણીતી હસ્તીઓએ પણ સાડી પહેરીને જાદૂ વિખેર્યો છે.

ડેનિસ મિલર (પ્રિયંકાના મધરઇન લો)

image source

નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાની જ્યારે રોકા સેરેમની કરવામાં આવી હતી ત્યારે નિકનુ આખું કુટુંબ ઇન્ડિયન આઉટફિટમાં જોવા મળ્યુ હતું. પ્રિયંકા ચોપડાના સાસુ ડેનિસ મિલરે ઘેરા ગુલાબી રંગની સુંદર સાડી પહેરી હતી. જેમાં તેણી કોઈ ભારતીય સ્ત્રી જેટલા જ મોહક લાગી રહ્યા હતા.

મેડોના

image source

મેડોના આ શાહી ભૂરા રંગની સાડીમાં ગજબની સુંદર લાગી રહી છે. આમ તો આ 61 વર્ષિય અમિરકન પોપ સિંગર પોતાની નશીલી આંખો માટે જાણતી છે, આ નેવી બ્લૂ સાડીમાં તેણી અત્યંદ સુંદર લાગી રહી છે.

સેલિના ગોમેઝ

image source

અમેરિકન સિંગર અને એક્ટ્રેસ સેલિના ગોમેઝને સાડીમાં જોઈને દરેક વ્યક્તિ મંત્રમુગ્થ થઈ ગઈ હતી જ્યારે લાલ રંગની સાડી પહેરીને તેણી બધાની સામે આવી. સેલિના ગોમેઝ સાડીમાં ખૂબ જ સુંદર અને જાણે કોઈ ભારતીય યુવતિ જેવી જ લાગી રહી હતી.

લેડી ગાગા

image source

ભારતીય ડિઝાઈનર તરુણ તહિલિયાનીની ડિઝાઈન કરવામા આવેલી સિલ્વર ગ્રે સાડીમા લેડી ગાગા અત્યંત કર્ષક લાગી રહી છે. પોપ સેન્સેશન લેડી ગાગા આ વસ્ત્રોમાં કોઈ રાણી જેવી લાગી રહી છે. લેડી ગાગા હંમેશા પોતાના અતરંગી અવતારો માટે જાણીતી છે, પણ તેના આ ભારતીય અંદાજમાં તે બીલકુલ અલગ જ લાગી રહી છે.

પેરિસ હિલ્ટન

image source

અમેરિકન મિડિયા પર્સનાલિટિ પેરિસ હિલ્ટન જ્યારે ભારત ફરવા આવી હતી, ત્યારે તેણીએ પહેલીવાર સાડી પહેરી હતી. નેટ ફેબ્રિક વાળી આ સાડીમા તેણી અત્યંત સુંદર લાગી રહી છે. તેમે આ લૂકમાં વધારે મેકઅપ પણ નથી કર્યો પણ તેણીના ખુલા વાળ અને સુંદર સાડીએ અલગ જ આકર્ષણ જમાવ્યું છે.

પામેલા એન્ડરસન

image source

બેવોચ સિરિયલથી જગપ્રસિદ્ધ બનેલી એક્ટ્રેસ પામેલા એન્ડરસને જ્યારે ભારતના ટેલિવિઝન રિયાલીટી શો બિગબોસમાં ભાગ લીધો હતો ત્યારે તેણી સાડીમાં જોવા મળી હતી. જેમાં તેણી અત્યંત આકર્ષક લાગી રહી હતી.

જેસિકા આલ્બા

image source

હોલીવૂડની જાણીતી અભિનેત્રી જેસિકા આલ્બા સાડીમાં ડાન્સ કરતી જોવા મળી હતી. જો કે આ તસ્વિર કયા પ્રસંગે લેવામા આવી હતી તની કોઈ જ માહિતી નથી પણ તેણી આ ભારતીય અંદાજમાં અત્યંત આકર્ષક લાગી રહી છે.

જુલિયા રોબર્ટ

image source

હોલીવૂડની અવ્વલ દરજ્જાની અભિનેત્રી જુલિયા રોબર્ટે પણ પોતાની એક ફિલ્મમાં સાડી પહેરી હતી. આ ફિલ્મ હતી ઇટ પ્રે લવ, જેનું મોટા ભાગનુ શૂટિંગ ભારતમાં કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.